________________ ગણધરોએ ભગવાનને જીવન સમર્પિત કરી દીધું. ગણધર ભગવંત આપણને પણ કહે છે કે જો તમારે કલ્યાણ કરવું હોય તો ભગવાનની ઉપાસના-ભક્તિ કરવાની અને ભગવાનની ભક્તિ કર્યા પછી પ્રાર્થના કરવાની, જો કે તમે ભક્તિ કરો તો એનું ફળ મળવાનું જ છે, છતાં ભગવાન પાસે પ્રાર્થના કરવાથી શુભકામનાઓનો દઢ સંકલ્પ થશે. તેથી શુભ ભાવનાઓની વૃદ્ધિ થશે. સંસારીજીવો આશાવાદી દુનિયામાં મોટા ભાગના લોકોને સંસાર પરથી વૈરાગ્ય થતો નથી. કારણ કે, સંસારી જીવો સંસારમાં 100% આશાવાદી છે. સભાઃ “કઈ રીતે?” ગુરુજીઃ “ડિસેમ્બર મહિનામાં ઓપન ગ્રાઉન્ડમાં એક યુવાનનાં લગ્ન હતાં. અણધાર્યો વરસાદ આવ્યો. લગ્નની સાજસજાવટ પર પાણી ફરી વળ્યું. સંસારી જીવોએ પોતાનો ઓલ ઇન્ડિયા રેડિયો ચાલુ કર્યો. ફલાણો કેટરર હોત તો બધું ફાસ્ટ મેનેજ થઈ જાત. જો ગ્રાઉન્ડમાં ડોમહોત તો વાંધો ન આવત. દેવતાઓએ બનાવેલી છપ્પન કરોડ જાદવોની નગરી દ્વારિકાનો જો નાશ થઈ શકે તો તારા દીકરાનાં લગ્નમાં અણધાર્યો વરસાદ ન આવી શકે? ખરેખર તો અહીં સંસારના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ કે પુદ્ગલ ધોખેબાજ છે. એ ક્યારે ધોખો આપે-દગો કરે- એનો કોઈ ભરોસો નથી. એની જગ્યાએ સંસારી જીવો આશાવાદી દરજી છે. બેઠાં બેઠાં આશાઓનાં થીંગડાં માર્યા જ કરશે.” સભાઃ “સંસારી જીવ આશાવાદી દરજી કેમ બન્યો છે?” ગુરુજી: “ધીરે ધીરે પ્રીત કેરો દીવડો પ્રગટાવ્યો. પ્રાર્થના : 2 પડાવ : 6