SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 1. આચારાપણી એટલે કે લોચ નાનાદિ આચારના અનેક ભેદોનું જેમાં કથન હોય તેવી. 2. વ્યવહારાપણી એટલે કે ચારિત્રપાલનમાં જો કોઈ દોષ લાગ્યો હોય તો તેને દૂર કરવા માટેના પ્રાયશ્ચિત્ત જેમાં જણાવ્યા હોય તેવી 3. પ્રજ્ઞસ્વાપણી એટલે કે મધુરવચનો વડે શ્રોતાના સંશયોનું નિરાકરણ કરનારી 4, દૃષ્ટિવાદાપણી અર્થાત, શ્રોતાની ઈચ્છા જીવાદિભાવોનું ગંભીર વર્ણન કરવામાં આવ્યું હોય તેવી કથા. અવનિ () -- આક્ષેપ (નિ.) (વશીકરણાદિથી પારકું દ્રવ્ય હરનાર) જે વ્યક્તિ વશીકરણાદિ દ્વારા અન્યને વ્યામોહ પમાડીને તેના દ્રવ્યાદિને ચોરી જાય છે તેને આપી કહેવાય છે. શાસ્ત્રોમાં જૈન સાધુને અંજનાદિ પ્રયોગો દ્વારા વશીકરણ કે આહાર-પાણી ગ્રહણ ઇત્યાદિ કરવાની મનાઈ કરેલી છે. વિઘો - 1 (ઈ.) (તલવારને મ્યાનથી ખેંચવી) કમક્ષોટ (3) (કું.) (અખરોટનું વૃક્ષ 2. અખરોટનું ફળ 3. પહાડી પીલુ વૃક્ષ) अक्खोडभंग - अक्षोटभङ्ग (पुं.) (પડિલેહણાનો એક ભાગ જોયા પછી તેના પર રહેલા જીવ-જંતુને ખંખેરવા તે, ખોડભંગ) અવમ -- અક્ષક (ત્રિ.). (ક્ષોભરહિત 2, અંધકવૃષ્ણિ અને પરિણીદેવીનો પુત્ર 3. અચલ, સ્થિર 4. અંતઃકૂદશાંગસૂત્રના પ્રથમ વર્ગનું એક અધ્યયન) યદુવંશના રાજા અંધકવૃષ્ણિ અને પરિણિદેવીના એક પુત્ર જેઓએ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લઈને શત્રુંજય પર્વત પર સિદ્ધગતિને પ્રાપ્ત કરી. અંતઃકૃદશાંગસૂત્રના પ્રથમ વર્ગના સપ્તમ અધ્યયનમાં આ અક્ષોભમુનિનું ચરિત્ર જણાવેલું છે. अक्खोवंजण - अक्षोपाञ्जन (न.) (ગાડાની ધરીને તેલાદિ પદાર્થ ચોપડવા તે 2. ઘા ઉપર ઔષધ લેપન) જેમ ગાડાને વગર અવાજે સરળ રીતે ઝડપથી ચલાવવા માટે તેની ધરીમાં તેલાદિ સ્નિગ્ધ પદાર્થોને ચોપડવા આવશ્યક બને છે. તેમાં આપણા વ્યવહારને સરળ અને સારી રીતે ચલાવવા માટે ગાંભીર્ય, ઔદાર્ય, સ્પષ્ટતા, સરળતા, પારદર્શિતા, સહનશીલતા, નમ્રતા આદિ ગુણો જરૂરી બને છે. - મgઈ (ત્રિ.) (સંપૂર્ણ, પરિપૂર્ણ, ભાગ-વિભાગ વગરનું) જૈનદર્શનમાં બતાવેલા ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય વગેરે પદાર્થો સંપૂર્ણ લોકાકાશના પ્રમાણવાળા છે, એક છે અને અખંડ છે. આ ધર્માસ્તિકાયાદિ પદાર્થો ગમન કરવું, સ્થિરતા કરવી આદિ ક્રિયાઓ માટે સહાયક માન્યા છે. अखंडणाणरज्ज - अखण्डज्ञानराज्य (त्रि.) (અખંડજ્ઞાન રાજય, પૂર્ણજ્ઞાનવાળું) જે અજ્ઞાની છે કે અલ્પજ્ઞાની છે તેઓ ડગલેને પગલે સાતેય પ્રકારના ભયોથી સતત ભયભીત રહે છે. પરંતુ જે મહાત્માઓ અખંડજ્ઞાન રાજ્યના સ્વામી છે અને ચિત્તમાં નિર્ભય એવું ચારિત્ર પરિણત થઈ ગયેલું છે તેમને વળી ભય ક્યાંથી હોય? અર્થાત, જ્ઞાનગર્ભિત વૈરાગ્યના ધારક સંયમીઓને કોઈપણ કારણે સહેજ પણ ભય હોતો જ નથી. આ જગતમાં તેઓ જખરા નિર્ભય છે. મāવંત - માઉન્ત (ત્રિ.) (પરિપૂર્ણ દંતપંક્તિ છે જેની તે, પરિપૂર્ણ દાંતયુક્ત) સ્વચ્છ અને અખંડ દાંત માણસને રોગથી બચાવે છે તેમ આહારનું નિયમન કરવામાં સૌથી વધુ સહાયક પરિબળ બને છે. તેમ અખંડ દાત મુખની શોભારૂપ પણ બને છે. એ જ રીતે અખંડ ચારિત્રશીલ મનુષ્ય કુટુંબ પરિવાર અને સમાજ માટે પ્રેરણાસ્પદ બની રહે છે. તુટેલા દાંતથી તો ચલાવી શકાય છે પણ ચારિત્રહીનતા તો સ્વજીવનમાં કે કુટુંબ પરિવારમાં ક્યાંય ન ચાલી શકે. 91
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy