________________ મવિર - અષ્ટવિઇ (ત્રિ.). (આઠ પ્રકાર છે જેના તે, અષ્ટપ્રકારી) મકાન જયાં સુધી આવરણોથી ઢંકાયેલું છે ત્યાં સુધી ઘરમાં સૂર્યપ્રકાશ પ્રવેશી શકતો નથી. તેમ જયાં સુધી આત્મા પર આઠ પ્રકારે કર્મરૂપી આવરણ ચઢેલું છે ત્યાં સુધી સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રવેશી શકતો નથી. અને જ્યાં સમ્યગુજ્ઞાન ન હોય ત્યાં કેવલજ્ઞાન કેવી રીતે પ્રગટે? સફર્યા - અર્થાતિ (સ્ત્રી.) (જેની અંદર સો અર્થ રહેલા હોય છે, જેના સો અર્થ નીકળતા હોય તેવી વાણી આદિ) પ્રાચીનકાળમાં એવા મૂર્ધન્યકોટીના વિદ્વાનો હતા કે જેમના એક શબ્દના ઉચ્ચારણમાં સેંકડો અર્થ નીકળતા હતા. તેઓ તેવા પ્રકારના અપૂર્વ કાવ્યાદિની પણ રચના કરતા હતા. જેમ કે સમયસુંદરજીએ રાજાનો ' શબ્દના આઠ લાખ અર્થ કર્યા હતા. તેવી જ રીતે નજીકના કાળમાં હીરસૂરિ મ.સાના શિષ્ય સેનસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં આવતી પ્રથમ ગાથા ‘નમો દુર્વાપર'ના પાંચસો અર્થ કર્યા હતા. ખરેખર, આજના કાળમાં તેવા વિદ્વાનોનો દુકાળ છે. માંધાડ - મણસર (પુ.) (આઠ પ્રકારના પ્રાયશ્ચિત્તનો સમૂહ). અર્થ - અશાત (જ.) (એકસો આઠ) નવકારમંત્રમાં આપણે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરીએ છીએ તે પાંચેય પરમેષ્ઠીના ગુણોનો સરવાળો એકસો આઠ થાય છે. અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના સત્યાવીસ. માનવમાંથી મહામાનવ બનવા માટેની પ્રોસેસ એટલે એકસો આઠ ગુણોવાળા પંચપરમેષ્ઠીનું સ્મરણ. નવકાર ગણનારા આપણને તેમના ગુણોનું જ્ઞાન હોવું જ જોઈએ. अट्ठसयसिद्ध - अष्टशतसिद्ध (पुं.) (એકસો આઠ સિદ્ધ) અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં જે ન બન્યું હોય અને જે માનવામાં ન આવે તેવી ઘટનાને શાસ્ત્રકારોએ અચ્છેરા તરીકે ગણાવી છે. શાસ્ત્રમાં વિધાન છે કે, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા 108 જીવો એક સાથે સિદ્ધ ન થાય. પરંતુ પરમાત્મા આદિનાથ પોતાના 99 પુત્રો અને આઠ પૌત્રો સાથે અષ્ટાપદ પર્વત પર અનશનપૂર્વક સિદ્ધ થયા. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા 108 જીવોનો મોક્ષ આ અવસર્પિણીમાં થયેલા દશ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. મgણસ - મહત્ર () (એક હજાર આઠ, એકહજાર આઠની સંખ્યા) अट्ठसामइय - अष्टसामयिक (त्रि.) (જેમાં આઠ સમય થતા હોય તે, આઠ સમયના પ્રમાણવાળું, આઠ સમયમાં ઉત્પન્ન થનારું) દંડક પ્રકરણમાં સાત પ્રકારના સમુદ્યાત બતાવવામાં આવેલા છે. તેમાંનો એક સમુદ્યાત છે કેવલીમુદ્દાત. કેવલીસમુઘાત કુલ આઠ સમયનો હોય છે. આ આઠ સમયમાં કેવલી ભગવંતો પોતાના શેષ રહેલા કર્મોનો ક્ષય કરવાનું કાર્ય કરે છે અને આઠ સમયની પૂર્ણાહુતિ થતાં તેઓ મોક્ષગતિમાં સિધાવતા હોય છે. અરેખ - લેર (.) (વત્સગોત્રમાં ઉત્પન્ન થયેલો પુરુષ, વત્સગોત્રીય સંતાન) સમર્થન (.) (ત નામનો પુરુષ વિશેષ) अट्ठसोवणिय - अष्टसौवर्णिक (त्रि.) (આઠ સોનામહોર પ્રમાણવાળું, જેનું વજન આઠ સોનામહોર જેટલું હોય તે) 101