SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિ પણ દુઃખપૂર્વકની હોય છે. ત્યાંનું જીવન દુઃખ પ્રચુર હોય છે અને મૃત્યુ પણ વેદનાપૂર્ણ હોય છે. નરકના જીવોને પ્રત્યેક ક્ષણમાં ઘોરાતિઘોર વેદનાનો અનુભવ કરવો પડતો હોય છે. अणंतरगंठिय - अनन्तरग्रन्थित (त्रि.) (અંતરરહિત એકની પાસે બીજી ત્રીજી એમ પાસે પાસે લાગેલી ગાંઠોની સાથે ગુંથેલું) ગૂંથણકલા એ ભારતની પ્રાચીન હસ્તકલા છે. તેમાં હથોટી મેળવેલા કારીગરો એવી બેનમૂન રચનાઓ બનાવતા હોય છે કે, તેને જોનારા મોઢામાં આંગળી નાખી દે. કેટલાક કારીગરો માત્ર ગાંઠોની કરામતથી સામાન્ય દોરીને પણ કલાકૃતિનો ઓપ આપે છે. પાસે પાસે રહેલી ગાંઠો એવી રીતે ગૂંથેલી હોય કે, જોનારને એમ થઇ જાય કે ઓહ શું આવું પણ હોઈ શકે? પરમાત્મા કહે છે કે, આવું થવું એ તો સામાન્ય છે. પરંતુ કર્મસત્તા જીવોના મનમાં રહેલા રાગ-દ્વેષની ગ્રન્થિના કારણે એવી એવી ગતિઓમાં ફેંકી દે છે કે, જીવનો ફરીવાર સત્યધર્મની પ્રાપ્તિ દ્વારા ઉદ્ધાર થવો અશક્ય લાગે. अणंतरच्छेय - अनन्तरच्छेद (पुं.) (પોતાના નખ કે દાંતથી છેદન કરવું તે, નખ કે દાંતથી બે ટુકડા કરવા) નિશીથચૂર્ણિના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, જેમ લોકમાં બીજા પર પ્રહાર કરવા માટે મુક્કા, લાત આદિનો પ્રયોગ થાય છે તેમ જીવ પોતાના જ શરીર ઉપર પોતાના જ દાંત કે નખાદિથી પ્રહાર કરે તો તેને અનંતર છેદ કહેવાય. આવું બનવાના ઉદાહરણો પણ લોકમાં પ્રસિદ્ધ છે. अणंतरणिग्गय - अनन्तरनिर्गत (त्रि.) (આંતરારહિત એક જ સમયે નીકળેલું). अणंतरदितय - अनन्तरदृष्टान्तक (पं.) (પરોક્ષ હોવાથી દાઝત્તિક અર્થને સાધી આપનાર ન હોય તેવો દૃષ્ટાન્તનો ભેદવિશેષ) કોઇ ચર્ચા, વાદ, કે શાસ્ત્રમાં પોતાના મત કે કથનને સિદ્ધ કરવા માટે તેની પુષ્ટિ કરનારા ઉદાહરણોનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ દશવૈકાલિકસૂત્રમાં અનન્તરદૃષ્ટાન્ત નામક દૃષ્ટાન્તનો એક ભેદ બતાવવામાં આવેલો છે. તેના માટે કહેલું છે કે, વાતની પુષ્ટિ માટે આવા દષ્ટાન્તનો પ્રયોગ કરવા છતાં પણ તે દષ્ટાન્ત પરોક્ષ અને આગમગમ્ય હોવાથી તે દાન્તિક અર્થને સાધવામાં સમર્થ થતું નથી. अणंतरपच्छाकड - अनन्तरपश्चात्कृत (त्रि.) (વર્તમાનથી પહેલાનો સમય, વર્તમાનની જોડેનો આગલો સમય) બાણમાંથી નીકળેલું તીર, બંદૂકમાંથી નીકળેલી ગોળી, મુખમાંથી નીકળેલું વચન અને એકવાર ગયેલો સમય પાછા આવતા નથી. વર્તમાનની પ્રત્યેક ક્ષણ બીજી જ ક્ષણે ભૂતકાળ બની જાય છે અને તે આગલી ક્ષણમાં થઇ ગયેલી ભૂલ બીજી ક્ષણથી લઈને આખી જીંદગી સુધી ચાલે છે. એમ થાય છે કે અરે, આ એક ક્ષણ પહેલા મેં આમ ન કર્યું હોત તો? માટે જ શાસ્ત્રમાં કહેલું છે કે બાદ પંડી' જે ક્ષણને જાણે છે તે પંડિત છે. अणंतरपज्जत्त - अनन्तरपर्याप्त (पुं.) (પર્યાપ્ત થવાનો પ્રથમ સમય, પ્રથમ સમયમાં પર્યાપ્ત નારકાદિ) જીવોના બે પ્રકાર છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. જે જીવો જીવન જીવવા યોગ્ય પયંતિ પૂર્ણ કર્યા વગર મૃત્યુ પામે અથવા જયાં સુધી પતિ પૂર્ણ ન કરી હોય ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય છે. પરંતુ જે જીવને વિષે હવે “આ નિચે પર્યાપ્ત છે' એમ નક્કી થાય તેના પ્રથમ સમયને અનન્તરપર્યાપ્ત કહેવાય છે. अणंतरपरंपरअणिग्गय - अनन्तरपरम्परानिर्गत (पुं.) (પ્રથમ સમયમાંથી નીકળેલું) ભગવતીસૂત્રના ૧૪મા શતકના પ્રથમ ઉદ્દેશામાં કહેવું છે કે, જે જીવો નરકનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રથમ સમયે ત્યાંથી બીજી ગતિમાં જવા માટે નીકળી ગયા છે, પરંતુ હજી બીજાભવમાં ઉત્પત્તિ થઈ નથી તેવા વિગ્રહગતિમાં રહેલા જીવને અનંતરપરંપરાનિર્ગત
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy