SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ अज्जरक्खियमीस - आर्यरक्षितमिश्र (पुं.) (આર્ય રક્ષિતમિશ્ર, આગમ અનુયોગના કર્તા આર્ય રક્ષિતસૂરિ) સજ્જરદ - સર્વર (પુ.) (આર્ય વજસ્વામીના ત્રીજા શિષ્ય) માન - ગદ્યત્ર (કું.) (પ્લેચ્છ જાતિનો એક ભેદવિશેષ) અબવ - માવ (ર.). (સરળતા, કપટનો અભાવ 2. સંવર 3. શ્રમણધર્મનો ત્રીજો ભેદ 4. યોગસંગ્રહનો દશમો પ્રકાર). આવશ્યકસૂત્રની કથાઓ અંતર્ગત સરળતા ગુણ વિષયક ચંપાનગરીના મહામતિ કૌશિકાર્ય ઉપાધ્યાયના બે શિષ્યોનું દષ્ટાંત આપેલું છે. બંને શિષ્યોમાં એક મૂર્ખ અને એક સરળ હતો. મૂર્ખ જીવ હત્યા કરીને ગુરુભાઈ પર આરોપ મૂક્યો છતાં તે શિષ્ય ગુરુની તાડના સરળતાથી સહન કરી. અત્તે બંને શિષ્યો તથા પત્ની સહિત ઉપાધ્યાય આ ચારેયનો આત્મા ઋજુ હોવાના કારણે દીક્ષા લીધી અને રાગ-દ્વેષરહિત સમતાભાવમાં રહેતા તે ચારેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અંતે મોક્ષમાં ગયા. મન, વચન, કાયાની વિક્રિયા એટલે કપટના અભાવને પણ આર્જવ કહેવાય છે. આગમોમાં યત્ર-તત્ર-સર્વત્ર જણાવાયું છે કે, આત્માના ઉર્ધ્વગમન માટે સરળતા ગુણ કેળવવો અત્યંત આવશ્યક છે. અન્નવફર - માર્યવઝ (વૈર) (પુ.) (આર્ય સિંહગિરિના શિષ્ય, અંતિમ દશપૂર્વ) ધનગિરિ અને સુનંદાના પુત્ર અને આર્યસિંહગિરિના શિષ્ય હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં પદાનુસારી લબ્ધિના પ્રભાવે પારણામાં સુતા સુતા સાધ્વીજીના મુખેથી શ્રવણ કરીને અગિયાર અંગના જ્ઞાતા બન્યા હતા. કાળક્રમે દીક્ષા લઈને ગુરુએ તેમની યોગ્યતા જાણી તેઓને પોતાના પટ્ટધર બનાવ્યા. સ્વયં દશપૂર્વના જ્ઞાતા હોવાથી તે કાળમાં પ્રધાન શ્રતધર હતા. તેઓએ જાવડશા પાસે શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો હતો. વિદ્યા-સિદ્ધિઓના પ્રભાવે તેઓએ જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. તેમના નામથી વજીશાખા નીકળી હતી. अज्जवइरसेण - आर्यवज्रसेन (पुं.) (આય.વજસ્વામીના પ્રથમ શિષ્ય) આર્યવ્રજસેનસૂરિ દશપૂર્વ આર્યવજસ્વામીના પ્રથમ શિષ્ય હતા. તેઓએ માત્ર દશવર્ષની ઊંમરે વજસ્વામી પાસે પ્રધ્વજ્યા ગ્રહણ કરી હતી અને તેમનો ચારિત્ર પર્યાય ૧૨૦વર્ષનો હતો. તેઓએ બારવર્ષના દુષ્કાળથી કંટાળીને સામૂહિક આત્મહત્યા કરવા જતા કુટુંબને બચાવ્યું હતું. અને તે જ કુટુંબના ચારપુત્રોને દીક્ષા આપી હતી. પાછળ જતાં તે ચારેયના નામથી અલગ-અલગ કુળ નીકળ્યા હતાં. જેમાંનું એક છે ચાંદ્રકુળ આજે પણ દીક્ષા આપતી વખતે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અળવી - માર્યવઝ (ત્રી.) (આર્યવજસ્વામીથી નીકળેલી આર્યવજ શાખા) अज्जवट्ठाण - आर्जवस्थान (न.) (આર્જવાદિ સંવરના પાંચ સ્થાન ૨.સાધુ 3. સંવરનું સ્થાન) સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશામાં કહેવું છે કે, આર્જવ એટલે માયાનો નિગ્રહ અને તેના કુલ પાંચ સ્થાનો છે. 1. સાધુઆર્જવ 2. સાધુમાર્દવ 3. સાધુલાઘવ 4. સાધક્ષમા અને 5. સાધુમુક્તિ. આમાં આર્જવતાથી લઇને મોક્ષસુધીનો ક્રમ બતાવ્યો છે. આગમશાસ્ત્રો લખે છે કે, મોક્ષ સુધી પહોંચવું હોય તો પ્રથમ ઋજુતા લાવો તેના વિના મોક્ષ શક્ય નથી. નવપદા - મર્નિવપ્રથાન (ત્રિ.) (આર્જવ પ્રધાન, સરળતા મુખ્ય છે જેમાં તે, માયાના ઉદયનો નિગ્રહ કરવામાં પ્રધાન હોય તે). ઔપપાતિકસૂત્રમાં કહેવું છે કે, માયા એ જીવ જોડે વક્રતાભર્યું વર્તન કરાવે છે. માટે મોક્ષમાર્ગમાં ઉદ્યત અને આર્જવ પ્રધાન શ્રમણ 133
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy