________________ જેઓ દૂર્વાલ સરસ્વતી અને જૈનશાસનમાં લઘુહરિભદ્રસૂરિના નામે પ્રસિદ્ધ છે એવા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અધ્યાત્મબિંદુ નામક ગ્રંથની રચના કરેલી છે. આ ગ્રંથમાં તેઓએ અધ્યાત્મનું સ્વરૂપ, તેની પ્રાપ્તિના ઉપાય અને કઈ કક્ષાના જીવ આ પ્રાપ્ત કરી શકે છે તેનું વર્ણન કરેલું છે. अज्झत्तविसीयण - अध्यात्मविषीदन (न.) (સંયમના કષ્ટોથી વિષાદ પામેલું, સંયમભીરુ) જગતમાં બે પ્રકારના લોકો હોય છે એક કાયર અને બીજા શુરવીર. યુદ્ધના પ્રસંગે કાયર લોકો લડવાની પહેલા ત્યાંથી ભાગી કેવી રીતે શકાય તેના રસ્તા શોધતા હોય છે અને વીરો શત્રુથી ડર્યા વિના પ્રતિકાર કરે છે. તેમ સંયમ પાળવાને અસમર્થ જીવ સંયમ ત્યાગ પછી કેવી રીતે આજીવિકા ચલાવવી તેનો વિચાર કરે છે. જયારે દઢસંયમી જીવનમાં આવેલા કષ્ટોથી વિષાદ પામ્યા વિના રત્નત્રયીમાં આગળ વધતા રહી મનુષ્યજન્મને સફળ બનાવે છે. अज्झत्तविसुद्ध- अध्यात्मविशुद्ध (त्रि.) (વિશુદ્ધ અંત:કરણવાળો) જિનભાષિત શાસ્ત્રોના અભ્યાસ, દેવ-ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ પરની દઢશ્રદ્ધા અને નિષ્કલંક ચારિત્રપાલનથી જેનું અંતઃકરણ સ્ફટિકરનની જેમ સુવિશુદ્ધ થયું છે તેવો આત્મા સમુદ્ર જેવા પોતાના સંસારને ખાબોચિયા જેવડો કરી નાખે છે. અર્થાત સંસાર સાગર વહેલા તરી જાય છે. अज्झत्तविसोहिजुत्त - अध्यात्मविशोधियुक्त (त्रि.) (આંતરિક શુદ્ધિવાળો, પવિત્ર ભાવયુક્ત) ઓઘનિર્યુક્તિ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે, સૂત્રવિધિમાર્ગમાં યતનાપૂર્વક પ્રવર્તતા આત્માને અલના થતાં વિરાધના કહેલી છે પરંતુ, જેનો અંતરાત્મા અધ્યાત્મથી વિશુદ્ધ થયેલો છે તેવો આત્મા સુત્રવિધિમાર્ગમાં સ્કૂલના પામતો હોવા છતાં પણ તેને કર્મનિર્જરા થાય છે. અર્થાત કર્મનિર્જરા એકલી યતનાપૂર્વકના પ્રવર્તનથી નહીં પરંતુ, વિશુદ્ધ આંતરિક ભાવોથી જ થાય છે. મારુ () - અધ્યાત્મવિ (ત્રિ.) (સુખ-દુઃખાદિને તેના સ્વરૂપથી જાણનાર) શાસ્ત્રામૃતપાનથી અધ્યાત્મના મર્મને જાણનાર તત્ત્વજ્ઞ પુરુષ પૌલિક પદાર્થોના સુખ અને દુઃખ આપવાના સ્વભાવને જાણતો હોવાથી સુખ આવ્યું છકી નથી જતો અને દુઃખ આવ્યું ડગી નથી જતો. અર્થાત્ સુખ-દુઃખમાં લેપાયા વિના માધ્યસ્થભાવને ધારણ કરી પરમ ઔદાસીન્યભાવે રહે છે. સત્તસંવુઃ- મધ્યાત્મવૃત્ત (ત્રિ.) (અધ્યાત્મમાં મન લગાડનાર, અધ્યાત્મમાં ચિત્તવાળો, આત્મરમણતાવાળો) કહેવાયું છે કે, જેવી દષ્ટિ એવી સૃષ્ટિ. જેમ ઘરેણાથી સુશોભિત સુંદર સ્ત્રીને જોઈને કામીના મનમાં કામના વિચાર આવે છે. ચોરના મનમાં સ્ત્રીના ધરેણા જોઇને ચોરીના વિચાર આવે છે. પરંતુ અધ્યાત્મવાસિત ચિત્તવાળા આત્માને તે માત્ર હાડ-માંસથી બનેલો પિંડ અને પુદ્ગલમાત્ર ભાસે છે. સુંદર સ્ત્રીને જોઇને પણ અધ્યાત્મપ્રિય જીવ વૈરાગ્યભાવને પુષ્ટ કરે છે. अज्झत्तसम - अध्यात्मसम (त्रि.) (અધ્યાત્મને અનુરૂપ પરિણામવાળો) બારમા દેવલોકના ઈન્દ્ર બનેલાં સીતાને અવધિજ્ઞાનથી ખબર પડી કે, પૂર્વભવના પ્રિયતમ મુનિ રામ ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામથી કેવલજ્ઞાન પ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છે. અતિરાગના કારણે રામમુનિનું કેવલજ્ઞાન અટકાવવા તેમની ઉપર પ્રતિકૂળ અને અનુકૂળ બન્ને ઉપસર્ગો કર્યા. પરંતુ અધ્યાત્મથી વિશુદ્ધ પરિણામવાળા રામ પર તેની કોઈ જ અસર ના થઈ અને તેમને કેવલલક્ષ્મી પ્રગટી. અંતે સીતેંદ્રએ તેમને વંદન કર્યા અને પોતાની ભૂલની ક્ષમા માગી. માસુ - અધ્યાત્મશુતિ (સ્ત્રી.) (ચિત્તજય ઉપાય પ્રતિપાદક શાસ્ત્ર, મનને જીતવાના ઉપાયો બતાવનાર શાસ્ત્ર) 180