SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. આ અઢારે અકૃત્યસ્થાનોને જાણીને બુદ્ધિમાન્ પુરુષે તેનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ. જિન - મય (ત્રિ.) (ખરીદવાને અયોગ્ય). કર્મ છે તો શરીર છે અને શરીર છે તો તેમાં રોગો પણ છે. રોગો ત્રણ પ્રકારે છે. કર્મજન્ય, ઋતુજન્ય અને ખરીદીને લીધેલા. આજના મોટાભાગના રોગો વ્યક્તિ બહારથી ખરીદીને લાવે છે. પછી તે હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય કે પાણીપુરીની લારી જેવા કોઈ પણ સ્થાનો હોય. ખરીદી કરનારને એટલી તો ખબર હોય છે કે, શું ખરીદવા યોગ્ય છે અને શું નહીં. ખેદજનક છે કે, રોગ ખરીદીને લાવનારને તેની ખબર જ નથી હોતી. ટ્ટિ - મઠ (ત્રિ.). (નહીં ખેડેલું, ખોદ્યા વગરનું) જમીનમાં બી વાવવું હોય તો પહેલાં જમીનને ખેડવી પડે અને ત્યારબાદ તેમાં બી વવાય છે. ભૂમિ ખેડ્યા વગર બી વાવવામાં આવે તો ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ જીવનમાં સદ્દગુણો અને સદાચારોને વાવવા હોય તો અત્યાર સુધી મનમાં ભરેલા કુવિચારો કે વિપરીત માન્યતાઓને ઉખેડી નાખવી આવશ્યક છે. જ્યાં સુધી તેનું ઉમૂલન થતું નથી ત્યાં સુધી સગુણોનો જીવનમાં પ્રવેશ થવો અશક્ય છે. अकिणंत - अक्रीणत् (स्त्री.) (વસ્ત્રાદિને નહીં ખરીદનારા) ત્તિ - સીર્તિ (સ્ત્રી.) (અપયશ, અપકીર્તિ, નિંદા 2. દાનપુણ્યફળનો લોકાપવાદ, દાનની એક દિશા કે સર્વ દિશામાં કીર્તિનો અભાવ) જિનશાસનમાં કરોડો રૂપિયાના ખર્ચે ઓચ્છવ-મહોચ્છવ થતા હોય છે તેની પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે, શાસનના કાર્યો જોઈને કોઈ જીવના મનમાં થઈ જાય કે અહો! શું જિનશાસન છે. તો પછી શાસનને પામેલા આપણું એક નાનું સરખું કાર્ય પણ એવું ન હોવું જોઈએ કે, જેથી કોઇના મનમાં જિનધર્મ પ્રત્યે અરુચિ થઈ જાય. કોઇ ધર્મથી વિમુખ થઈ જાય. અર્થાત્ જિનશાસનનો અપયશ ફેલાય તેવું કોઈ કાર્ય શાસનને પામેલાએ કરવું ન જોઈએ. કારણ કે શાસનહીલના જેવું બીજું કોઈ મોટું પાપ નથી. રિચ - 2 (કું.) (કાયિકી-આધિકરણિકી આદિ ક્રિયાનો અભાવ, કાયિકી આદિ ક્રિયાના રાગ વગરનો, પ્રશસ્ત મનોવિનયનો એક ભેદ 2. નાસ્તિક 3. સાંપરાયિક કર્મનો અબંધક) આચારાંગસૂત્રમાં કહેલું છે કે, “ને માણવા તે પરિસંવા ને પરિવા તે માસવા' જે પાપના સાધન છે તે જ પાપત્યાગના સાધન બને છે અને જે પાપત્યાગના સાધન છે તે જ કર્મબંધના સાધન છે. આથી જીવને કર્મના કારણે મન-વચન-કાયા મળ્યા હોવા છતાં તે અશુભ વ્યાપારોમાંથી નિવૃત્તિ લઈને પાપક્રિયાદિથી રહિત બને છે ત્યારે તેનો સંસાર સીમિત બની જાય છે. ન્નિયા - ક્રિયા (શ્રી.) (મોક્ષને નહીં સાધી આપનાર અનુષ્ઠાન, મિથ્યાત્વયુક્ત ક્રિયા 2. નાસ્તિક્ય, નાસ્તિકવાદ 3. યોગનિરોધ, 4. અભાવ પ. સર્વક્રિયાનો અભાવ) સમ્યગ્દર્શન થયા વિના સમ્યજ્ઞાન અને ચારિત્રનિરર્થક છે. કેમકે સમ્યગ્દર્શન સહિતની એકપણ નાનકડી ક્રિયા કર્મક્ષયનું કારણ બને છે. જ્યારે મિથ્યાત્વભાવયુક્તની પ્રત્યેક ક્રિયા માત્ર કાયક્લેશ કે સામાન્ય ફળ આપનારી બને છે. એટલે જ તો અભવ્યની દરેક ક્રિયા શાસ્ત્રાનુસાર હોવા છતાં તેને દેવલોક સિવાય વધુ કાંઇ જ ફળ આપતી નથી. કારણ તેનું અનુષ્ઠાન મિથ્યાત્વથી દૂષિત હોય છે. अकिरियाआय - अक्रियात्मन् (पुं.) (આત્માને નિષ્ક્રિય માનનાર, સાંખ્યદર્શન) વર્તમાન જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે, જેને સુખી જીવન જીવવું હોય તેને સતત સક્રિય રહેવું પડતું હોય છે. અને જેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે તેમણે જ સફળતા હાંસલ કરી છે. તો પછી પોતાના આત્માનું હિત ઇચ્છતો હોય તેણે ભગીરથ પુરુષાર્થ 78
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy