________________ તેવા હૃષ્ટપુષ્ટ વ્યક્તિના શરીરને ઓગાળી દે છે અને સાતેય ધાતુઓને સૂકવીને શરીરને નિમલ્મ કરી દે છે. માટે સુજ્ઞ પુરુષો ફોગટની ચિન્તા કરતા નથી પણ ચિન્તાના કારણો શોધી તેના યોગ્ય માર્ગે પુરતો પુરુષાર્થ કરી ચિન્તામુક્ત બને છે. યાદ રાખો ! માત્ર ચિન્તા કરવાથી કાંઈ સરતું નથી. - યોગ (.) (શૈલેષીકરણ, મન, વચન, કાયાના સર્વ વ્યાપારોની ચપળતારહિત યોગ 2. અસંભવ 3. અપ્રશસ્તપણું 4. એક રોગ વિશેષ 5 વિધુર 6. કુટ 7. કઠિનોદય 8, જ્યોતિષીય એક યોગ 9, અવ્યાપાર). બત્રીસબત્રીસીમાં જણાવ્યું છે કે, અયોગ-શૈલેષીકરણ નામક પ્રધાનયોગથી ભવોપગ્રાહી કમનો ક્ષય કરીને જીવ પરમાનંદસ્વરૂપ મોક્ષ સ્થાને પહોંચે છે. સકલ કર્મોના સંન્યાસરૂપ અને મોક્ષનું સંયોજન કરાવનાર હોઈ અયોગ એટલે શૈલેષીકરણયોગને સર્વયોગોનો યોગ એટલે મુખ્યયોગ કહેવાય છે. મનોકાયા - અયોધતા (ટી.) (યોગનિરોધની પછી અને શૈલેષીકરણ પહેલા વર્તતી આત્માની અવસ્થા, યોગનિરોધ, યોગનો અભાવ, અયોગીપણું) સનો રૂવ - સોપ (ત્રિ.) (અયોગ્ય, અઘટિત, અનુચિત). કોઈપણ કામ સાહસથી-અવિચારીપણે-ગુણદોષનો વિવેક કર્યા વિના ન કરવું. કારણ કે અવિવેક અથવા અવિચારીપણું એ જ આપત્તિઓનું સૌથી મોટું સ્થાન છે. જે માણસ વિવેક-વિચારપૂર્વક કાર્ય કરનારો છે તેને સંપત્તિઓ જાતે જ પસંદ કરે છે. મનોnિ () - યોગિન (.) (યોગરહિત, મન, વચન, કાયાના યોગ વિનાનો, નિરુદ્ધ યોગી, ચૌદમા ગુણસ્થાનવર્તી જીવ તથા સિદ્ધ ભગવંત) જેને મન-વચન-કાયાના યોગો નથી તે અયોગી છે. અથવા જે યોગી નથી તે અયોગી છે તથા નિરુદ્ધ કરેલા છે યોગો જેણે તે પણ અયોગી છે એમ સ્થાનાંગસૂત્રમાં અયોગીની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે. જે સયોગી કેવલીને આયુષ્ય કરતા વેદનીયાદિ કર્મો વધારે હોય તેને સમાન કરવા માટે કેવલી સમુદ્રઘાત કરે છે. ત્યારે શૈલેષી અવસ્થાવાળા તે અયોગી બને છે. મનોવિનિ () - મનોવિહ્નિ (પુ.) (શૈલેશી અવસ્થાગત આત્મા, જેણે પોતાનો શુદ્ધસ્વભાવ પ્રાપ્ત કર્યો છે તે ચૌદમા ગુણસ્થાનકવર્તી કેવળી ભગવંત) કેવલી બે પ્રકારના આવે છે એક સયોગીકેવલી અને બીજા અયોગીકેવલી. મન-વચન અને કાયાના ત્રણ યોગોથી નિવૃત્ત કરીને શુક્લધ્યાન દ્વારા જેણે પોતાના શુદ્ધસ્વભાવને પ્રાપ્ત કર્યો છે તેવા અયોગિકેવલી માત્ર એક સમયમાં લોકના અંતભાગ-ઍવી સિદ્ધશિલામાં પહોંચે છે. अजोगिकेवलिगुणठाण - अयोगिकेवलिगुणस्थान (न.) (ચૌદમું ગુણસ્થાનક, અયોગિકેવલીનું ગુણસ્થાનક) અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છતે કેવલી આત્મા અઘાતી એવા વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મને આયુષ્યની સ્થિતિને સમાન કરવા માટે શૈલેશીકરણ કરે છે. ચૌદમાં ગુણસ્થાનકે રહેલો કેવલી આત્મા અંતિમ બે સમય સુધી બાદર સૂક્ષ્મ મન-વચન-કાયાનો યથાક્રમે વિરોધ કરીને શૈલેશીકરણ દ્વારા કર્મોનો ક્ષય કરે છે અને જયારે એક સમય બાકી રહે છે ત્યારે પાંચ હૂસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલા સમયમાં સર્વકર્મ રહિત થઈને મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. अजोगिभवस्थ - अयोगिभवस्थ (पुं.) (ચૌદમાં ગુણસ્થાનકવર્તી આત્મા, શૈલેષી અવસ્થા પ્રાપ્ત, અયોગિકેવલી) अजोगिभवत्थकेवलणाण - अयोगिभवस्थकेवलज्ञान (न.) (શૈલેશીકરણ અવસ્થાગત કેવલજ્ઞાન) अजोगिसंतिगा - अयोगिसत्ताका (स्त्री.) (ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવને પ્રાપ્ત સત્તાવાળી કર્મપ્રકૃતિઓ) 16s