________________ अडवीदेसदुग्गवासि (ण)- अटविदेशदुर्गवासिन् (पुं.) (જંગલી પ્રદેશમાં જળ અને સ્થળ રૂપ કિલ્લામાં વસનાર ચોરાદિ) વિકટ અને ઘનઘોર જંગલમાં વસનારી જંગલી પ્રજાને કુદરત પોતે રખોપું પૂરું પાડતી હોય છે. ગમે તેવા સાધનસંપન્ન માહોલમાં રહેનારા આપણા કરતા દુર્ગમ જળ અને પહાડોની વચ્ચે રહેનારી પ્રજા આપણા કરતાં વધુ સુરક્ષિત અને સશક્ત દેખાય છે. મતિ (વી) વાસ - અરવિ (વ) વાસ (.) (જંગલમાં વસવું તે, અરણ્યવાસ) એકવીસમી સદીનો માનવી ટી.વી.ના પડદે ઘનઘોર જંગલો કે ઊંચા ઊંચા પર્વતો જોઈ હરખાય ખરો પણ તેને કુદરતે બક્ષેલા. વનરાજીના રૂપ-સૌંદર્યની વચ્ચે વસવાનું કે એ વનશ્રીની અણમોલ સંપત્તિને અનુભવવાનું સૌભાગ્ય તો ભાગ્યે જ મળી શકે. મહસ- ગણ (4) પષ્ટિ (સ્ત્રી.). (અડસઠની સંખ્યા, સાઈઠ અને આઠ) પ્રવચન સારોદ્ધારમાં જણાવ્યાનુસાર, વિમલનાથ ભગવાનના સાધુઓની સંખ્યા અડસઠ હજાર હતી. જ્યારે ગણધર ભગવંતો સત્તાવન, શ્રાવકો બે લાખ આઠ હજાર, સાધ્વીઓ એકલાખ આસ્સો અને શ્રાવિકાઓ ચાર લાખ ચોવીશ હજાર હતી. મહાવો (રેશ) (હા, તે પ્રમાણે) ગવાર - દિન (કું.) (ચામડાની પાંખવાળું એક પક્ષી, ચામાચીડિયું) પ્રજ્ઞાપનામુત્ર અને જીવાભિગમસત્રમાં અનેક પક્ષીઓના નામોનો ઉલ્લેખ થયેલો છે. વાગોળની જાતના એક નાના કદના પક્ષીને પણ અડિલ્સ કહેવાય છે. અઢીદ્વીપની બહારના દ્વીપોમાં ફેલાયેલી પાંખોવાળા અને બંધ પાંખોવાળા એમ બે જાતના પક્ષીઓ વસે સડો (રેશ) (કૂવો, પાણી માટે જમીનમાં ખોદેલો ખાડો) લોકોક્તિમાં કહેવાય છે કે, “કુવામાં હોય તો હવાડામાં આવે ને' અર્થાતું, જે વસ્તુ જેનામાં હોય જ નહીં તે વસ્તુ તેની પાસેથી મળે ક્યાંથી? એટલા માટે આપણે વિવેક રાખવો જરૂરી છે. જેનામાં મોક્ષ અપાવવાની ક્ષમતા હોય તેવા વીતરાગ પાસે જ એની અપેક્ષા રખાય. अडोलिका - अटोलिका (स्त्री.) (ત નામે એક રાજપુત્રી 2. ઉંદરડી) બૃહત્કલ્પસૂત્રમાં આવતા ઉલ્લેખ પ્રમાણે અટોલિકા નામની એક રાજપુત્રી હતી. જે યુવરાજની પુત્રી અને ગર્દભરાજની બહેન હતી. પ્રફુલ્લ - fમ્ (થા.) (પ્રેરણા કરવી 2. ફેંકવું) પ્રેરણા કરવા છતાં જે સ્વચ્છંદાચારીપણે વર્તતો હોય તેનો ઉદ્ધાર સમર્થ ગુરુ પણ કરી શકતા નથી. શાસ્ત્રોમાં તો એવા શિષ્યને કુશિષ્ય કહ્યો છે અને તેને અસાધ્ય રોગી જેવો જાણીને ગુરુએ ત્યજી દેવો જોઈએ કારણ કે, વિનયી શિષ્ય જ ધર્મને પાત્ર કહેલો છે. gયા - ગડ્ડિા (સ્ત્રી) (મલ્લોની ક્રિયાવિશેષ) અડિકા એક પ્રકારની મલ્લયુદ્ધ કરનારાઓની ક્રિયાવિશેષ છે. આ ક્રિયા શાસ્ત્રથી નિરપેક્ષ અને માત્ર ઉપદેશ સ્વરૂપે કહેવાય છે એમ આવશ્યકસૂત્રની આચાર્ય શ્રીમલયગિરિજીની ટીકામાં ઉલ્લેખિત છે. 21,