________________ પરંતુ તે બધામાં સર્વોત્કૃષ્ટ કોણ? ત્યારે મહાવીર પ્રભુએ કહ્યું, હે શ્રેક્ટ્રિક ! મારા ચૌદ હજીર શિષ્યોમાં જો કોઈ ઉત્કૃષ્ટ હોય તો તે છે ધન્ના કાકંદી અણગાર ! તેઓ દીક્ષા દિનથી જ ચઢતા પરિણામે છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે અને પારણામાં જેના પર માખી પણ બેસવા તૈયાર ન થાય તેવો નિરસ આહાર ગ્રહણ કરે છે. આવા તપના કારણે તેમના શરીરમાંથી માંસ સાવ સુકાઈ ગયું છે અને ચામડી માત્ર શરીરને વળગીને રહી છે. સૂકાઇ ગયેલા વૃક્ષના ટૂંઠા જેવું તેમનું શરીર છે. શુદ્ધ - સ્વયુદ્ધ (). (હાડકાંથી કે હાડકાંના બનેલા હથિયારથી એક બીજા પર પ્રહાર કરવો તે). પ્રાચીન સમયમાં યુદ્ધ કરવા માટે બનાવવામાં આવતા શસ્ત્રોમાં હાડકાંમાંથી પણ શસ્ત્રો બનાવવામાં આવતા હતા. આથી પરમાત્માએ શ્રાવકે નહીં કરવા યોગ્ય પંદર કદાનમાં પશુ સંબંધી હાડકાના વ્યાપારનો પણ નિષેધ કરેલો છે. પશુ વગેરેના હાડકાંમાંથી બનેલા હથિયારો યુદ્ધમાં એક બીજાને મારવા માટે કરવામાં આવતો હોય છે. માટે હાડકાંનો વ્યાપાર નિષિદ્ધ છે. ટ્ટિા - એસ્થિપ્પામ (જ.). (અનિવડે બનેલું હાડકું, બળેલું હાડકું) માપસર - મલ્શિયાત (જ.) (હાડકાંની સેંકડો માળા) સભ્યલોકોમાં જેમ સોનાના હાર વગેરે ઘરેણાં શરીરની શોભા માટે ઓળખાય છે તેવી રીતે અસભ્ય અને આદિવાસી લોકોમાં હાડકાંની માળા શરીરની શોભા માટે વપરાય છે. તેઓ હાડકાંના ઘરેણાં બનાવીને પહેરવામાં પોતાની શાન સમજે છે. બુદ્ધના સમયમાં પણ અંગુલીમાલનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તે લોકોની હત્યા કરીને તેમની આંગળીની માળા બનાવીને ગળામાં પહેરતો હતો આથી તેનું નામ અંગુલીમાલ પડી ગયું હતું. પાછળથી બુદ્ધે તેને પ્રતિબોધ કર્યો અને તે ગૌતમબુદ્ધનો અનુયાયી બન્યો હતો. अद्विधमणिसंताणसंतय - अस्थिधमनिसन्तानसन्तत (त्रि.) (હાડકાં અને નસોથી વ્યાપ્ત, નસોના જાળથી વ્યાપ્ત 2. અત્યંત દુર્બળ શરીર જેનું હોય તે) તામલી તાપસે સાંઈઠ હજાર વર્ષ સુધી તપ કરીને પોતાના શરીરને અત્યંત કૃશ અને નિરસ કરી નાખ્યું હતું. તેના શરીરમાં નસો અને હાડકાં સ્પષ્ટ દેખાતા હતાં. આવો ઘોર તપ કર્યો હોવા છતાં પણ તે માત્ર બીજા દેવલોકનો ઈન્દ્રજ બન્યો. તેનું કારણ એક જ છે કે તેણે કરેલો તપ જિનાજ્ઞાનુસારનો ન હતો. અન્યથા જો તેને તપ જિનાજ્ઞાનુસાર કર્યો હોત તો નિશે તેનો તે ભવમાં જ મોક્ષ થાત. મિંગળ - મન (1) (કરોડરજ્જુ, શરીરદંડ) માણસના શરીરમાં રહેલી કરોડરજ્જુને શરીરનો આધારસ્તંભ ગણવામાં આવી છે. જો તે તૂટી જાય તો શરીર કોઇ જ કામનું રહેતું નથી. તેમ અહિંસા એ ધર્મની કરોડરજ્જુ સમાન છે. જો અહિંસાનું પાલન કરવામાં ન આવે તો ધર્મની ઇમારત કડડભૂસ થઈને તૂટી, પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આજે કેટલાક અજ્ઞાનીઓ ગાડરિયા પ્રવાહમાં તણાઇને હિંસામાં ધર્મ માને છે. જે ક્યારેય સદ્ગતિ કે મોક્ષફળ આપી શકતો નથી. માટે પ્રભુએ અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. ટ્ટિના - કિગ્રા (સ્ત્રી). (હાડકાનો માવો, જેમાંથી રેત-વીર્ય ઉત્પન્ન થાય છે તે 2. હાડકાંની ચરબી). ખેતરમાં ઉગેલો કપાસ ફેક્ટરીમાં જઈને મશીન પર ચઢીને ક્રમશઃ વસ્ત્ર સ્વરૂપે બને છે તેમ શરીર પણ એક મશીન જેવું જ છે તેમાં ગયેલો આહાર લોહી, માંસ, હાડ વગેરે સાત ધાતુ રૂપે પરિણમે છે. અને તેમાંથી જ સમસ્ત શરીરના સારરૂપ વીર્ય બને છે. જે રેતસું અર્થાતુ, વીર્ય તરીકે ઓળખાય છે. મુમુક્ષુ અને મહાત્માઓ તે વીર્યને અધ્યાત્મમાર્ગે લઈ જાય છે. તેઓ વીર્યને માનસિક શક્તિમાં પરિણાવે છે જેના કારણે તેઓ અપૂર્વ અને અશક્ય કાર્યો પણ કરી શકતા હોય છે. अद्धिमिजाणुसारि (ण) - अस्थिमिञ्जानुसारिन् (त्रि.) (અસ્થિ મજ્જા ધાતુમાં વ્યાપ્ત) 207