SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ માતાનો જીવ અનાદિકાળથી સ્થાવરવનસ્પતિકાયમાં હતો અને ત્યાંથી મનુષ્યભવ પ્રાપ્ત કરી સિદ્ધગતિને વર્યા. અશ્વેતપરમ - મર્ચન્નપર (ત્રિ.). (અત્યંત ઉત્કૃષ્ટ, ઘણું ઉત્કૃષ્ટ). સામાન્ય તળાવ કે નદી તરવી હોય તો બાહુબળ કામ લાગે છે કિંતુ દરિયો તરવા માટે બાહુબળ કામ લાગતું નથી. તેના માટે તો સારા વહાણ-સ્ટીમરની જરૂર પડે છે. તેમ તીર્થંકર પ્રરૂપિત ધર્મરૂપ પ્રવહણ વગર સંસાર સમુદ્ર તરવો અશક્ય છે. अच्चंतभावसार - अत्यन्तभावसार (त्रि.) (અત્યંત પ્રશસ્ત અધ્યવસાયી, પ્રબળ શુભભાવવાળું) જગતમાં કોઇ વસ્તુ કે વ્યક્તિ એક-બીજાને સુખ કે દુઃખ આપવા માટે કારણભૂત નથી, પરંતુ જીવે પોતે બાંધેલા કર્મો જ તેમાં કારણરૂપ છે. જીવોના શુભાશુભ, તીવ્ર કે મંદ અધ્યવસાય વિશેષથી જ એ કમોં બંધાય છે. જીવ જ્યારે અપ્રશસ્ત અધ્યવસાયમાં હોય ત્યારે અશુભ અને પ્રશસ્ત અધ્યવસાયમાં હોય ત્યારે શુભ કર્મો બાંધે છે. આથી જ તો પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્ષણમાં સાતમી નરક જેટલા કર્મો બાંધ્યા અને ક્ષણમાં અત્યંત શુભ-શુદ્ધ મનના પરિણામોથી કેવલ્યની પ્રાપ્તિ કરી હતી. अच्चंतविसुद्ध - अत्यन्तविशुद्ध (त्रि.) (અત્યંત વિશુદ્ધ, સર્વથા નિર્દોષ, પરંપરાગત શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલું) ભારતીય સંસ્કૃતિમાં વંશાવલીનું ખૂબ મહત્ત્વ હતું. કોઇપણ સંબંધ કે વ્યવહાર કરતાં પહેલા સામેવાળાના પૂર્વજોનો આખો ઇતિહાસ તપાસવામાં આવતો હતો. જેમના વડવાઓ પરંપરાએ અત્યંત શુદ્ધ આચાર-વિચારવાળા હોય તેમના વંશમાં ઉત્પન્ન થયેલી વ્યક્તિ સાથે લોકો સહર્ષ રોટી-બેટીના આદાન-પ્રદાનનો વ્યવહાર કરતા હતાં. રાજા રામ પણ આવી જ વિશુદ્ધ પરંપરામાં ઉત્પન્ન થયેલા હતા. अच्चंतसंकिलेस - अत्यन्तसंक्लेश (पुं.) (અત્યંત ગાઢ રાગ-દ્વેષવાળો પરિણામ). ચાર ગતિઓમાં એક મનુષ્યગતિ જ એવી છે કે જયાં આગળ આત્મા પોતાના ગુણોને અત્યંત ઝડપી ખીલવી શકે છે. પોતાના આત્મા પર લાગેલા સમસ્ત કર્મોનો ક્ષય કરીને તે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જેઓ આ સત્યને સ્વીકાર્યા વિના અહિંયા-આ ભવમાં પોતાનો સમય વેડફી રહ્યા છે તેમને ઉદ્દેશીને જ્ઞાની ભગવંતો કહે છે કે, એવા જીવો અહીંથી મરીને નરક-તિર્યંચાદિના ભવોમાં માત્રને માત્ર તીવ્ર રાગ-દ્વેષ કરીને અત્યંત સંક્લેશ પામશે. ત્યાં તેમને ધર્મ કરવાના સંયોગો જલદી પ્રાપ્ત થશે નહીં અને ગાઢ રાગ-દ્વેષના પરિણામવાળા એ જીવો પોતાના દરિદ્રભવોની પરંપરા જ વધારશે, બીજું કાંઈ નહીં. અનંતસુપfસદ્ધ - અત્યન્તમુરશદ્ધ (ત્રિ.). (અત્યંત શુદ્ધ, અતીવ નિર્મળ, નિર્મળતમ) તળાવનું પાણી મેલયુક્ત હોય તો તેની અંદર રહેલો કોઇ પદાર્થ સ્પષ્ટ જોઈ શકાતો નથી. પરંતુ જો એ જળ અત્યંત નિર્મળ હોય તો દરેક વસ્તુ સ્ફટિકની જેમ સ્પષ્ટ જોઇ શકાય છે. તેમ આત્મા પર જ્યાં સુધી કર્મમલ લેપાયેલો હોય ત્યાં સુધી આત્માની અંદર રહેલા તેના અનંતજ્ઞાનાદિસ્વાભાવિક ગુણો જોઇ શકાતા નથી, પરંતુ એ જ આત્મા જયારે કર્મમળરહિત થાય છે ત્યારે આત્માના જ્ઞાનાદિ શુદ્ધગુણો આપોઆપ હસ્તામલકવતુ દૃશ્યમાન થાય છે. સવંતદિ () - સત્યન્તરિન(a.) (અત્યંત સુખી, નિરતિશય સુખસંપન્ન) જે નિરંતર ભોગસુખોમાં રાચતો હતો. આખી રાજગૃહીમાં જે અત્યંત સુખી હતો અને જેના ઘરમાં પ્રતિદિન 99 પેટીઓ દેવલોકમાંથી ઉતરતી હતી તેવા શાલિભદ્રને ફક્ત એટલી વાતની ખબર પડી કે તેના માથે પણ શ્રેણિક નામનો નાથ છે. બસ!પતી ગયું. તેને બધું જ મંજૂર હતું પરંતુ, ભગવાન મહાવીર સિવાયનો બીજો નાથ હોય તે મંજૂર નહોતું. તેણે એક પળમાં બધા સુખોને લાત મારીને સંસાર ત્યજી દીધો. પરંતુ આપણને તો જાણે બીજનો માલિકીભાવ કોઠે પડી ગયો છે નહીં? 135
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy