SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ જે હકીકતમાં સાધુતાના ગુણોને ધારણ કરે છે તેમને ક્યારેય પણ પોતે સંયમી સાધુ છે તેની જાહેરાત કરવી પડતી નથી. તેમના ગુણો જ તેમના શ્રમણધર્મને ઓળખાવનારા હોય છે. પરંતુ જેઓ માત્ર વેશથી જ સાધુ બનેલા છે અને મોક્ષ માર્ગ તો દૂર પણ સાધુમાર્ગને ય જાણતા નથી તેઓ પોતાને સાધુ તરીકે ઓળખાવવા માટે જોર-શોરથી પ્રચાર કરતા જોવા મળે છે. अणगारसामाइय - अनगारसामायिक (त्रि.) (સર્વવિરતિ ચારિત્રરૂપ સામાયિક, સાધુનો ધર્મ, મુનિનો આચાર) માતુષ મુનિ પાસે પૂર્વોનું કે આગમોનું જ્ઞાન ન હતું. તેઓ કોઈ વિદ્વાન નહોતા. પરંતુ તેમની પાસે શ્રમણજીવનની શોભારૂપ અષ્ટપ્રવચનમાતાનું સ્પષ્ટ જ્ઞાન હતું. અષ્ટપ્રવચનમાતાનું પાલન એ સર્વવિરતિ ધર્મના પ્રાણ સમાન છે. अणगारसीह - अनगारसिंह (पुं.) (મુનિઓમાં સિંહ સમાન સાધુ) ભવ્ય જીવ જે દિવસે વ્રજ્યા ગ્રહણ કરે છે તે જ દિવસથી તે કર્મરાજા સાથે યુદ્ધનું એલાન કરે છે કે, હે કર્મરાજા ! આજથી હું પુદ્ગલ, સંપત્તિ, સ્વજન અને સ્વદેહ પરના મમત્વનો ત્યાગ કરું છું. અને જેટલા પણ ઉપસર્ગો અને પરિષહો આવશે તે બધાને હસતા મુખે સહન કરીશ. કેમ કે મારી પાસે છે પરમાત્માની આજ્ઞારૂપી શસ્ત્ર. તેની સહાયથી હું તમારી પર વિજય મેળવીને મોક્ષ સામ્રાજય પર રાજ કરીશ. કોટી કોટી વંદન હોજો! મુનિઓમાં સિંહ સમાન આવા શ્રમણોત્તમને. મારસુય - મનરશ્રત () સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન) अणगारि (ण)- अनगारिन् (पुं.) (સયત, ગૃહ આદિનો ત્યાગ કરનાર, સાધુ). જિનેશ્વર પરમાત્માનો શાસનધ્વજ વૈશ્વિક ફલક પર સદાય લહેરાયમાન છે. તે કોઇ એક જાતિ કે સમાજ પૂરતો નથી. તેનો પુરાવો. છે જિનાજ્ઞાપાલક શ્રમણ. દીક્ષા પહેલા તેઓ એક ઘરમાં રહેતા હતા. તેઓ કોઇના પુત્ર, ભાઈ કે સ્વજન હતા. પરંતુ જે દિવસથી તેઓ દીક્ષા લઇને ગૃહનો ત્યાગ કરે છે તે દિવસથી તેઓ અમુક સ્વજનના મટીને આખા જગતના મિત્ર બની જાય છે. આખું જગત તેમનું ઘર બને છે. - મનમરિવહ (ત્રિ.). (સાધુ સંબંધી સર્વવિરતિ સામાયિકાદિ અનુષ્ઠાન) ષોડશક પ્રકરણમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે ત્રણ પ્રકારના જીવો બતાવ્યા છે. બાલ, મધ્યમ અને પંડિત. તેમાં જે મધ્યમ પ્રકારના જીવો હોય છે તેઓ માત્ર વેશ જોઇને સાધુને વંદન કરનાર હોતા નથી. પરંતુ શાસ્ત્રમાં કહેલા સાધુ સંબંધી જેટલા અનુષ્ઠાનો છે તેનું તેઓ પાલન કરે છે કે નહીં ? તેને જોયા પછી નક્કી કરે છે કે આ સાધુ વંદનીય છે કે અવંદનીય. अणगारिया - अनगारिता (स्त्री.) (સાધુપણું, સાધુવૃત્તિ, સાધુનો ભાવ) સાધુ એટલે સંયત અને વૃત્તિ એટલે આચાર. સંયત જેવી વૃત્તિ જેની હોય તે જ ખરા અર્થમાં સાધુ છે. કેમ કે સાધુતા વેશમાં નહીં પરંતુ, વેશને ધારણ કરનારા આત્માના ભાવોમાં વસેલી હોય છે. જેનું આચરણ સંયમી જેવું હોય તેણે ભલે શ્રમણવેશ ધારણ કર્યો ન હોય તો પણ તે સાધુ જ છે. અને જેનામાં જરાપણ સાધુતા ન હોય તે ગમે તેટલા ઉજળા વસ્ત્ર પહેરી લે તેના વસ્ત્રોનો કોઇ જ મતલબ સરતો નથી. अणगाल - अनगाल (पुं.) (દુષ્કાળ, દુભિક્ષ) દુકાળ બે પ્રકારના છે સૂકો દુકાળ અને લીલો દુકાળ. જે સમયમાં વરસાદ પડે નહીં અને લોકો પાણીની એક બુંદ માટે પણ તરસે તે છે સૂકો દુકાળ અને જે સમયમાં માત્રાથી અધિક પ્રમાણમાં વૃષ્ટિ થાય, ગામમાં પૂર આવે, ખેતરોમાં પાણી ઘૂસી જાય અને ચારેય બાજુ પાણી જ પાણી થાય તેને કહેવાય લીલો દુકાળ, બસો વર્ષ પહેલાં એવો કાળ હતો કે, કોઈ સાધુ જ થવા તૈયાર નહોતા. પરંતુ 228
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy