SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મન-વચન-કાયાના અશુભયોગોના ત્યાગથી પાપકર્મના અટકાવ રૂપ સંવર થાય છે. અર્થાત, નવા કર્મો આવતા અટકી જાય માવઠું- નવચ્છ (ઈ.) (અવ્યવસ્થિત, અનિયમિત, ચારિત્રબ્રષ્ટતા) ચારિત્રજીવનની જાગૃતિ માટે આગમગ્રંથોમાં ચારિત્રધર્મપાલના અંગે ખૂબ સૂક્ષ્મ રીતે માર્ગદર્શન કરાયેલું છે. પ્રમોદાદિ આચરણવડે ચારિત્રી આત્મા સ્મૃત ન થઈ જાય તે માટે સંયમ જીવનની વ્યવસ્થિતતા અંગે વ્યવહારસૂત્રાદિમાં વિસ્તૃત માર્ગદર્શન કરેલું છે. अणवठ्ठप्प - अनवस्थाप्य (न.) (દોષ માટે સાધુને અપાતા પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર, જેમાં અમુક વખત સુધી સાધુને મહાવ્રતથી બહાર રાખી પુનઃ પાછા લેવામાં આવે તેવું એક પ્રાયશ્ચિત્ત) જૈનાગમ ગ્રંથોમાં સાધુ માટે સાધ્વાચારની પ્રતિપાલનામાં લાગતા દોષોની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા સામાન્યથી લઈને ખૂબ કડક રીતે જણાવાયેલી છે. પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનવિરમણવ્રતમાં જો કોઈ દોષ લાગે તો જેવો ગંભીર-અગંભીર દોષ તે પ્રમાણે તેના પ્રાયશ્ચિત્તના તપવિશેષ બતાવેલા છે. જેમ કે કોઈ સાધુ પોતાના સાધર્મિક એવા અન્ય સાધુઓની ઉપધિ કે શિષ્યાદિની ચોરી કરે, શાક્યાદિ અન્યધર્મી સાધુ કે શ્રાવકોની ચોરી કરે અથવા તાડના કરે આ ત્રણ પ્રકારના સાધુઓને તાત્કાલિક તેમના વ્રતોથી છૂટા કરી દેવા એમ બૃહકલ્પ અને જીલ્પમાં કહેલું છે. બીજી રીતે પણ આશાતના અનવસ્થાપ્ય અને પ્રતિસેવના અનવસ્થાપ્ય એમ બે ભેદે દોષીને પ્રાયશ્ચિત્તની વિસ્તૃત છણાવટયુક્ત વાત બૃહત્કલ્પાદિ છેદસૂત્રોમાં કરેલી છે. अणवटुप्पया - अनवस्थाप्यता (स्त्री.) (સેવિત દોષવાળા સાધુને યોગ્યતાના અભાવે કેટલાક સમય સુધી પુનઃ વ્રતમાં ન સ્થપાય તેવું પ્રાયશ્ચિત્તપણું, નવમું પ્રાયશ્ચિત્ત). પોતાના મહાવ્રતોમાં જેણે ઘણો મોટો દોષ સેવ્યો હોય વળી, ગુરુ ભગવંતે આપેલું પ્રાયશ્ચિત્તરૂપ તપ પણ પૂર્ણ કર્યું ન હોય ત્યારે તેવા સાધુની દીક્ષાનો છેદ કરાતો હોય છે. ગુરુ દ્વારા અપાયેલા તપથી પોતે યોગ્ય ન બને ત્યાં સુધી તેને પુનઃ દીક્ષિત ન કરવો તેવા પ્રકારના પ્રાયશ્ચિત્તના વિધાનને અનવસ્થાપ્યતા કહે છે. अणवटुप्पारिह - अनवस्थाप्याई (न.) (સવિત દોષવાળા સાધુને યોગ્યતાના અભાવે કેટલાક સમય સુધી પુનઃ વ્રતમાં ન સ્થપાય તેવું પ્રાયશ્ચિત્ત, નવમું પ્રાયશ્ચિત્ત). સ્થાનાંગસૂત્રના દશમા સ્થાનમાં જણાવ્યું છે કે, જે કોઈ શિષ્ય અનવસ્થાપ્ય નામના નવમા પ્રાયશ્ચિત્તમાં ગણાતા ગુરુદોષનું સેવન કર્યું હોય તો તેના દંડ રૂપે વિહિત તપ કરાવવામાં આવે છે. સાધુ પણ પોતાની આત્મશુદ્ધિ અર્થે એ તપ પૂર્ણ કરી લે છે ત્યારે ગુરુ તેને યોગ્ય જાણી પુનઃ મહાવ્રતોમાં સ્થાપિત કરે છે. अणवठ्ठप्पावत्ति - अनवस्थाप्यावति (स्त्री.) (ઉપચારથી અનવસ્થાપ્ય નામના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ કરાવનાર પ્રતિસેવા-આચરણ). બૃહત્કલ્પાદિ છેદગ્રંથોમાં સાધ્વાચારની ખૂબ વિસ્તૃત વિશ્લેષણા કરીને જણાવ્યું છે કે, દેવ-ગુરુ-ધર્મની મોટી આશાતના કરવાથી અનવસ્થાપ્ય નામના નવમા પ્રાયશ્ચિત્તના ભાગી થવાય છે. માટે આત્માર્થી સાધુએ સાધ્વાચારના સમુચિત પાલનમાં અનવરત જાગૃતિ રાખવી જોઈએ. ૩માવઠ્ઠા - નવસ્થાન (1) (સામાયિકની સમયાવધિમાં નહીં કરવા યોગ્ય પ્રવૃત્તિ કરવી તે, સામાયિક વ્રતનો પાંચમો અતિચાર) આત્મશુદ્ધિ અર્થે સામાયિક એક અમોઘ સાધન છે. ષડાવશ્યકમાં એ પ્રથમ ક્રમે ગણાયું છે. સામાયિક દ્વારા જેમ આત્મશુદ્ધિરૂપ કર્મ નિર્જરા થાય છે. તેમ જ તેમાં નહીં કરવા યોગ્ય આચરણ થાય તો અતિચાર લાગે, દોષમાં પડાય છે. કર્મવિગમના બદલે આત્મા કર્મમલથી લેપાય છે. માટે સામાયિકના ગુણ-દોષોનું પ્રથમ જ્ઞાન મેળવી તદનુરૂપ સામાયિક કરીને આગળ વધવું હિતાવહ ગણાય. अणवट्ठिय - अनवस्थित (त्रि.) (અનિયત પ્રમાણવાળો, જેનું પ્રમાણ એક સરખું નથી તે 2. અસ્થિર 3, પલ્યોપમનો એક પ્રકાર, એક વિશિષ્ટ માપ) 248
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy