SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પગ ભલામણ છે. કામ કર્યું, તો વૃત્તિકારોએ એ વૈશલ્યનો વિસ્તાર પાથરવાનું કામ કર્યું... ખરેખર અદ્ભુત ઉપકાર કર્યો છે એ મહાપુરુષોએ ! બહુશ્રુત મહાપુરુષો શાસ્ત્રનું સર્જન કરીને અનેક અદ્ભુત પદાર્થો ભવ્યજીવો સમક્ષ રજુ કરે છે... પણ એ શાસ્ત્રનું ભણતર જો સંવેદનશીલતાપૂર્વક કે વિવેકપરિકર્મિતમતિ દ્વારા ન કરવામાં આવે, તો એ જ શાસ્ત્ર તે તે ભારેકર્મી જીવો માટે સંસારનું નિમિત્ત પણ બની જ શકે છે... એટલે જ આ ગ્રંથમાં જે પણ આચારો બતાવ્યા છે, તે જાણીને આચારહીન જીવો પર દ્વેષ-દુર્ભાવ ન થઈ જાય તેની કાળજી રાખવી અતિ આવશ્યક છે... હા, તે તે આચારો આપણા જીવનમાં આવે એ માટે ચોક્કસ પ્રયત્ન કરવો... પણ બીજાને “દોષવાનું” જોઈ આપણે વષવા” બનવું એ ઉચિત માર્ગ નથી... માટે આ વિષયમાં સાવધાન બનીને રહેવું એવી ખાસ ભલામણ છે. પ્રસ્તુત ગ્રંથ વિશે જણાવવાનું કે, આ નૂતન પ્રકાશનમાં પૂર્વાચાર્યવિરચિત ગચ્છાચારપયન્ના ગ્રંથની મૂળગાથા અને તેની સંસ્કૃત છાયા સાથે પૂજ્ય વાનર્ષિગણિવિરચિત વૃત્તિ તેમજ પૂર્વાચાર્યવિરચિત બે અવસૂરિઓનું પણ સંપાદન કરવામાં આવ્યું છે... એમાં પૂજ્ય વાર્ષિગણિ વિરચિત વૃત્તિ યદ્યપિ પૂર્વપ્રકાશિત હતી જ... પણ છતાં પૂર્વપ્રકાશનમાં ઘણી અશુદ્ધિઓ નજરે ચડી... એટલે શુદ્ધ સંસ્કરણ પ્રકાશિત કરવું આવશ્યક જણાયું... અને એ માટે અનેક સંસ્થાઓના સુંદર સહયોગે વિવિધ હસ્તપ્રતો સંગૃહીત થઈ... અને એના આધારે યથાશયોપશમ શુદ્ધ સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે... સાથે જ હજી સુધી પ્રાયઃ અપ્રગટ બે અવસૂરિઓનું પણ સંપાદન થયું છે... અજ્ઞાનતાવશાત મારાથી કોઈ ક્ષતિ રહી હોય, તો તેનું હું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્ માંગું છું. આ અદ્દભુત આગમગ્રંથનું મનન-પરિશીલન કરીને સહુ અભ્યાસીવર્ગ પોતાના જીવનને આચારમય બનાવે અને પ્રત્યેક આચારને આદરમય બનાવે એ જ અરિહંત પરમાત્માને અંતિમ અભ્યર્થના કરી વિરમું છું. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તેની ક્ષમાયાચના... શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્ર ગુણરત્ન-રશ્મિરત્નસૂરિ ચરણરજ મુનિ યશરત્નવિજય.
SR No.032876
Book TitleGacchachar Prakirnakam
Original Sutra AuthorN/A
AuthorYashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year182
Total Pages182
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gacchachar
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy