________________ अणाउत्तपमज्जणया - अनायुक्तप्रमार्जनता (स्त्री.) (ઉપયોગરહિત પ્રમાર્જના, અનાભોગપ્રત્યયક્રિયાનો એક ભેદ) નવતત્ત્વ પ્રકરણમાં જીવના લક્ષણો જણાવ્યા છે તેમાંનું એક લક્ષણ છે ઉપયોગ. ત્યાં લખેલું છે કે, “પાત્રો નવઃ' અર્થાતું, જે ઉપયોગયુક્ત હોય તે જીવ છે. શ્રમણનું સંપૂર્ણ જીવન ઉપયોગગુણથી વણાયેલું હોય છે. તે પછી અનુષ્ઠાન હોય, અહિંસાનુ પાલન હોય કે પછી વસ્ત્ર-પાત્રાદિનું પ્રતિલેખન હોય. પ્રત્યેક ક્રિયામાં ઉપયોગ પહેલો જોઇએ. ઉપયોગરહિત થતી સાધુક્રિયા એ ચંદ્રમા પરના કલંક સમાન છે. સુદુર્લભ એવું ચારિત્રજીવન મળ્યા પછી જો તેમાં ઉપયોગ ન રહે તો તે નિષ્ફળ બને છે. ૩માન - મનાલુન (ત્રિ.) (અનાકુલ, અક્ષોભ્ય 2. ક્રોધાદિરહિત 3. ઉત્સુકતારહિત). જેમ સમુદ્રમાં કેટલાય મોટા મોટા મગરમચ્છો, શાર્ક માછલીઓ, વિવિધ પ્રકારના જળચરો રહેલા હોય છે છતાં પણ સમુદ્ર ક્યારેય ક્ષોભ પામતો નથી. તેવી રીતે શ્રમણના જીવનમાં ગમે તેટલા ઉપસર્ગો અને પરિષદો આવે તો પણ તેનાથી ક્ષોભ કે ભય પામ્યા વિના માધ્યસ્થભાવે તે સહન કરે છે. પોતાના સમાદિ ગુણોને ધારણ કરી પરિષહોને જીતીને કર્મક્ષય કરે છે. અMIકત્રયા - નાબુનતા (સ્ત્ર.) (અનાકુલતા, અક્ષોભ્યપણુ, સૂક્યરહિતપણું) શ્રાવકના અતિચારમાં એક સુત્ર આવે છે કે, “સુખ આબે જીવિતવ્ય વાંડ્યું, દુઃખ આવ્યે મરણ વાંછડ્યુ” અર્થાતુ, જીવનમાં સુખ મળી જતાં તેને ભોગવવાની લાલસામાં વધારે જીવવાની ઇચ્છા કરવી અને અશુભ કર્મના ઉદયે દુ:ખ આવતા જીવ આકુળવ્યાકુળ થઇ જાય અને તેનાથી ક્ષોભ પામીને ઇચ્છા કરે કે આના કરતાં તો મોત આવી જાય તો વધારે સારું. યાદ રાખો કે પર પદાર્થોના સ્વરૂપને જાણનારા મુનિમાં ક્યારેય આકળતા જોવા મળે નહીં. તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં મેરુવતુ સ્થિર રહે છે. મUTCH - અનાશ (પુ.) (આદેશ નહીં તે, અનાદેશ, સામાન્ય) જ્ઞાની મહર્ષિઓએ ફરમાવ્યું છે કે, આ સંસારમાં જયાં સુધી આત્મા સાથે કર્મ જોડાયેલું છે ત્યાં સુધી જન્મ-મરણ અને સુખ-દુઃખ હોવું સામાન્ય છે. જો તમારે અજન્મા બનવું છે અને શાશ્વત સુખ મેળવવું છે તો પ્રથમ અકર્મા બનવા માટેનો પ્રયત્ન આદરો. મUTIFIક્ - અનાતિ (ત્રી.) (ન આવવું તે 2. લોકાગ્રભાગના આકાશપ્રદેશે રહેલી સિદ્ધશિલા) પદ્રવ્યમાંનું એક દ્રવ્ય છે ધર્માસ્તિકાય. આ દ્રવ્યનો સ્વભાવ છે કે જીવને ચૌદ રાજલોકમાં એક ભવમાંથી બીજા ભવમાં, એક સ્થાનેથી બીજા સ્થાને જવા આવવા માટે ગતિસહાયક બનવું. જેણે અષ્ટકર્મોનો નાશ કર્યો છે તેવા સિદ્ધ ભગવંતો એકવાર મોક્ષને પ્રાપ્ત કર્યા બાદ પુનઃ ચૌદરાજલોક સ્વરૂપ સંસારમાં પાછા આવતા નથી. કમના અભાવે તેઓનું સંસારમાં પાછા આવવાનું સંભવતું નથી. તેઓ સદાકાળ માટે સંસારમાં અનાગતિક બને છે. મU//wતા - મનાય (વ્ય.) (નહીં આવીને) રોગથી વ્યાપ્ત પુરુષ ઇજેક્શન કે દવાના ડરથી ડૉક્ટર પાસે નહીં જઇને મોટી ભૂલ કરે છે કારણ કે, દવા વિના તેનો રોગ મટી શકવાનો નથી. તેમ ભવરોગ મટાડવાની ઇચ્છા હોવા છતાં તપ કે કષ્ટસાધ્ય ધર્મના ડરથી ગુરુદેવ પાસે નહીં આવીને લોકો મોટી . કેમ કે તેના વિના રોગ મટવાની કોઈ શક્યતા જ નથી. રોગ મટાડવો હોય તો ડૉક્ટર પાસે આપણે જવું પડે છે તેમ ભવરોગ મટાડવો હોય તો ભવોદધિતારક ગુરુભગવંત પાસે આપણે જવું જ પડે. તેઓ આપણી પાસે ન આવે. ગMIત () - સનાત (કિ.). (ભવિષ્યકાળ, આવતો કાળ 2. નહીં આવેલો) સૂત્રકતાંગ આગમના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનના ચોથા ઉદેશામાં કહેવું છે કે, અનાગતકાળને નહીં જાણનારો અને ભોગસુખોથી અનિવૃત્ત એટલે ભોગ-સુખોમાં આસક્ત થયેલો આત્મા નરકાદિ યાતના સ્થાનોમાં મહાદુઃખો ભોગવે છે. માટે નહીં દેખેલો 257