________________ મિથ - મિક્ષ (.). (જેના પાઠ, ગાથા વગેરે એક સમાન ન હોય તેવું શ્રત, આચારાંગાદિકાલિક શ્રુતજ્ઞાન) જેના સુત્ર, પાઠ, ગાથા, આલાવા આદિ એકસમાન ન હોય તે અગમિક શ્રુતજ્ઞાન કહેવાય છે. આચારાંગસુત્રાદિ આગમસુત્રો જે અગમિક છે તેને કાલિકસૂત્ર કહેવામાં આવે છે અને સમસ્ત આગમોનું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. - સાથ (નિ.) (ગમન-મૈથન માટે અયોગ્ય રી, રતિક્રીડા માટે અયોગ્ય બહેન, માતા, પુત્રવધુ, હલકા વર્ણની સ્ત્રી વગેરે) વંદિતાસૂત્રમાં શ્રાવકના બારેય વ્રતોમાં લાગતા અતિચારોનું વર્ણન આવે છે. તેમાં ચોથા વ્રતના સંદર્ભે અગમ્યાગમન નામનો અતિચાર બતાવ્યો છે. અર્થાત્ જે લોહીના સંબંધે માતા, બહેન કે પુત્રવધૂછે તે ગમનાર્થ નિષિદ્ધ છે તે જ રીતે હલકા વર્ણની સ્ત્રી, રજસ્વલા સ્ત્રી વગેરે પણ અગમ્ય બતાવેલી છે. આ નિષિદ્ધ આચરણ લોકવિરુદ્ધ કે વ્યવહારવિરુદ્ધ પણ ગણાય છે તેથી જ સ્વસ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓને રતિક્રીડા માટે અયોગ્ય માનીને તેનો ત્યાગ કરવો જોઈએ. અTHI () - માથમિન(ત્રિ.). (મા, બહેન આદિ સાથે મૈથુન સેવનાર) પશુ અને મનુષ્ય બંને જાતિઓમાં અમુક ક્રિયાઓ પ્રાયઃ એકસરખી જ છે. જેમકે પેટ ભરવું, પ્રેમ કરવો, ઝગડવું, નિદ્રા લેવી, મૈથુન સેવવું, સંતાનોત્પત્તિ કરવી આદિ, છતાં બન્નેમાં કોઈ એક મોટો તફાવત હોય તો તે છે વિવેકનો. પશુ વિવેક વગરનો હોવાથી મા, બહેન આદિ સાથે પણ મૈથુન વ્યવહાર કરે છે. એક મનુષ્ય જ એવું પ્રાણી છે કે જેમાં કાર્ય અકાર્યનો વિવેક છે. છતાં કોઈ મનુષ્ય પશુ સમાન બનીને મા, બહેન સાથે ગમન કરે છે તો તેને પશુથી પણ બદતર કહેવો પડે.. સામા - મામf (શ્રી.) (સ્પષ્ટ ઉચ્ચારવાળી વાણી) અમુક વક્તા કે વ્યાખ્યાનકારો તેમના પ્રવચનમાં ઘણી વખત તેઓ શું બોલે છે તેનો સ્પષ્ટ ખ્યાલ શ્રોતાઓને નથી આવતો. અમુકઅમુક શબ્દો કે વાક્યો એકાધિક વખત સાંભળીએ તો ખ્યાલ આવે, કે તેઓના કથનનો શું અર્થ છે અને અસ્પષ્ટ ઉચ્ચારણના કારણે ક્યારેક અર્થનો અનર્થ પણ થઈ જતો હોય છે. જ્યારે તીર્થકર ભગવંતોની વાણી પાંત્રીશગુણયુક્ત હોય છે. દેવ-મનુષ્યાદિને તેમની વાણી સ્પષ્ટ ઉચ્ચારવાળી એટલે કે, તેઓની વાણીમાં વર્ણ, ઘોષાદિ ઉચ્ચારો સુપેરે સંભળાય છે. દિક - ગતિ (a.). (જેણે પાપની ગહ-નિંદા નથી કરી તે) પ્રશ્નવ્યાકરણસૂત્રના સંવરદ્વારમાં આ પ્રમાણે જણાવેલું છે કે, સાધુ ભગવંતો જે આહાર વાપરે છે તે પણ બેતાળીસ દોષથી રહિત એટલે કે દોષિત ન હોવો જોઈએ. અગહિત હોવો જોઈએ. આ પ્રમાણે જીવનની નાનામાં-નાની ક્રિયામાં પણ શુદ્ધિ માટે સતત : જાગૃતિ રાખનાર તે મહાસંયમી સાધુ પુરુષોને શત-શત વંદન હોજો. માર્ચ (ત્રિ.). (અનિંદ્ય, નિંદાને યોગ્ય નહીં તે) અા - મી (2) (અગરુ ચંદન, સુગંધિત દ્રવ્ય વિશેષ) અગરુ એક પ્રકારની વનસ્પતિવિશેષ છે. જેમાંથી ધૂપ બને છે. વિશ્વમાં જે ઉત્કૃષ્ટ સુગંધિત દ્રવ્યો છે તેમાં અગરુનો પણ સમાવેશ થાય છે. પરમાત્મભક્તિ હેતુ 99 પ્રકારી કે 108 પ્રકારી આદિ પૂજાઓ ભણાવવામાં આવે છે તેમાં અગરુનો ધૂપ કરવાનું વિધાન છે. ધૂપપૂજાનો અર્થ છે અંતરમાં જ્ઞાનરૂપ સુગંધ દ્વારા મિથ્યાત્વની દુર્ગંધને દૂર કરવી. अगरुगंधिय - अगुरुगन्धित (त्रि.) (અગરુની ગંધવાળો 2. અગરુચંદનથી ધુપેલો) અગધૂપનો સ્વભાવ છે કે તે સ્વયં બળે છે અને પોતાની સુવાસથી તેની નજીકમાં રહેલાને પ્રફુલ્લિતતા અર્પે છે. સજ્જનો પણ 104