________________ ઊભા કરવા તૈયાર નથી. ૪-ખમાસણા બેઠાં બેઠાં આપીએ.” સભાઃ “ધર્મ માટે ત્યાગ કરવાનો કહેશો તો નહીં થાય. બાકી અમારા દીકરા-દીકરીઓના સ્કૂલ એડમિશન માટે કલાકો લાઈનમાં ઊભા રહીએ છીએ.” ગુરુજી: “બાળકોના એડમિશનની વાત પછી. બહેનો દરરોજ રસોડામાં ઊભા ઊભા કલાક રસોઈ કરે અને ભાઈઓ ટ્રેનમાં કલાક સુધી ટીંગાતા જાય, પણ ઉપાશ્રયમાં જરાય ત્યાગ કરવા તૈયાર નથી. જાણે ઘરનો થાક ઊતારવા ઉપાશ્રયમાં આવતા ન હોય. મૂળ વાત- હાથીએ આટલો મોટો એરિયા સાફ કર્યો, એક સસલા માટે અઢી દિવસ ત્રણ પગે ઊભો રહ્યો, અને માર્ગાનુસારિતા કહેવાય. આને જ ભગવાનના આશીર્વાદ કહેવાય. આને જ ગુરુની કૃપા કહેવાય. આપણા આત્માને જે હિતકર હોય એ કરવું એનું નામ માર્ગાનુસારિતા. જ્યારે આપણી વાત કરીએ. આપણી સમજ કેવી છે?તમારી વિચિત્રતા જુઓ. ઘરના ઓટલે કૂતરું આવીને બેઠું, તમે કેવું હટ હટ કરશો ! જ્યારે હાથી એક સસલા માટે કેવું બલિદાન આપી શકે છે!” સભાઃ “અમને ધર્મમાં કશી જ ખબર પડતી નથી.” ગુરુજીઃ “એવું નથી. અવસરે તમે ફિલોસોફર બની કલાક વ્યાખ્યાન આપી શકો એમ છો. અને ત્યાં તમારો ઉપદેશ કોઈ સાંભળે તો થાય કે મહારાજ સાહેબ બોલી રહ્યા છે. સભાઃ “થોડાંક સેમ્પલ આપો ને?” ગુરુજી: “સંધ્યાના રંગો જેવું અસ્થિર આપણું જીવન છે, એમને મોતનો આભાસ થઈ ગયો હશે. એટલે જ ઉપધાન કરાવી લીધાં. બધાં સારાં કામો કરાવીને ગયા છે. અફસોસ ન કરવો. સારા માણસોની જરૂર તો બધે જ હોય છે. એમની પાછળ તમે રડશો તો એમને અંતરાય થશે. મન મક્કમ પ્રાર્થના : 1 71 પડાવઃ 4