________________ કદાચ મેરુ પર્વત ચલાયમાન થાય, નદીનો પ્રવાહ પોતાની દિશા બદલી લે, સૂર્ય પશ્ચિમમાંથી ઉગી શકે પરંતુ, જેમણે વાયુ જેવા મનને, ઈન્દ્રિયો રૂપી અશ્વોને અને અસ્મલિત વહેતા પ્રવાહ જેવી અસંબદ્ધ વાણીને તપ અને સંયમથી પોતાના વશમાં કર્યા છે તેવા મહાપુરુષોને દેવો પણ ચલાયમાન કરી શકતા નથી. એવા ધન્યાત્માઓને મારા પ્રતિદિન કોટી કોટી વંદન હો ! ૩પિય - મક્કમત (.) (ભગવાન મહાવીરના આઠમા ગણધરનું નામ) જન્મે બ્રાહ્મણ, નામે અકંપિત. તેઓ જ્યારે ભગવાન સાથે વાદ કરવા આવ્યા ત્યારે તેમના મનમાં નારક છે કે નહીં તે સંબંધી શંકા હતી. પરમાત્મા મહાવીરદેવે પોતાના કેવલજ્ઞાનથી તેમના મનનું સમાધાન કર્યું અને તેઓ પોતાના શિષ્યો સહિત ભગવાન પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી સૌના વંદનીય ગણધરપદને પામી સ્વ-પર કલ્યાણકારી બન્યા. મદAસમાસ - ક્ષ માપદ (ત્રી.) (માત્સર્ય રહિત વચન, મૃદુ ભાષા) યોગશાસ્ત્રમાં સત્ય ભાષાની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, જે સાંભળવામાં પ્રિય હોય, હિતકારી હોય અને જેમાં કોઈ વિશિષ્ટ તથ્ય રહેલું હોય તેવી ભાષા સત્ય છે. પરંતુ સામેવાળાને સાંભળવામાં કટુ હોય તેવી સત્ય ભાષા પણ અસત્ય છે. આથી જ તો ભગવાને કહ્યું છે કે હે શ્રમણો ! તમારી વાણીથી કોઈને ઠેશ પહોંચે તેમ હોય તો મૌન રહેવાનું પસંદ કરો પરંતુ, કોઈના દિલને દુભવશો નહીં. જૈન કહેવાતાં આપણે આ વાતનું કેટલું પાલન કરીએ છીએ? अकक्कसवेयणिज्ज - अकर्कशवेदनीय (न.) (શાતાવેદનીય કર્મ, સુખવેદનીય કમ) શાતાવેદનીય એટલે જે કર્મના ઉદયકાળે સુખનો અનુભવ થાય છે. આ કર્મ અહિંસા ધર્મના પાલનથી બંધાય છે. દશવૈકાલિકસૂત્રમાં પણ લખેલું છે કે જે જીવ ખાતા, પીતા, ઊઠતા, બેસતા, ચાલતા જીવદયાનું પાલન કરે છે તે જીવ શાતા વેદનીય કર્મનો બંધ કરે છે અને ભરત ચક્રવર્તી વગેરેની જેમ માત્ર સુખનો ભોક્તા બને છે. આ સંસારમાં કોઈ એવો જીવ નથી જેને સુખ ન જોઇતું હોય, vi - શાર્થ (2) (અકાર્ય, ન કરવા યોગ્ય કાર્ય, અઘટિત કાર્ય, અનુચિત કાર્ય, નિષિદ્ધ કાય) જૈન શાસનને વરેલા શ્રાવકો વ્યાપારની દૃષ્ટિએ અનર્થદંડ જેવા અનુચિત કાર્ય કે પંદર કર્માદાનના કાર્યો ન કરે. પરંતુ અલ્પકર્મબંધ હોય તેવા વ્યાપાર રોજગારને પસંદ કરે. આજે તો કમદાનના વ્યાપારો જાણતા અજાણતાં થઈ રહ્યા છે. જો સંસારને ઘટાડવો હોય તો સત્વરે શ્રાવકત્વને લાંછન લગાડનારા આવા અકાયનો સમજણ સાથે ત્યાગ કરી ભારે કપાદાનથી બચતા રહેવું જોઈએ. अकज्जमाण - अक्रियमाण (त्रि.) (વર્તમાનકાળે નહીં કરાતું, વર્તમાનમાં ન કરાતું) આપણે મન-વચન-કાયાનો વ્યાપાર તો ઘણો બધો કરીએ છીએ પણ આપણા પૂર્વજો જેમ સાત ક્ષેત્રોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરતા હતા તે સન્ક્રિયા આપણે વર્તમાનમાં નહીં કરીએ તો સ્વ-પર ઉપકારક પુણ્યબીજ ક્યાંથી પ્રાપ્ત થશે. अकज्जमाणकड - अक्रियमाणकृत (त्रि.) (વર્તમાનકાળ અને ભૂતકાળની ક્રિયા વડે નહીં બનેલું) ભટ્ટ - મષ્ટિ (ત્રિ.). (કાઝરહિત, ઇંધણ વગરનો) તણખલાનો અગ્નિ અલ્પસમય સુધી જ રહે છે, તો લાકડાનો અગ્નિ તેથી વધુ લાંબા સમય સુધી રહે છે. જયારે નિંભાડાનો અગ્નિ બહુ લાંબા વખત સુધી યાવત્ દિવસોના દિવસો સુધી સળગતો રહે છે. તેમ જ્ઞાનીઓ કહે છે કે અનન્તાનુબંધી કષાય ચિરકાળ પર્યત આત્મા સાથે રહી આત્માનું જ ભૂંડું કરતો રહે છે. દુશ્મનને જો ઘરમાં રાખો તો હાલ બેહાલ જ થાય ને! મ:- અછૂત (ત્રિ.) (અકૃત, નહીં કરેલું)