________________ શાસ્ત્રોના માત્ર અર્થને નહીં કિંતુ, રહસ્યને જાણીને દેશ, કાળ, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે વિચાર કરે, નિર્ણયો લે, તે ગીતાર્થ કહેવાય છે. પરંતુ માત્ર શબ્દોને જ પકડીને જે અર્થ કરે, જેણે શાસ્ત્રોનો ગહન અભ્યાસ ન કરેલો હોય, ગુરુકપા આદિ દ્વારા શાસ્ત્રોના રહસ્યોને જેણે પ્રાપ્ત ન કર્યા હોય તે અગીતાર્થ કહેવાય છે. મનાય - ગા (ઝિ). (અલ્પજ્ઞાની, જ્ઞાનરહિત, મૂર્ખ 2. વેદાંતમત સિદ્ધ અજ્ઞાનરૂપ પદાર્થવાળું) મુર્ખ વ્યક્તિને આપેલો ઉપદેશ પણ સાપને પીવડાવેલા દૂધની જેમ વિપરીતતાને પામે છે. જુઓ પેલી સુગરીને, તીવ્ર ઠંડીમાં થરથર ધ્રુજતા વાનરને હિતબુદ્ધિથી ઉપદેશ આપે છે કે ભલા ભાઈ! દર વખતે ઠંડી આવે જ છે, મેં તને પહેલા પણ કીધું હતું. સમય રહેતાં ઘર બનાવી દે, ત્યારે તું માન્યો હોત તો અત્યારે ટાઢમાં ઠરવું ન પડત. આ હિતોપદેશ સાંભળીને ગુસ્સે થયેલા વાનરે સુગરીનો માળો તોડીને કહ્યું. હું કરું છું તો તું પણ ઠર. જોયું, અયોગ્ય એવા મૂર્ખને ઉપદેશનું પરિણામ? અનાાિય - અજ્ઞાત્વા (અવ્ય.) (નહીં જાણીને). અનાળિયા - મણિ (સ્ત્રી.) (સમ્યજ્ઞાનરહિત સભા, અજ્ઞ પર્ષદા) કુકડા, મોર, હરણના બચ્ચાંની જેમ મુગ્ધ સ્વભાવવાળી, ઢાંકેલા શ્રેષ્ઠ રત્નોની જેમ માગનુસારીતાના તથા અશક્ય, અકુટિલતા, અવક્રતા આદિ આંતરિક ગુણોની સમૃદ્ધિવાળી અને સહજતાથી સત્યમાર્ગ સમજાવી શકાય તેવી સભાને અજ્ઞિકા પર્મદા કહેવાય ઉનાળુ - અા (ત્રી.) (સમજ્યા વગર માત્ર દેખાદેખીથી કે કોઈના કહેવાથી કરેલી પાપની નિવૃત્તિ) પ્રાજ્ઞ જીવો દરેક કાર્યના અંતિમ પરિણામનો વિચાર કરીને પછી કાર્ય કરે છે કે તેનાથી નિવૃત્ત થાય છે. જ્યારે બાલજીવો બીજાઓને પાપકર્મથી પાછા ફરતાં જોઈને કે કોઈના કહેવાથી પાપકર્મથી દૂર રહે છે પરંતુ, તેઓનું એ કાર્ય તેના પરિણામની સમજણ વગરનું હોય છે. મનાય - સનાત (ત્રિ.). (અનુત્પન્ન, નહીં થયેલું 2. અગીતાર્થ, શ્રુતસંપદારહિત હોવાથી આત્મલાભ વગરનો સાધુ 3. અજાત કલ્પભેદ) ધર્મસંગ્રહ અને પંચાશકજીમાં ગીતાર્થ મુનિનો જાત કલ્પ અને અગીતાર્થનો અજાત કલ્પ કહ્યો છે. તેથી જેણે શ્રુતસંપદાના રહસ્યોને આત્મસાત નથી કર્યા તેવા મુનિને કાંઈ આત્મલાભ થતો નથી. માટે તેના વિહારને અજાતકલ્પ તરીકે વર્ણવ્યો છે. अजायकप्पिय - अजातकल्पित (पुं.) (અગીતાર્થ, અજાતકલ્પિક જૈન સાધુ) ગચ્છાચાર પન્નાના પ્રથમ અધિકારમાં સાધુઓના વિહારનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે, 1. ગીતાર્થ વિહાર 2. ગીતાર્થ નિશ્રિત વિહાર એમ બે પ્રકારના વિહારો જ અનુમત છે. તે સિવાય જેમને શાસ્ત્રોનું વ્યવસ્થિત જ્ઞાન નથી તેવા અગીતાર્થ સાધુને એકલા કે સમૂહમાં વિચરવાનો નિષેધ કરેલો છે. નિયમ - ગત (ત્રિ.) (અપરાજિત, અપરાભૂત 2. વર્તમાન ચોવીશીના બીજા તીર્થકર 3. ભાવિ બીજા બલદેવ 4. સુવિધિનાથ તીર્થંકરના અધિષ્ઠાયક યક્ષ) અજિતનાથ ભગવંતના માતા-પિતા પાસાની રમત રમતા હતા જેમાં પહેલાં પિતા જ જીતતા હતા અને માતા હારતાં હતાં કિંતુ, ભગવાને ગર્ભમાં આવ્યા બાદ રમતમાં માતા જ જીતવા લાગ્યા. રમતમાં માતા અજેય છે તે ગર્ભના પ્રભાવથી છે આ પ્રમાણે જાણવાથી ભગવંતનું ગુણગર્ભિત નામ અજિત રાખવામાં આવ્યું. 151