________________ अणत्तट्ठिय - अनात्मार्थिक (त्रि.) (પરમાર્થી, સ્વાર્થી નહીં તે 2. અસ્વીકૃત, પોતાનું નહીં કરેલું તે) કોઇક ઠેકાણે સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે આ ધરતી પર વૃક્ષો હંમેશાં બીજા માટે ફળે છે. નદીઓનાં મીઠાં નીર કાયમ બીજા માટે જ વહેતા હોય છે અને જે પરોપકારરસિક છે તેવા મહાપુરુષોની સંપત્તિ બીજાના ઉપયોગ માટે જ હોય છે. તેમની દ્રવ્ય સંપત્તિ કે ગુણ સંપત્તિ સર્વદા બીજાના ભલા માટે જ થતી હોય છે. મત્તપv - અનાત્મપ્રજ્ઞ (ત્રિ.). (જેની બુદ્ધિ આત્મહિત કરવામાં નથી તે, વ્યર્થ બુદ્ધિવાળો) આચારાંગસુત્રના પ્રથમ શ્રતસ્કંધમાં કહેલું છે કે, હે જીવાત્મા ! તને મળેલી બુદ્ધિનો ઉપયોગ પોતાના આત્મહિત માટે કર. તેનાથી જ તારું કલ્યાણ થવાનું છે. જેની પાસે ઘણી બુદ્ધિ છે પરંતુ, સ્વાર્થવશ માત્ર ભોગ-સુખો મેળવવા માટે જ તેનો ઉપયોગ કરનાર પુરુષ અનાત્મપ્રજ્ઞ છે અર્થાત, જ્ઞાની પુરુષો તેને વ્યર્થબુદ્ધિવાળો કહે છે. કારણ કે તેવી બુદ્ધિ એકાંતે તેનું અહિત કરનારી જ હોય છે. U/gવ - મનાત્મવત્ (ત્રિ.) (સંકષાયી, કષાયથી યુક્ત). આત્માનો મૂળભૂત સ્વભાવ કષાય રહિતપણાનો છે. જે આત્મા કષાયથી મુક્ત હોય તે આત્મગત છે, પરંતુ જે જીવ કર્મોના આવરણના કારણે પોતાના અકષાથી ગુણથી ચૂત થઇ ગયો છે તે સકષાયી આત્મા ધર્મનો અધિકારી બનતો નથી. કારણ કે નિશ્ચયનયની અપેક્ષાએ ધર્મની સાચી ઉપાસના આત્માના અકષાયીભાવથી જ થાય છે. મારા//મ -મનારા/મન () (અપરિગૃહીત સ્ત્રીના અગમનરૂપ સ્વદારાસંતોષ વ્રતનો અતિચાર) જેમ ચારિત્ર ગ્રહણ કરનારા સાધુ માટે પંચમહાવ્રત આવશ્યક છે. તેમ જિનશાસનને પામેલા શ્રાવક માટે બાવ્રતોનો સ્વીકાર પણ જરૂરી છે. જેમ બારવ્રતો છે તેમ તેમાં લાગતા કલંકરૂપ અતિચારો પણ છે. ચોથા સ્થલમૈથુનવિરમણવ્રતમાં લાગતા અતિચારોમાંનો એક અતિચાર છે અપરિગુહીતાગમન, પોતાની પત્ની સિવાયની વેશ્યા, પતિવિરહિણી, પતિએ કાઢી મૂકેલી હોય, અનાથ વગેરે સ્ત્રીઓ સાથે સંબંધ રાખવો તે અપરિગ્રહીતાગમન નામનો અતિચાર છે. અગત્ય - અનર્થ (કું.) (અનર્થ હેતુ, એકવીસમો ગૌણ પરિગ્રહ) પ્રશ્નવ્યાકરણસૂત્રના પાંચમા આશ્રદ્વારમાં પરિગ્રહને અનર્થના હેતુ-કારણ તરીકે બતાવેલો છે. કેમ કે સૌ પ્રથમ વ્યક્તિને ધન મેળવવામાં ઘણા બધા અનીતિ આદિ સંઘર્ષોનો સામનો કરવો પડે છે. તે ક્ય બાદ જ્યારે ધનની પ્રાપ્તિ થાય ત્યારપછી તે મળેલા ધનને કોઈ લઈ ન જાય તે માટે તેનું રક્ષણ કરવાની ચિંતા સતાવે છે. આમ પરિગ્રહ અનર્થોની પંરપરાને સર્જનાર હોવાથી જ્ઞાની ભગવંતોએ અનર્થના હેતુભૂત પરિગ્રહનો સર્વથા ત્યાગ અથવા પરિગ્રહ પરિમાણ કરવાનો ઉપદેશ આપેલો છે. અસ્થિ - ૩અનર્થ (પુ.) (પરમાર્થ દૃષ્ટિએ નિરર્થક અઠ્યાવીસમો ગૌણ પરિગ્રહ, નિમ્પ્રયોજન) સંસારમાં રહેલા ગૃહસ્થ માટે પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો શક્ય નથી. પોતાના કે કુટુંબનો નિર્વાહ કરવા માટે ધનની જરૂર પડે જ છે. પરંતુ કેટલો પરિગ્રહ કરવો તેમાં વિવેક હોવો આવશ્યક છે. નિમ્પ્રયોજન અને અર્થરહિત પદાર્થોનો સંગ્રહ કરવો એ દુઃખ અને દુર્ગતિની નિશાની છે. પોતાનું જીવન સુખમય અને શાંતિમય પસાર થાય તેટલા પુરતા જ સાધનો રાખવા. બાકીના માટે પચ્ચખ્ખણ લઈ સંતોષ રાખવો જોઈએ. अणत्यकारग - अनर्थकारक (त्रि.) (પુરુષાર્થનો ઘાત કરનાર) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ મનુષ્યજીવનના આરાધ્ય પાસાઓ છે. માનવભવ મળ્યા પછી એ ચારેય પુરુષાર્થ આદરવા જોગ બને છે. આ ચારેય પુરુષાર્થો પરસ્પર ઘાતક ન બનતાં એકબીજાના પુરક કેમ બને એ રીતે સદ્દગુરુના માર્ગદર્શન 238