________________ જે આહારના કોળિયા કરીને મુખ વાટે ખાઈ શકાય તેને કવલાહાર કહેવાય અને જેને મુખથી નહીં પરંતુ, શરીર દ્વારા આરોગી શકાય તેને લોમાહાર કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિમાં રહેલા જીવોને આ બન્ને પ્રકારના આહાર સંભવે છે. જ્યારે દેવ અને નારકના જીવોને કવલાહાર ન હોવાથી તેઓ લોમાહાર કરે છે. તેઓ સ્વયં જે આકાશ પ્રદેશને અવગાહીને રહેલા હોય છે તે પ્રદેશની નજીમાં જ રહેલા આકાશ પ્રદેશમાંથી આહારના પગલોને શરીરના માધ્યમથી ગ્રહણ કરતાં હોય છે. अणंतरिय -- अनन्तरित (त्रि.) (અવ્યવહિત, વ્યવધાનરહિત) પરમાત્મા સાથેનો આપણો તાદાભ્ય સંબંધ હોવો જોઈએ. જેમાં પરમાત્મા અને આપણે આ બન્નેની વચ્ચે બીજું કોઇ પ્રવેશી જ ના શકે, બન્નેના આત્માની વચ્ચે કોઈ જ વ્યવધાન કે અંતર ન હોય. પ્રભુ સિવાયનો પરિવાર કે અન્ય સ્વજનોનો પ્રેમ સ્પર્શી જ ન શકે તેનું નામ તાદામ્ય સંબંધ. અવધૂત યોગી આનંદઘનજી મહારાજનો પરમાત્મા સાથે આવો જ તાદાભ્ય સંબંધ હતો. આથી જ તો તેમણે પોતાના સ્તવનમાં કહેવું છે કે, “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો ઓર ન ચાહું રે કંત’ अणंतरोगाढग - अनन्तरावगाढक (पुं.) (પ્રકત સમયમાં આકાશ પ્રદેશને અવગાડી રહેલો જીવ) * સ્થાનાંગસુત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, નારકી વગેરેના જીવો પ્રકત સમયે અર્થાત્, પ્રથમ સમયમાં વિવક્ષિત દ્રવ્ય કે ક્ષેત્રને વિષે વ્યવધાનરહિત અવગાહીને રહેલા હોય ત્યારે તેઓ અનંતરાવગાઢક કહેવાય છે. अणतरोवणिहा - अनन्तरोपनिधा (स्त्री.) (અનંતર-પાસેના યોગસ્થાન સાથે તેના પછીના યોગસ્થાનની માગણી કરવી તે) ૩ના શબ્દ સોપસર્ગ 35, જિ અને થા ધાતુ એમ ત્રણ શબ્દ પરથી બનેલા છે. 35 એટલે નજીકમાં અને નિથા એટલે રહેલું. સંસ્કૃતમાં ધાતુના અનેક અર્થો થતા હોવાથી ૩પનિયા એટલે માર્ગણાનો અર્થ કરેલો છે. અર્થાત્ પૂર્વના યોગસ્થાનને આશ્રયીને ઉત્તરવર્તી રહેલા યોગસ્થાનની માગણાને અનન્તરોપનિધા કહેવાય છે એમ કર્મપ્રકૃતિ ગ્રંથમાં જણાવેલું છે. अणंतरोववण्णग - अनन्तरोपपन्नक (पु.) (પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલ જીવ, જેને ઉપજયે એક સમય થયો છે તે નૈરયિકથી લઈ વૈમાનિક સધીના જીવ) મનુષ્ય કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને જન્મ બાદ શરીર અને મન-બુદ્ધિ આદિની વૃદ્ધિ થતાં કેટલાક દિવસો કે મહિનાઓ લાગતા હોય છે. પરંતુ નરક અને દેવલોકમાં ઉત્પન્ન થનારા જીવોમાં ઉત્પન્ન થતાં જ તેઓ એકદમ યુવાવસ્થા જેવા શરીરવાળા હોય છે. अणंतवग्गभइय - अनन्तवर्गभक्त (त्रि.) (અનંતને અનંત ગુણા કરી તેને વિભક્ત કરેલું, અનંતને વર્ગે કરી ભાગ પાડેલું-વહેચણી કરેલું) अणंतवत्तियाणुप्पेहा - अनन्तवृत्तितानुप्रेक्षा (स्त्री.) (શુક્લધ્યાનની પ્રથમ અનુપ્રેક્ષા, અનંતકાળથી ભવ ભ્રમણ થાય છે તેનાથી નિવર્તવાનું ચિંતવન કરવું તે) આ જીવ અનાદિકાળથી દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારક યોનિમાં ભમતો જ રહ્યો છે અને ન જાણે હજી કેટલું ભમશે તે પણ ખબર નથી. આ પ્રકારના ચિંતનને અનંતવૃત્તિતાનુપ્રેક્ષા કહેવાય છે. શુક્લધ્યાનના ચાર પાયામાંની આ પ્રથમ અનુપ્રેક્ષા છે. *મનાવર્તતાનુક્ષા (સ્ત્રી.) (શુક્લધ્યાનની ભાવનાનો એક ભેદ) अणंतविजय - अनन्तविजय (पुं.) (ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં થનારા ચોવીસમા તીર્થકર 2. યુધિષ્ઠિરનો શંખ). મહાભારતમાં જેમ કૃષ્ણ વાસુદેવ પાસે પંચજન્ય શંખ હતો અર્જુન પાસે ગાંડીવ નામક ધનુષ્ય હતું. તેમ પાંચેય પાંડવોમાં સૌથી જયેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર પાસે યુદ્ધમાં વિજયનાદ કરનાર એક શંખ હતો જેનું નામ અનંતવિજય હતું. ત્રિષશિલાકાપુરુષ ચરિત્રમાં આનો ઉલ્લેખ આવે છે. 2013