SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ વગર જ ખૂબ બોલ બોલ કર્યા કરે છે, દુનિયામાં તેવાઓનો વિશ્વાસ કોઇ જ કરતું નથી. ૩માલ્યાવંડ - ૩અનર્થવ (પુ.) (પ્રયોજન વગર હિંસા કરવી તે) જેણે ચારિત્ર ગ્રહણ નથી કર્યું તેવા શ્રાવકને સંસારમાં જીવવા માટે હિંસા કરવી પડતી હોય છે. ત્યાં આગળ પણ શાસ્ત્રોએ તેમને હિંસાની અનુમતિ નથી આપી પરંતુ, તેની જયણા પાળવાની કહેલી છે અર્થાત, જેટલી શક્ય બને એટલી ઓછી હિંસાથી કાર્ય કરવું. અને સર્વવિરતિધરને તો સર્વથા હિંસાનો નિષેધ જ કરેલો છે. જો આવશ્યક કાર્યોમાં પણ હિંસાની અનુમતિ શાસ્ત્રો નથી આપતા તો પછી વિના કારણે પોતાના શોખ માટે કે પછી બસ મન થયું એટલા માત્રથી હિંસા કરવાની રજા કેવી રીતે મળી શકે? अणत्थादंडवेरमण - अनर्थदण्डविरमण (न.) (તૃતીય ગુણવ્રત, શ્રાવકનું આઠમું વ્રત) શ્રાવકના બાર વ્રતોમાંનું તૃતીય ગુણવ્રત છે અનર્થદંડનો ત્યાગ કરવો. જેનો કોઇ જ અર્થ ન સરતો હોય તેને કહેવાય અનર્થ અને અનર્થપણે અન્ય જીવોની હિંસા કરવી તે છે અનર્થદંડ. શ્રાવકવ્રતોને ધરનાર જીવાત્મા આવા અનર્થદંડનો ત્યાગ કરનાર હોય છે. મMદ્ધ - અનઈ (f). (જેનો કોઈ વિભાગ ન થાય તે, નિર્વિભાગ). જે અવિભાજય છે. જેનો કોઈ જ પ્રકારે વિભાગ કરી ન શકાય તે અનર્થ છે. સ્થાનાંગસૂત્રના તૃતીય ઠાણાના બીજા ઉદેશામાં કહેલું છે કે, આ ચૌદ રાજલોકમાં કાળ, પ્રદેશ અને પરમાણુ આટલા નિર્વિભાગ છે. તેનો કોઇ જ ભેદ કરી શકતું નથી. કેવલજ્ઞાનીની દૃષ્ટિએ પણ તેમાં કોઇ વિભાગ થઈ શકતો નથી. મથાર - BUTધાર (કું.) (કરજદાર, ઋણધારક) ધર્મસંગ્રહના દ્વિતીય અધિકારમાં કહેલું છે કે, ક્યારેય પણ કોઇનું ઋણ લેવું જોઈએ નહિ. પણ કોઈ કારણવશાત્ દેવું કર્યું હોય અને ઋણધારકપરુષ પાસે જો તેને પૈસા પાછા આપવાની ક્ષમતા ન હોય તો તેના ઘરે નોકરી કરીને પણ તેનું ઋણ અદા કરી દેવું જોઇએ. અન્યથા ભવાંતરમાં તેના ઘરે ઊંટ, બળદ, પાડા કે ગધેડાનો અવતાર લઇને પણ તેનું ઋણ ચૂકવવું પડે છે. अणधिकारि (ण)- अनधिकारिन् (पु.) (અધિકારી નહીં તે) કોઇપણ શાસ્ત્રની રચના પહેલા દરેક ગ્રંથકાર પાંચ વાના કરતા હોય છે. તે પાંચ પ્રકારમાં એક પ્રકાર આવે છે અધિકારી, અધિકારીની ચર્ચાના સમયે તેઓ કહે છે કે, જે જીવો જિનશાસન પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધાવાળા છે અને મોક્ષને મેળવવાની ઇચ્છાવાળા છે. તેવા જ જીવો આ શાસ્ત્રને ભણવાના અધિકારી છે. તે સિવાયના માત્ર સ્વાર્થપૂર્તિ માટે કે શંકાસહિત માત્ર કુતૂહલથી શાસ્ત્રને ભણનારા લોકો તેના અધિકારી નથી. માપ (બ) % - મનાત્મજ્ઞ (વિ.) (અન્યથી ગૃહિત આત્મા 2. વિક્ષિપ્ત ચિત્તવાળો, પાગલ) જેવી રીતે પાગલ વ્યક્તિ ગમે તે સ્થાને હસે છે, રડે છે, વિચિત્ર હરકતો કરવા છતાં તેને ખ્યાલ નથી આવતો કે આ બધી પ્રવૃત્તિઓ યોગ્ય સ્થાનોમાં ન કરાય, તેમ કરવાથી તો લોકમાં હાસ્યાસ્પદ બનાય છે. તેમ કર્મોથી ગૃહીત આત્મા રાગ-દ્વેષની પ્રવૃત્તિ કરે છે. છતાં તેને ખબર નથી પડતી કે, આવું વર્તન મારા આત્માને અધોગતિ તરફ લઈ જનાર છે. મજાપત્રિય - પ્રતિક્ષ (પુ.) (વ્યંતર દેવોની એક જાતિ) દેવોના ચાર પ્રકારમાં એક પ્રકાર આવે છે વ્યંતર દેવોનો. આ વ્યંતર દેવોના આઠ પ્રકારમાંનો એક પ્રકાર છે અણપત્રિ દેવનો. પ્રવચનસારોદ્ધારના એકસોને ચોરાણુમાં દ્વારમાં કહેલું છે કે, રત્નપ્રભા નરકના ઉપરના ભાગમાં આવેલા હજાર યોજનવાળા રત્નકાંડના ઉપર નીચે છોડેલા સો યોજનમાં પણ ઉપર નીચે દશ-દશ યોજન છોડીને વચ્ચેના એંસી યોજનમાં આ દેવોના આવાસો 240
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy