________________ અi - મi (.) (નિગ્રંથ, મુનિ, સાધુ) જ્ઞાનસાર ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજીએ મુનિની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “યો નgવં નિ:રિવર્તિતઃ' અર્થાત્ આ જગત રાગ, દ્વેષ, સુખ, દુઃખ, ઉત્પત્તિ અને વિનાશાદિ સ્વભાવવાળું હોવાથી તેમાં રાગ-દ્વેષ કરીને લેપાવું જોઇએ નહીં આવી માન્યતા જેની દૃઢ છે તેવા સંયમી આત્માને મુનિ કહેલા છે. અદ્દેસ - મોશ (કું.) (આગળના વાળ) આતંકી દ્વારા થતા બોમ્બ વિસ્ફોટમાં માણસો મરી જાય કે ઘાયલ થઇ જાય તો આપણા મોઢામાંથી અરેરાટી નીકળી જાય છે. તેમના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય છે. અને આવું કૃત્ય કરનાર પ્રત્યે ધૃણા કરીએ છીએ અને એ સ્વાભાવિક પણ છે. પરંતુ દુઃખની વાત છે કે વાળના અગ્રભાગ જેટલા ક્ષેત્રપ્રદેશમાં પણ જ્યાં અનંતા જીવો રહેલા છે તેવા કાંદા, બટાટા, મૂળા વગેરે અનંતકાયને દરરોજ પેટમાં હોંશે-હોંશે પધરાવીએ છીએ અને કેટલાય જીવોનો કચ્ચરઘાણ વાળી દઇએ છીએ ત્યારે તેમના પ્રત્યેની દયા ક્યાં ચાલી જાય અવિવંથો (શી). (રણભૂમિનો અગ્રભાગ, સૈન્યનો આગળનો ભાગ) હેમચંદ્રાચાર્ય મહારાજે કુમારપાળ રાજાને પૂછ્યું કે, રાજ! અચાનક દુશ્મન ચઢી આવ્યો તો શું કરીશ? રાજાએ કહ્યું, ગુરુદેવ યુ સાવ' આ શરીરમાં શૌર્ય ભરેલું છે. રણભૂમિમાં અગ્રેસર થઈને શત્રુસૈન્યનો ખાત્મો બોલાવી દઈશ. બીજો પ્રશ્ન થયો અચાનક મૃત્યુ આવીને ઉભુ રહ્યું તો? જવાબ હતો ગુરુદેવ! મનેfપ સMાવી' જિનેશ્વર જેવા દેવ હોય, આપ જેવા સુગુરુ હોય અને તારક જૈનધર્મ હોય પછી મૃત્યુનો ભય કેવો? તેના માટે પણ હું સજ્જ છું. ખ્યાલ આવ્યો? આનું નામ જૈનત્વને પામ્યાની ખુમારી. મનાય - સનાત () (વનસ્પતિના આગળના ભાગે-ટોચ પર ઉત્પન્ન થયેલું 2. આગળ થયેલું) રામના વનવાસ પછી જયારે ગુરુ વશિષ્ઠ ભરતને રાજગાદી ગ્રહણ કરવાની વાત કરી ત્યારે ભારતે કહ્યું : મારી માતા કૈકેયીએ અગ્રજ ભાઈ રામ સાથે અન્યાય કર્યો છે. આવી અન્યાયી માતાનો પુત્ર હું રાજગાદી સંભાળવાને લાયક નથી. જો. હું રાજા બનીશ તો આ પૃથ્વી નાશ પામશે. “રસા રસાતલ જહી આવો હતો ભ્રાતૃપ્રેમ. હાયરે ! આજના નર્યા સ્વાર્થથી ભરેલા જમાનામાં આવી કૌટુમ્બિક લાગણીઓ ક્યાંથી જડશે? અનિમા - અનિહ્ના (સ્ત્રી) (જીહાગ્ર, જીભનો આગળનો ભાગ) હિતોપદેશકોએ સર્પ અને શઠ પુરુષોનો વિશ્વાસ કરવાની ના પાડી છે. કદાચ કરવો પડે તો સર્પનો વિશ્વાસ કરવો પરંતુ, શઠનો તો ક્યારેય ન કરવો. કારણ કે સર્પની અંદર તો ઝેર રહેલું છે એ પ્રસિદ્ધ વાત છે આથી તેના પર કેટલો વિશ્વાસ રાખવો તે વ્યક્તિ જાણી શકે છે. જ્યારે ધૂર્ત પુરુષની જિલ્લાગે મધ ઝરતું હોય છે પરંતુ, તેના હૃદયમાં તો હળાહળ ઝેર રહેલું હોય છે. તે કેટલું નુકશાન કરશે તે કહી શકાતું નથી. આથી આવા ધૂતજનોનો ત્યાગ જ શ્રેયસ્કર છે. अग्गतावसग - अग्रतापसक (पुं.) (ઋષિનો એક પ્રકાર 2, ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર) अग्गदारणिज्जामग- अग्रद्वारनिर्यामक (पु.) (આગળના દરવાજે ઊભો રહેનાર નિર્ધામક સાધુ, ગ્લાનની સેવા કરનાર સાધુ) પરમાત્માના વચનો છે કે, ‘નો ત્રિા પરિસે સ નાં દિસેવ અર્થાત જે ગ્લાનની સેવા કરે છે તે મારી જ સેવા કરે છે. ' અંતિમકાળની આરાધના કરાવનાર કે રોગથી પીડાતા સાધુની સેવા કરનાર સાધુને નિયમિક કહેવાય છે. જિનશાસનમાં વેયાવચ્ચે 13