________________ ૩ન્ન (2.) (પદ્મ, કમળ 2. શંખ 3. ધવંતરી 4. ચંદ્ર 5. જલોત્પન્ન વસ્તુ 6. અબજની સંખ્યા 7, એક જાતનું કપૂર 8 નિચુલ વૃક્ષ 9. દશ અર્બુદની સંખ્યા). જેમ ઘણા બધા કાદવથી ભરેલા તળાવમાં ખીલેલું કમળ પોતાની મહેક દ્વારા આખા જગતને સુગંધિત કરે છે તેમ કુસંસ્કારો અને વાસનાથી પ્રચુર કીચડ જેવા આ સંસારમાં કેટલાક મહાપુરુષો પોતાના ઉત્તમ ચરિત્રરૂપી સુગંધ દ્વારા આખા જગતને સુવાસિત કરે. અર્થ (જિ.) (સ્વામી 2. વૈશ્ય) પરમાત્મભક્તિના વિવિધ પ્રકારો છે. તેમાં એક પ્રકાર છે સ્વામી-સેવકભાવનો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે વીતરાગ સ્તોત્રમાં સ્તવના કરતાં લખ્યું છે કે, હે નાથ ! હું તમારો દાસ છું, નોકર છું, પ્રખ્ય છું, સેવક છું, કિંકર છું. અને તમે મારા સ્વામી છો. બસ એક વાર મારી આ વાત માટે તમે હા કહી દો, આનાથી વધારે મારે કાંઈ જ ન જોઈએ. કાર્ય (ત્રિ.) (શ્રેષ્ઠ, ઉત્તમ, 2. પવિત્ર, શિષ્ટાચારવાળો 3. સાધુ 4, માતામહ 5, પિતામહ 6. ગોત્રપ્રવર્તક ઋષિ 7. શાંડિલ્યના શિષ્ય આર્યગોત્રીય આચાર્ય જીતધરસૂરિ 8. આમંત્રણવાચી શબ્દો આચારોનું પાલન સજ્જન અને દુર્જન બન્ને કરતા હોય છે. સજ્જનોના આચારને શિષ્ટાચાર અને દુર્જનોના આચારને અશિષ્ટાચાર કહેવાય છે. શિષ્ટ પુરુષો ઉત્તમ આચારોને અનુસરતા હોવાથી તેમના આચારો ગ્રાહ્ય બને છે. સુખના ઇચ્છુકે તેનું જ પાલન કરવું જોઇએ. જ્યારે અશિષ્ટોના આચારો ગેરમાર્ગે દોરનારા અને પરંપરાએ દુઃખદાયક હોવાથી તેનો ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર છે. अज्जइसिवालिय - आर्यर्षिपालित (पुं., स्त्री.) (માઇરસ ગોત્રીય આર્યશાન્નિશ્રેણિના ચોથા શિષ્ય 2. આર્યઋષિપાલિતથી નીકળેલી એક શાખા) સ્થવિર આર્ય ઋષિપાલિતથી આર્યર્ષિપાલિત શાખા નીકળી, એમ કલ્પસૂત્રમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સMવત્ત - માર્યપુત્ર (કું.) (આર્યપુત્ર, સંસ્કારી માતા-પિતાનો પુત્ર, નિષ્પાપ માતા-પિતાનો પુત્ર). સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં આર્યપુત્રની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, માપવવત મતપત્રો પુ' અર્થાત જે માતા-પિતાનું ખુદનું ચરિત્ર નિષ્પાપ અને નિષ્કલંક હોય, તેમનું જે સંતાન હોય તેને આર્યપુત્ર કહેવાય. આવા ઉત્તમ ચરિત્રવાળા માતા-પિતાનું સંતાન પણ ઉત્તમ જ હોય. પરંતુ આજના કાળમાં જ્યાં ખુદ માતા-પિતા જ અસંસ્કારી હોય ત્યાં પુત્રમાં નિર્મળ સંસ્કારો ક્યાંથી આવે. કહેવત છે ને કે કુવામાં હોય તો હવાડામાં આવે. 3mo (રેશી). (વાંસનો એક ભેદ, તૃણભેદ 2. બોળનામે સુગંધી દ્રવ્ય 3. તજ) अज्जकण्ह - आर्यकृष्ण (पु.) (દિગમ્બરમત પ્રવર્તક શિવભૂતિના ગુરુ, તે નામના એક આચાર્ય.) રાજાએ વહોરાવેલી રત્નકંબર પર શિષ્ય શિવભૂતિનો અતિરાગ જોઇને તેની દુર્ગતિ ન થઈ જાય તેના માટે તેની ગેરહાજરીમાં આર્યકુષ્ણએ રત્નકંબલના ટુકડા કરીને વોસિરાવી દીધી. જ્યારે શિવભૂતિએ કંબલ ન જોતાં ગુરુદેવને પૃચ્છા કરી ત્યારે ગુરુદેવે તેને સત્ય હકીકત જણાવી અને કહ્યું કે, સાધુને આવી મોંઘી વસ્તુનો પરિગ્રહ ન શોભે. બસ ક્રોધમાં તેણે વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો અને ગુરુની ઘણી બધી સમજાવટ છતાં મિથ્યાત્વથી વાસિત થઇને દિગમ્બરમતની સ્થાપના કરી. અજન્મ - માર્યર્મન (ર.). (શિષ્ટજનોચિત પ્રવૃત્તિ, નૃશંસાદિથી નિવર્સેલું કર્મ) કોઇપણ નવા ગ્રંથની રચના સમયે પરમાત્માનું સ્મરણ કરીને મંગલ કરવામાં આવતું હોય છે. મંગલ કરવાનું કારણ આપતાં 167