________________ દાનનો વિશાળ ભાવ સંસારની કોઇપણ સમૃદ્ધિને ખેંચી લાવે છે. યL () - અછૂતાત્મન(કિ.) (અસંયત, જેની ઇન્દ્રિયો વશમાં નથી તે). જે આત્મત્તિક સુખ છે તે સૂક્ષ્મબુદ્ધિ ગ્રાહ્ય છે. અતીન્દ્રિય છે. જ્ઞાનીઓએ તેને જ મોક્ષ સુખ વર્ણવ્યું છે. તેવું પરમ સુખ જે અસંયતાત્મા છે તેને દુwાપ્ય બતાવ્યું છે. કેમ કે શાસ્ત્રમાં તેને અગ્નિના ગોળા જેવો કહ્યો છે. જેમ અગ્નિનો ગોળો માત્ર દઝાડે છે તેમ અસંયતાત્મા જ્યાં પણ જાય ત્યાં ષટ્કાયની વિરાધના દ્વારા પાપકર્મ જ બાંધે છે. તે પોતાના આત્માને કર્મથી અલિપ્ત રાખવા અસમર્થ છે અને જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આત્યન્તિક સુખની પ્રાપ્તિ થતી નથી. अकयमुह - अकृतमुख (त्रि.) (અપઠિત, અશિક્ષિત 2. ભણ્યા વગર શિક્ષિત થયેલો) એક એવા મુનિ જેમને જ્ઞાનાવરણીય કર્મના અત્યંત ઉદયને કારણે કાંઈ પણ યાદ જ રહેતુ ન હતું. શાસ્ત્રના સારરૂપ કંઈક શીખવા માટેની તેમની પ્રાર્થનાથી ગુરુ ભગવંતે તેમને “મા રુષ મા તુષ' કોઈ ઉપર ક્રોધ ન કરીશ કે કોઈ ઉપર ખુશ થઈશ નહીં. અર્થાત સમભાવને ધારણ કરજે. મુનિશ્રી આ મંત્રને યાદ રાખવા માટે પદનું વારંવાર રટણ કરવા છતાં પણ તેઓ આટલા નાનકડા વાક્યને યાદ ન રાખી શક્યા અને “ના રુપ માં તુષ' ની જગ્યાએ ભૂલથી “માતુષ ઉચ્ચારવા લાગ્યા, મોષ એટલે અડદ અને તુષ એટલે ચોખા. આમ અત્યંત અશુદ્ધ વાક્યનું ઉચ્ચારણ કરવા છતાંય શ્રદ્ધા અને સમર્પણભાવની ઉત્કૃષ્ટતાને કારણે તેઓએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી અને લોકોમાં ભાષ0ષ મુનિ તરીકે ઓળખાયા. દુનિયાનું ભણતર કદાચ નહીં હોય તો ચાલશે પણ શ્રદ્ધ-સમર્પણ તો જોઈશે જ. अकयसमायारीय - अकृतसमाचारीक (पुं.) (ઉપસંપદ અને મંડલી એ બે સમાચારીનું પાલન ન કરનાર સાધુ) સમાચારી એટલે શ્રમણ-શ્રમણીએ નિર્દોષ જીવન જીવવા માટેના આચારો. બૃહત્કલ્પસૂત્રમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની સમાચારીઓનું વિસ્તૃત વર્ણન કરાયેલું છે. તેમાં ઉપસંપદુ સમાચારી અને મંડલીની સમાચારી જેણે તપ અને વિધિપૂર્વક ગ્રહણ ન કરી હોય તેવા સાધુને અમૃતસમાચારીક કહેવાય છે. अकयसुय - अकृतश्रुत (पुं.) (અગીતાર્થ, જેણે ઉચિત સૂત્રાર્થ ગ્રહણ નથી કર્યા તે, શાસ્ત્રજ્ઞાનરહિત) આગમ ગ્રંથોમાં સાધુ ભગવંતોને ગીતાર્થ નિશ્રામાં રહેવાનું કહેલું છે. જે ગીતાર્થ નિશ્રામાં નથી રહેતો તેને પ્રાયશ્ચિત્ત લેવું પડે એવી પ્રભુની આજ્ઞા છે. જો સાધુ માટે આવી વ્યવસ્થા હોય તો આપણા માટે તો ખૂબ આવશ્યક ગણાય. કારણ કે, જે અજ્ઞાની છે તે ધર્મનું પાલન કેવી રીતે કરી શકે? માટે ધર્મનો મર્મ પામવા અને જીવનમાં પ્રભુની આજ્ઞાનું પાલન કરવા ગીતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞામાં રહેવું અત્યંત જરૂરી છે. સંસાર સમુદ્ર તરવા માટે ગીતાર્થ ગુરુની નિશ્રામાં કે આજ્ઞામાં રહી ક્રિયા કરવી એવી પ્રભુની આજ્ઞા છે. મક્કા - ર (ત્રિ.) (કરંડિયાના આકારથી રહિત લાંબું કે સમચતુરગ્ન) આગમ ગ્રંથોમાં શ્રાવકોના બાર વ્રત પ્રમુખ વ્રત-નિયમાદિને શ્રાવક જીવનના રત્નો સમાન કહ્યા છે. તેવા સુંદર વ્રત-પચ્ચખાણરૂપ રત્નોનો કરંડિયો જેની પાસે છે તે શ્રાવક ખરેખરો ગર્ભશ્રીમંત છે અને તે ભવસાગરથી વહેલો તરી જાય છે. #gય - (.) (અતિમાંસલ, જેના વાંસાના હાડકાં માંસલ હોવાથી બહાર દેખાતા નથી તે). ઈદની પૂર્વે બકરાને વધેરવાના આશયથી ખવડાવી-પીવડાવી હૃષ્ટ-પુષ્ટ કરવામાં આવે છે, પણ તે બકરાને જયારે ખ્યાલ આવે ત્યારે તેને મનમાં આનંદ કેટલો હોય? જરા પણ નહીં. તેમપર્વના કોઇ પુણ્યના ઉદયથી સંપત્તિ મળી જાય તો આનંદ પામવા જેવું નથી. કેમ કે જેવો પુણ્યનો સંગ્રહ ખૂટી ગયો, તે પછી દુર્ગતિરૂપ વધ નિશ્ચિત જ છે. માટે મળેલી સંપત્તિનો સદુપયોગ કરવાની કળા