________________ ખાવા-પીવા, હરવા-ફરવા, દવા-કપડાં-ઘર વગેરે બધાંનું ટોટલ મારીએ તો વર્ષે 2 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય. 50 વર્ષની ઉંમર સુધીમાં પોતાની જાત પાછળ, શરીર પાછળ ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા વાપર્યા હશે. પ૦ વર્ષમાં આટલા રૂપિયા પોતાની જાત પાછળ વાપરીને તમે શું પ્રાપ્ત કર્યું?” સભાઃ “પાપનાં પોટલાં.” ગુરુજી: “જે શરીર પાછળ કરોડો રૂપિયા વાપર્યા એ શરીર રાખ થઈ જશે. મરી ગયા પછી શરીર તો એક દિવસ વધારે રાખી ન શકાય. વાસ મારે, કીડા પડવા માંડે એવા શરીર પાછળ કરોડો રૂપિયાની ચટણી કરી નાખી. આવા શરીરને સ્મશાન સુધી લઈ જવાના પૈસા આપવા પડે. એટલું જ નહીં, એને બાળવા માટે લાકડાં પણ પૈસા આપીને લેવા પડે તેમ છે. શરીર માટે તમારા બધાંનો સામૂહિક ખર્ચો જોશો તો છાતીનાં પાટિયાં બેસી જશે. ભારતમાં 70 કરોડ સ્ત્રી-પુરુષો મહિને વાળ કપાવવા પાછળ ફક્ત 50 રૂપિયા ખર્ચ તો 70 કરોડ રૂા. ૫૦=રૂા.૩૫00 કરોડ. 3500 કરોડX૧૨મહિના=રૂ.૪૨,૦૦૦ કરોડથાય. અહીં તો માત્ર વાળ કપાવવાનો ખર્ચ બતાવ્યો. બાકી તો અબજોના અબજો રૂપિયા શરીર પાછળ વાપરી નાખીએ છીએ, એ પણ પાછા અનંત કાળથી. આમ છતાં કંટાળો, થાક, વધારે થયું એમ નથી લાગતું અને બેચાર મ.સા.એ ભગવાનની આજ્ઞા મુજબ અનુષ્ઠાનનો માત્ર ઉપદેશ જ આપ્યો છે. તો પણ મહારાજ સાહેબ માટે ખરાબ બોલીએ કે સાધુઓને તો પૈસા જ જોઈએ છે. હાટડી ખોલીને બેઠા છે... આવા શબ્દો માર્ગાનુસારી ક્યારેય ન બોલે.” સભાઃ “મ.સા.ના ઉપદેશથી કોઈને વાત બેસી જાય કે દેરાસર વગેરે પ્રાર્થના : 1 પડાવ : 4