SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ લઠ્ઠત્તિ - અનાર્તશર્તિ (ત્રિ.). (નિષ્કલંક કીર્તિ છે જેની તે, અબાધિત કીર્તિયુક્ત) ચોવીસ તીર્થકરોમાં ત્રેવીસમા તીર્થાધિપતિ ભગવાન પાર્શ્વનાથનું એક બીજું નામ છે પુરુષાદાનીય, અથg, જગતના તમામ જીવો માટે જે ઉપાસનીય અને પૂજનીય છે એવા પુરુષાદાનીય પાર્શ્વનાથ. તેઓની નિષ્કલંક કીર્તિ ઊર્ધ્વલોક, અધોલોક અને મનુષ્યલોક એમ ત્રણેય લોકમાં ફેલાયેલી છે. અન્ય પુરુષોની કીર્તિ કોઇકને કોઈક અવગુણના કારણે કલંકિત થઈ શકે છે. પરંતુ, ભગવાન પાર્શ્વનાથની કીર્તિમાં કોઇ જ કલંક લાગેલું નથી. જે જીવો તેમના શરણે જાય છે તેઓ પણ નિષ્કલંકકીર્તિના સ્વામી બને છે. ગણદંડ- અનર્થ ઇટ (કું.) નિમ્પ્રયોજન પ્રાણીઓનું ઉપમર્દન કરવું તે, નિષ્કારણ પાપ કરવા તે, સ્વાર્થ વગર આત્માને દંડવો તે, બીજું ક્રિયાસ્થાનક) જે સ્થાને જે પ્રવૃત્તિની જરૂર ન હોય છતાં પણ કરે તો આપણે તેને અજ્ઞાની અથવા મૂર્ખ કહીશું. કેવલી ભગવંતોએ પણ કહેલું છે કે, જીવ નિરર્થક મન-વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા વિપુલ કર્મોનો બંધ કરે છે. પોતાના કુટુંબ, પરિવારના નિર્વાહાદિ માટે નિર્દોષ જીવોના વધ જેવી પાપ ક્રિયાઓ કરતો રહે છે. અને પરભવમાં પીડા આપનારી આવી પાપપ્રવૃત્તિઓથી ઉપાર્જિત કર્મોના કારણે સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરતો રહે છે. अणट्ठादंडवेरमण - अनर्थदण्डविरमण (न.) (અનર્થદંડથી નિવર્તવું તે, શ્રાવકનું આઠમું વ્રત, શ્રાવકનું ત્રીજું ગુણવ્રત) જે નિરર્થક પ્રવૃત્તિથી આત્મા દંડાય તે અનર્થદંડ કહેવાય છે. મનુષ્યના જીવનમાં મોટા ભાગની આફતો અનર્થક પ્રવૃત્તિઓથી જ ઊભી થાય છે. આથી જ શ્રાવકના બાવ્રતોમાં આઠમું વ્રત અનર્થદંડવિરમણ બતાવવામાં આવેલું છે. આ વ્રતના પાંચ અતિચારો વર્ણવ્યા છે. જેઓ પણ નિરર્થક કે અનર્થદંડની પ્રવૃત્તિઓથી દૂર રહે છે તેનો આ ભવ અને પરભવ બન્ને સુધરે છે. માધિ - મનઈવન્શિન (ઈ.) (વિના પ્રયોજન પખવાડીયામાં બે, ત્રણ કે વધુ વખત પાત્ર આદિને બંધન આપનાર સાધુ-સાધ્વી) કલ્પસૂત્રમાં સામાચારીના કથન વખતે કહેવું છે કે, જે સાધુ કે સાધ્વી પખવાડિયામાં બે, ત્રણ કે તેથી વધુ વખત સ્વાધ્યાય આદિની હાનિ કરીને નિષ્કારણ પાત્રાદિને બાંધે છે તે અનર્થબંધી છે. પાત્રાદિમાં જીવજંતુ જતુ ન રહે તે માટે એકવારનું બંધન આવશ્યક છે. પરંતુ નિરર્થક બે, ત્રણ વખત વીંટાળી-વીંટાળીને પાત્ર બાંધતાં જ્ઞાન-દર્શન-ચારિત્રની હાનિ થતી હોવાથી ત્યાજ્ય છે. અણs - મટન (.) (બ્રમણ ન કરવું તે, નહીં રખડવું તે) આજના સમયમાં ગુરુભગવંતના પ્રવચનોમાં જવું લોકોને કંટાળાજનક લાગે છે. વ્યાખ્યાનમાં જવાની વાત આવે એટલે તરત બોલી ઊઠે ચાલોને યાર ક્યાંક બીજે ફરવા જઇએ. વ્યાખ્યાનમાં તો ઊંઘ આવે છે. અને પછી, બસ આખા ગામમાં પ્રાણીની જેમ ભટક્યા કરે. અરે ભાઇ! અનંતાભવોથી તો એક ગતિમાંથી બીજી ગતિમાં ભટક્યા જ કર્યું છે. આ માનવભવ તો જન્મોજનમના ચાલતા સંસારપરિભ્રમણને અટકાવવા માટે છે. તેથી નક્કી કરી લેવું જોઇએ કે બસ! હવે મારે વધુ ભવોમાં રખડવું નથી. અહો (રેશ) (જાર, ઉપપતિ). જે સ્ત્રી પોતાના પતિ સિવાયના પરપુરુષ સાથે સંબંધ રાખે છે તેને સમાજ કુભાય કે કુલટા સ્ત્રીના નામે ઓળખે છે. સમય આવ્યે તેવી સ્ત્રીઓની પરિસ્થિતિ ન ઘરની કે ન ઘાટની થતી હોય છે. યાદ રાખજો! જૈનકુળમાં જન્મ મળ્યા પછી વીતરાગી દેવ અને પંચમહાવ્રતધારી ગુરુદેવ મળ્યા પછી અન્યધર્મમાં અને અન્યાન્ય ગુરુઓમાં માથું માર્યા કરવું તે જારપુરુષને સેવનારી સ્ત્રીની જેમ કફોડી સ્થિતિને પ્રાપ્ત કરે છે. કિત પતિવ્રતા સ્ત્રીની જેમ જેઓ પોતાના દેવ-ગુરુ અને ધર્મને વફાદાર રહે છે તેઓ આ ભવ અને આવનારા કેટલાય ભવો સુધી સુખી થઈ પરંપરાએ મોક્ષના સુખ ચાખે છે. અrણા - નર્થ ( વ્ય.) (શત્રુને નહીં આપીને) 133
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy