________________ બચાવનારી અને સ્વ-પર હિતકારી નિવડી હતી. શશુ (ન.) (આંતુ, નેત્રજળ) હે પરમાત્મન ! દરેક ઠેકાણે મેં અન્યને વિષે દોષદષ્ટિ જ કેળવી. અન્યના દોષ જ મને સૌથી પ્રથમ દેખાયા અને જાણે-અજાણે આ દોષ દેખવાની વૃત્તિ એટલી તો પ્રબળ બનતી ગઈ કે જેમ માખી બગીચાને ગુલાબ વિગેરે સુગંધિત ફૂલોને છોડીને માત્ર ગંદવાડ ઉપર જ જાય તેમ સદ્ગણીને છોડીને મારું મન દુર્જનોમાં મશગુલ બન્યું. પરંતુ જ્યારે મારી દૃષ્ટિ સ્વ તરફ વળી ત્યારે અન્યના માત્ર દોષોને જ જોવાની કુટેવવાળો હું રડી પડ્યો. મંજુથ - અંશુલા (ર.). (ચીન દેશમાં બનેલું રેશમી વસ્ત્ર, ચીનાઈ હીર 2. વસ્ત્ર વિશેષ 3. પત્ર-પાંદડું) મંત્રજાપ તથા પરમાત્માની પૂજાદિ કરવાના વિશિષ્ટ વિધિ-વિધાનોમાં ચીનાંક અર્થાત, રેશમી વસ્ત્રો પરિધાન કરવાના ઉલ્લેખો શાસ્ત્રગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. રેશમના વસ્ત્રોને મનની પવિત્રતા લાવવામાં સહાયક અને ભાવોલ્લાસને વધારનારા બતાવ્યા છે. સોવર - સોપH () (ખભા પર રહેલું, ખભે લાગેલું). દીક્ષા સમયે ઇન્દ્ર દ્વારા ખભા પર નાખવામાં આવેલા દેવદૂષ્યને પણ પરમાત્માએ ગરીબ બ્રાહ્મણને દાનમાં આપી દઈને જગતને સંદેશો પાઠવ્યો છે કે, તમારી પાસે રહેલી સંપત્તિમાં બીજાઓનો પણ ભાગ છે. માટે સ્વાર્થી બનીને માત્ર પોતાનો વિચાર ન કરતાં તમારા આશ્રિતોનો પણ વિચાર કરજો ! મશરૂ (તિ) - મવત્તિ (નિ.) (સંખ્યામાં કે ગણતરીમાં ન આવે તેટલું, અસંખ્યાત કે અનંત) આગમોમાં અસંખ્યાત અને અનંત એમ બે પ્રકારના માપ કહેવામાં આવેલા છે. શબ્દની રીતે જોઇએ તો અસંખ્યાતા એટલે જેની સંખ્યા માપી ન શકાય તે અસંખ્યાત અને જેના માપનો અંત ન આવી શકે તે અનંત. તેમ છતાં કેવલી ભગવંતો એનું માપ જાણે છે. આપણા જેવા સામાન્ય વ્યક્તિઓની સમજમાં આવે તે માટે તેની વ્યાખ્યા અસંખ્યાત અને અનંત તરીકે કહેવાઈ છે. મજ (તિ) સંવિય - મવતિશ્ચત (પુ.) (એક સમયે અસંખ્યાત કે અનંત સંખ્યામાં ઉત્પન્ન થતાં નારકી આદિના જીવ) એક જ સ્થાને એક જ સમયે જયાં આગળ અનંતા જીવોની ઉત્પત્તિ છે એવી નિગોદમાં આપણે અનંતી વખત જન્મ-મરણ કરીને આવ્યા છીએ અને ભવિષ્યમાં અંતિમ લક્ષ્યરૂપ મોક્ષમાં પણ અનંતા જીવો સાથે રહેવાનું છે. તો પછી વર્તમાનમાં સંયુક્ત પરિવારમાં સાથે રહેવામાં કચવાટ શા માટે? વિરા - મve (કિ.) (કાંટારહિત 2. પાષાણાદિ દ્રવ્ય કેટકરહિત) જ્યાં પૂજ્યોની પૂજાનો અનાદર થાય છે ત્યાં વિનો હંમેશાં નિવાસ કરતા આવે છે. આથી જે પુરુષે સવિચારોથી પોતાના મનને પવિત્ર કર્યું છે, સદ્વર્તનથી માતા-પિતાની સેવા કરી છે અને સદૂભાવથી દેવ-ગુરુને પૂજ્યા છે તેમનો માર્ગ હંમેશાં નિષ્ફટક બન્યો અલંડ - જાપ () (અનવસર, અચાનક, અકાળ) કુટુંબ આદિના ભરણપોષણ માટે પૈસા કમાવવાની લ્હાયમાં ને લ્હાયમાં પોતાના આત્મકલ્યાણને ભૂલી જનારાઓને શાસ્ત્રકારો કહે છે કે, તમારા આત્મહિતને એક ઘડી પણ ભવિષ્ય પર છોડશો નહીં. કેમકે આવનારો કાળ વિક્નોથી ભરેલો છે. ક્યારે, કયા સમયે અચાનક યમરાજની સવારી આવી જશે તે ખબર પણ નહીં પડે. માટે જે કરવું છે તે અત્યારે જ, આ સમયે જ કરી લો. રખેને કાલ પર છોડતા.