SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ अज्झवसाणावरणिज्ज - अध्यवसानावरणीय (न.) (ભાવચારિત્રને અટકાવનાર એક કર્મપ્રકૃતિ, ચારિત્રમોહનીયની પ્રકૃતિ વિશેષ, મનના પરિણામને ઢાંકનારું કમ) આઠ કર્મોમાં સૌથી વધુ ભયાનક અને જીવને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવનાર મોહનીય કર્મ છે. તેના બીજા ભેદ તરીકે ચારિત્રમોહનીયકર્મ છે. જીવ ચઢતા પરિણામે વર્તતો હોય અને ચારિત્ર અંગીકાર કરવાની તાલાવેલી જાગી હોય ત્યાં આ કમી જીવાત્માના ભાવચારિત્રરૂપ મનના પરિણામોને પતિત કરી દે છે. માટે આને અધ્યવસાનાવરણીય કહેવાય છે. अज्झवसाय - अध्यवसाय (पुं.) (મનના સૂક્ષ્મપરિણામ, માનસિક સંકલ્પ 2, બંધહેતુભૂત આત્માની પરિણતિ વિશેષ, આત્માના સૂક્ષ્મપરિણામ) અધ્યવસાય શબ્દ જૈન દર્શનમાં સુપ્રસિદ્ધ છે. જેને નૈયાયિકો આત્મધર્મ કહે છે તો વેદાન્તીઓ બુદ્ધિધર્મ કહે છે. જ્યારે સાંખ્યો તેને ઉપાસ્તવિષયક ઇંદ્રિયોની વૃત્તિમાં બુદ્ધિજન્ય રજોગુણ અને તમોગુણથી જે સત્ત્વનો ઉદ્રક થાય તે અધ્યવસાય અથવા જ્ઞાન છે તેમ કહે अज्झवसायट्ठाण - अध्यवसायस्थान (न.) (પરિણામ સ્થાન, અધ્યવસાય સ્થાન) અષ્ટકપ્રકરણના પાંચમા અષ્ટકમાં અધ્યવસાયસ્થાનની વ્યાખ્યા કરી છે. મનના સૂક્ષ્મ પરિણામો એટલે વિચારો અથવા બંધના હેતુભૂત આત્માની પરિણતિ વિશેષ-ભાવ એ જ અધ્યવસાય છે. ત્રણે કરણના મળીને આ અધ્યવસાય સ્થાનો અસંખ્ય પ્રકારના કહેલા છે. મક્વાણમં (વે) (નિવાપિત-પિતૃવગેરેને ઉદ્દેશીને અપાયેલું દાન 2. મુખ્ય) अज्झवसिय - अध्यवसित (न.) (અધ્યવસાય, આત્મપરિણામ, મનોભાવવિશેષ) આત્મામાં અથવા મનમાં આ એમ જ છે એવા પ્રકારનો નિશ્ચય થવો તે અધ્યવસાય છે. ન્યાયદર્શનમાં અધ્યવસાયને આત્માનો ધર્મી માન્યો છે. જ્યારે વેદાંતદર્શનમાં અધ્યવસાયને બુદ્ધિનો ધર્મ માન્યો છે. અનુયોગદ્વારસૂત્રમાં અધ્યવસિત એ જ અધ્યવસાય છે એમ કહ્યું છે. માર્સ (રેશ). (અભિશાપ, આક્રોશ) अज्झहिय - आत्महित (न.) (આત્મહિત, સ્વહિત) અધ્યાત્મકલ્પદ્રુમગ્રંથમાં જણાવ્યું છે કે, હે મૂઢ જીવ ! તે આ મારું આ મારું કરીને તારા આત્માની રખડપટ્ટી વધારી છે. સંસારની મોહ-માયામાં રાચી માચીને તું કર્મોના બંધનોમાં અટવાયો છે. માટે હવે જરા વિચાર, અને આત્મહિતમાં ઉદ્યમશીલ બન. મા (રેશ). (પ્રશસ્ત-શુભ સ્ત્રી 3. નવોઢા 4, તરુણ સ્ત્રી, યુવતી 5. આ 6. અસતી, કુલટા સ્ટી) વજન્નાલગ્ન ગ્રંથમાં અજઝાનો અર્થ કુલટા સ્ત્રી પણ કરેલો છે. જ્યારે સામાન્યથી પ્રશસ્ત સ્ત્રીના અર્થમાં પણ આ શબ્દનો પ્રયોગ થયેલો છે. જયારે કોઈ સ્ત્રી પોતાની બદઆદતના કારણે વાતે વાતે જૂઠાણું બોલે તો તેને પણ આ શબ્દથી સંબોધિત કરાય છે. માય - અધ્યાય (પુ.). (મર્યાદાપૂર્વક પ્રવચનોક્ત પ્રકારે ભણવું તે, સ્વાધ્યાય કરવો, અધ્યયન કરવું તે 2. ગ્રંથનું એક પ્રકરણ, અધ્યાય) વાચસ્પત્યકોશમાં વેદાદિશાસ્ત્રોના એક સમાન અર્થના વિષયોની પરિસમાપ્તિના દ્યોતકવિશ્રામસ્થાનરૂપ અંશ વિશેષને પણ અધ્યાય કહેવામાં આવ્યો છે. જયારે જૈન દર્શનમાં સ્વાધ્યાયને જીવનનું એક મુખ્ય અંગ ગયું છે તથા શ્રાવક કરતાંય સાધુધર્મમાં શાસ્ત્રાધ્યયયનને પ્રાણસમાન મહત્ત્વ અપાયું છે. 187
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy