________________ જગતમાં માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, પરિવાર, સ્વજન, મિત્ર આદિ અનેક સંબંધો દેખાય છે પરંતુ, આ બધા સંબંધો તો માત્ર ઈહલૌકિક વ્યવહાર પૂરતાં જ છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આત્માનું કોઈ સ્વજન નથી કે દુશ્મન પણ નથી. કોઈ વૃક્ષ પર સાંજ પડતાં ઠેક-ઠેકાણેથી આવીને અનેક પંખીઓ ભેગા થાય છે અને પ્રભાત થતાં પોત-પોતાની મંઝિલ તરફ ઉડી જાય તેમ કર્માધીન જીવો કર્મસંયોગે કટુંબ પરિવારરૂપે મળે છે અને કર્મસંયોગે વિખુટા પડે છે. પ્રત્યેક આત્મા તો એકલો આવ્યો હતો અને સારાં-નરસાં કર્મો લઈને એકલો જ જવાનો છે એ ધ્રુવ સત્ય છે. મUતિત (ત્રિ.). (પાપી, પાપને પ્રાપ્ત થયેલું) જેનાથી પોતાનું કે બીજાનું કોઈપણ પ્રકારે અહિત થાય તેવું વિચારવું કે પ્રવૃત્તિ કરવી તે પાપ છે. હિંસા કરવી, અન્ય માટે ખરાબ વિચાર કરવા, અસત્ય વચન, પરિગ્રહ મૂચ્છ, અબ્રહ્મનું સેવન કરવું વગેરે પાપકર્મના અનેકવિધ પ્રકારો છે. આવા કાર્યો કરવાથી ' જીવ પાપી બનીને પોતાના માટે ક્લિષ્ટ કર્મોનો સંચય કરે છે. જનવિ (ત્રિ.) (અનાદિ, પ્રારંભરહિત, ચૌદરાજલોક, ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય) જેનો ક્યારેય આરંભ નથી એવો આ સંસાર પ્રવાહની દષ્ટિએ અનાદિ-અનંત છે. હા, પ્રત્યેક જીવની દષ્ટિએ અનાદિ-સાંત થઈ શકે છે. જે ભવ્યજીવો ધર્મનું આસેવન કરી પોતાના કર્મો ખપાવે છે તેઓ આસન્નકાળે પ્રારંભરહિત એવા સંસારને હંમેશાં માટે અલવિદા કરી શાશ્વત સુખના સ્વામી બની જાય છે. પતિત (f) (કરજવાળો, દેવાદાર 2. સંસાર, દુનિયા) ભગવતીસૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદેશામાં સંસારને ઋણથી ઉત્પન્ન થનાર ખરાબ પરિસ્થિતિના નિમિત્તરૂપ જણાવેલું છે. કર્મોનું બંધન એ પણ એક પ્રકારનું ઋણ છે. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી કર્મોનું બંધન અને તેના કારણે ખરાબ પરિસ્થિતિઓ ઉત્પન્ન થયા જ કરશે. માટે તીર્થકરીએ મનુષ્યજન્મનો સાર કર્મરહિત થઈ મોક્ષ મેળવવામાં કહેલો છે. પત્નિ - અનાવિન (ત્રિ.) (નિર્મલ, સ્વચ્છ) સૂત્રકૃતાંગસુત્રના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા ઉદેશામાં કહેવું છે કે, જે રીતે સાગરનું જલ નિર્મલ અને સ્વચ્છ હોય છે તેમ પરમાત્મામાં કરૂપી મલનો અભાવ હોવાથી તેમનું જ્ઞાન અકલુષિતજ્ઞાન હોય છે. અર્થાત્, નિર્મલ-સ્વચ્છ હોઈ તેમના જ્ઞાનમાં જગતના ત્રણેકાળના તમામ ભાવો પર્યાયસહિત સ્પષ્ટપણે દેખાય છે. अणाइसंजुयत्त - अनादिसंयुक्तक (पु.) (અનાદિકાળથી જોડાયેલું, અનાદિનો સંયોગ) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં સંયોગની ચર્ચાના પ્રસંગે કહેલું છે કે, કર્મો અને આત્માનો અનાદિકાળથી સંયોગ થયેલો છે. અનાદિકાળથી કર્મો આત્મા સાથે જોડાયેલા છે. તે કર્મોના સંબંધને લીધે જ જીવ વિવિધ યોનિઓમાં અને ગતિઓમાં ભ્રમણ કરતો રહીને જાત-જાતના દુઃખોને ભોગવતો રહે છે. માટે જે કર્મોના અનાદિકાલીન સંયોગથી વિરામ જોઈતો હોય તો પંચપરમેષ્ઠીનું શરણું એ શ્રેષ્ઠ ઉપાય છે. अणाइसंताण - अनादिसन्तान (पुं.) (અનાદિકાળનો પ્રવાહ, અનાદિકાલીન પરંપરા) કર્મગ્રંથમાં આવે છે કે, જીવને આયુષ્ય સિવાયના બાકીના સાતકર્મો પ્રત્યેક ક્ષણે બંધાતા હોય છે. પછી તે સંજ્ઞી હોય કે અસંજ્ઞી, ત્રસ હોય કે સ્થાવર હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. બધા જ પ્રકારના જીવોને સાતેય પ્રકારના કર્મોનો બંધ સતત થતો હોય છે અને આ કર્મબંધનો પ્રવાહ અનાદિકાલીન છે. 25s