________________ પાળી શકે અને લોકહિત કરી શકે તેવા ક્ષેત્રની મર્યાદા-પસંદગી કરવાની વાત કરેલી છે. પોતે નક્કી કરેલા ક્ષેત્ર સિવાયના ક્ષેત્રપ્રદેશમાં ગમનાગમન નિષેધ હોવાથી તે અક્ષેત્ર તરીકે તેનો નિર્દેશ કરેલો છે. अक्खित्तणियंसण - आक्षिप्तनिवसन (त्रि.) (બળજબરીથી લીધેલું વસ્ત્ર પહેરવું તે) કોઈ વ્યક્તિ પાસેથી બળજબરીથી કાર્ય કરાવીએ તો તેમાં તે વ્યક્તિ વેઠ ઉતારશે. કાર્ય વ્યવસ્થિત પણ નહીં કરે. કોઈ દુકાનથી છીનવીને લાવેલ વસ્ત્રો પહેરનારને કે લાવનારને ઝાઝો આનંદ આપી ન શકે. તેમ અન્યાય અનીતિથી કરેલો ધનનો સંચય જે કુદરતના નિયમ પ્રમાણે જબરદસ્તીથી મેળવેલું કહી શકાય તે ધન-માલ જીવને ઝાઝું સુખ ન આપી શકે. વિરા - ક્ષિા (પુ.) (આંખોમાં લગાવવાનું અંજન) સંસારમાં જેટલું પતન દ્વેષથી નથી થયું તેનાથી કઈ ગણું રાગથી થયું છે. દ્વેષ તમારો ખુલ્લો શત્રુ છે એટલે તમે તેનાથી કદાચ બચી શકો છો. પરંતુ રાગ તો તમારો મિત્ર બનીને તમારું પતન કરે છે. શાસ્ત્રકારોએ પણ મોહને કમનો રાજા કહ્યો છે. તેમાંય જો તમને દૃષ્ટિરાગ થઇ જાય તો તો સમજી લેજો કે, મોક્ષની વાત તો દૂર, મોક્ષના માર્ગથી પણ તમે જોજનો દૂર છો, દષ્ટિરાગ તમને ક્યારેય પણ સત્ય સ્વીકારવા દેતો નથી. તેમાં વ્યક્તિ અંધ બની જાય છે. માટે દષ્ટિરાગથી ચેતજો ! વિવUT - આક્ષેપ (જ.) (વ્યાકુળતા, વ્યગ્રતા, ગભરામણ). માણસ વિચારશીલ પ્રાણી છે. તે હંમેશાં વિચારે છે કે, જો હું કમાઇશ નહીં તો પરિવારનું શું થશે? કાલે કદાચ ઇન્કમટેક્ષની રેડ પડશે તો શું થશે? ધંધામાં નુકશાન આવશે તો શું થશે? આવા ઘણા બધા વિચારો આવતાં ભવિષ્યના પરિણામોથી ગભરાઇ જાય છે. પરંતુ સંસારમાં રાગ-દ્વેષ કરવાથી કર્મોનો બંધ થઇ જશે તો મારા આવતા ભવોનું શું? આ વિચારે ગભરામણ થઈ છે ખરી? કે પછી વિચાર જ નથી આવતો ? વિવિ- મા ( વ્ય.) (સ્વીકારવા માટે) જ્ઞાની ભગવંતોએ સંસારના દરેક દ્રવ્યને પરિવર્તનના સ્વભાવવાળું કહ્યું છે. જેમ વાયુ ક્યારેય પણ સ્થિર નથી રહી શક્તો તેમ વ્યકિતના મનોગત ભાવો પણ ક્યારેય સ્થિર નથી રહી શક્તા. માટે જ્યારે પણ મનમાં શુભકાર્ય કરવાની ઇચ્છા થાય તો બીજો કોઇ વિચાર કર્યા વિના તેનો અમલ તાત્કાલિક કરી દો, ભૂતકાળમાં જે કોઇપણ ભૂલો કે દોષો સેવાઈ ગયા હોય તેની આલોચના કરવાની ઇચ્છા જાગે તો વિના સંકોચે દરેક પાપોનો સ્વીકાર કરીને આત્માને શુદ્ધ કરી દો. વિવિભ્રામ - તુલામ (ત્રિ.) (સ્વીકારવાની ઇચ્છાવાળો) સાધુના બે પ્રકાર છે. 1. સંવિગ્ન અને 2. સંવિગ્નપાક્ષિક. તેમાં પહેલા પ્રકારના સાધુ પ્રાય: દોષોનું ક્યારેય સેવન નથી કરતા અને જિનકથિત આચારોનું અણિશુદ્ધ પાલન કરે છે. જ્યારે બીજા પ્રકારના સાધુઓ પોતાના આચારોમાં શિથિલ હોય છે. તેઓ સાધુસામાચારીમાં દોષોનું સેવન કરતા હોવા છતાંય તેઓ શુદ્ધ સામાચારીના જ આગ્રહી હોય છે. જે શુદ્ધઆચાર પાળતા હોય છે તેને જ સાચા અને પોતાને ખોટા માનતા હોય છે આથી જ જિનશાસનમાં સાધુ તરીકે તેમનો સ્વીકાર થયેલો છે. વિરલય - વેહ્ના (.) (નેત્રપીડા, આંખનો એક પ્રકારનો રોગ) પીળીયો તે એક પ્રકારનો આંખનો રોગ છે. જે વ્યક્તિને પીળીયો એટલે કે, કમળો થયો હોય તેને બધી જ વસ્તુ પીળી દેખાતી હોય છે. દરેક વર્ગને તે પીળા રંગ તરીકે જ જોતો હોય છે. કોઇ તેને કહે કે, આ પીળું નથી છતાં પણ તે પીળીયાને કારણે યથાર્થવર્ણ તરીકે જોઈ શકતો નથી. બસ એવી જ રીતે ભવાભિનંદી જીવને ગમે તેટલું સત્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો પણ તે સંસારને જ ઉપાદેય અને સત્યને-આત્મહિતકરને હેય માનશે. 94