________________ પ્રસ્તાવના તથા સામાન્ય સૂચના શ્રી આદિનાથ પુરાણમાં પ૩ સંસ્કારો બતાવેલ છે. કેટલીક જગ્યાએ 16 સંસ્કારો અને કેટલીક જગ્યાએ પાંચ સંસ્કારો (1) અન પ્રાસન (બોટન), (2) વિદ્યાભ્યાસ, (3) સગાઈ, (4) લગ્ન, (5) સીમંત (ધૃતિક્રિયા કરે છે.) ઉપરાંત પૂજન વિધાન, વાસ્તુ, શિલાન્યાસ, સરસ્વતિ પૂજન (ચોપડા પૂજન) વિગેરે દિગમ્બર જૈન વિધિથી કરવા ષોડશ સંસ્કાર, ત્રિવર્ણાચાર, “શ્રી દિગમ્બર જૈન વિધિ સંગ્રહ” વિગેરે પુસ્તકો મેળવી દિગમ્બર જૈન વિધિથી જ કરવા. વાગ્દાનપ્રદાન ચ વરણે પાણિપીડનમ્, સપ્તપદીતિ પંચાગો વિવાહ: પરિકીર્તતઃ | જેમાં સગાઈ, પ્રદાન, સ્વીકાર, હસ્તમેળાપ અને સપ્તપદી " (સાત ફેરા) આ પાંચ કર્મ હોય તે વિવાહ છે. અને જ્યાં સુધી સપ્તપદી ન થાય ત્યાં સુધી વિવાહ (લગ્ન) થયા કહેવાય નહિં. દિગમ્બર જૈન વિધિથી લગ્ન કરનારને “લગ્ન પત્રિકા” નો સુંદર કાગળ લાગત મૂલ્ય રૂા. 11 કીંમતે શ્રીયુત રમણીકલાલ અમરચંદ ગાંધી, ઠે. ગોધા ગેઈટ, હુમડનો ડેલો, દિગમ્બર જૈન મંદિરની પાસે, ભાવનગર-૩૬૪૦૦૧. થી મળી શકશે. સામાન્ય સૂચના (1) પૂજન વિગેરમાં કુવાનું પાણી ગાળીને વાપરવું. (2) લગ્નના દિવસે વર કન્યાએ મંદિરજીમાં જુદા જુદા જઈને શ્રી સિદ્ધ ભગવાનની અષ્ટ દ્રવ્યથી પૂજા કરવી. (3) હસ્તમેળાપ અગાઉ પોણા કલાકે વર કન્યાના માંડવે આવે. ////////////////////////// 3 //////////////////////////