________________ આપણી સરકાર લોકોની માંગ પૂરી કરવા માટે અહીંથી તહીં દોડે છે. કંપનીમાં કામ કરનાર વ્યક્તિ વર્ષના ટાર્ગેટને પૂરો કરવા માટે તનતોડ મહેનત કરે છે અને ઘરનો કમાઉ પુરુષ કટુંબનું પૂરું કરવા માટે દિવસ-રાત જોયા વિના દોડ્યા કરે છે. દરેક જણ પૂરું કરવા . માટે દોડે છે પરંતુ શાસ્ત્રકારો કહે છે કે, ભૌતિકસામગ્રીઓથી પૂર્ણતા નથી. માટે પૂર્ણતા પામવી જ હોય તો આત્મદષ્ટિ વિકસાવ. અથાડ - માધાત (ઈ.) (ગુચ્છરૂપે વનસ્પતિકાયનો એક ભેદ) અથાણ(સેલ) - (અઘાડો નામક વનસ્પતિ, અપામાર્ગ) થાપા () (તૃપ્તિ, સંતુષ્ટિ) જેને ચિંતામણીરત્ન મળ્યું હોય તેને પછી બીજી કોઇ વસ્તુની અપેક્ષા રહેતી નથી, જેણે અમૃતનો સ્વાદ ચાખ્યો હોય તેને બીજા કોઈ - ભોજ્ય પદાર્થથી સંતુષ્ટિ થતી નથી. તેવી રીતે જેણે તાત્વિકદષ્ટિથી જિનાગમોનું અમૃતપાન કર્યું હોય તેને સંસારના બાહ્યપદાર્થોથી તૃપ્તિ નથી મળતી. અર્થાત તેને પૌદ્ગલિક સુખો લોભાવી શકતા નથી. આત્મિકગુણોની અનુભૂતિના આસ્વાદ પછી તેને સંસારના દરેક પદાર્થો ફિક્કા લાગે છે. મળ્યાય - માપ્રાય (અવ્ય.) (સુઘીને) માણસ જેવી રીતે ચાર વગેરે અમુક વસ્તુઓ સૂંઘીને લે છે, તેમ પૈસો પણ સુંઘીને લેવો જોઇએ. કારણ કે કોઇ અસદાચારી કે અનીતિનું આવી ગયેલું ધન તમારા જીવનને બરબાદ કરી શકે છે. જેમ ખરાબ શરૂઆતનો અંત ખરાબ જ હોય છે તેમ ખોટી રીતે આવેલો પૈસો કોઈનુંય સારું કરતો નથી. તે જેની પાસે હોય તેનું ખોટું જ કરે છે. અપાયમાન - મનિષત્ (.) (સૂંઘતું, સેંધવાની ક્રિયા કરતું) કમળ ક્યારેય પણ પોતાની તરફ ખેંચવા કોઈ જાહેરાત નથી કરતું, પરંતુ તેની અંદર રહેલો સુગંધ નામનો ગુણ જ એવો છે કે જેને સુંઘીને ભ્રમરો આપોઆપ તેની પાસે ખેંચાઈને આવે છે. તેમ સજ્જનો સ્વભાવથી જ ગુણ-સુગંધીવાળા હોય છે. તેમને લોકોને ખેંચવા નથી પડતા, કિંતુ લોકો સ્વયં જ તેમના ગુણવિશેષથી તેમની તરફ આકર્ષિત થાય છે. શિય - તિ(ત્રિ.) (કિંમતી, બહુમૂલ્ય) જેની પાસે ધન નથી તેને ધન કિંમતી લાગે છે. જેની પાસે ખાવાનું નથી તેને ભોજન કિંમતી લાગે છે. અર્થાતુ જેની પાસે જે વસ્તુ નથી તેને તે પદાર્થ વધુ કિંમતી લાગે છે. પ્રભુ વીરે પોતાની દેશનામાં કહેવું છે કે, હે માનવો! દેવ-દેવેન્દ્રો પણ પ્રતિદિન જેની ઝંખના કરતા હોય છે તેવો કિંમતી મનુષ્ય અવતાર તમને મળ્યો છે. તેનો તમે દુ૫યોગ ન કરો, આરાધના-સાધના દ્વારા તેને સાર્થક કરો. થ - મઠ () (પાપ, પાપકારક 2, વ્યસન 3. દુ:ખ 4. પતના અને બકાસુરનો ભાઈ, એક અસુર) સોનાનો ઝગમગાટ જોઇને લોકો વાહ-વાહ પોકારી ઉઠે છે. આ જ સોનું જે દેદીપ્યમાન બન્યું છે તેની પાછળ તેણે સહન કરેલ અગ્નિનો તાપ અને હથોડીના માર કારણ છે. દુઃખો અને સંકટોમાં હતાશ થઇ ગયેલાને સોનું સંદેશ આપે છે કે, દુઃખમાં ભાંગી ન પડશો. જે દુઃખ અને સંકટોને સહન કરી શકે છે તેઓ જ ભવિષ્યમાં લોકોની પ્રશંસાને પાત્ર બની શકે છે. જેમ તાપ સુવર્ણના મલને દૂર કરે છે તેમ દુઃખ તમારા પાપમલને દૂર કરીને તમને શુદ્ધ કરે છે. દુઃખ મિત્ર જેવું છે શત્રુ નહીં. ૩મથ - મન(ત્તિ.) (શિથિલ, અદૃઢ). જે સ્વયં કિંમતી છે તેણે કોઇ દિવસ પોતાની કિંમત બોલવી પડતી નથી કે તેણે અન્યને નીચા દેખાડવાની જરૂર પડતી નથી. તેવી 124