________________ રત્નોનો વરસાદ કર્યો. ગભરાયેલી શ્રીમતી એ મુનિના પગે વળગી પડી. અનુકૂળ ઉપસર્ગથયો જાણી આદ્રમુનિ ત્યાંથી ચાલતા થયા. હવે શ્રીમતીએ એ જ મુનિને પરણવાનો આગ્રહ રાખ્યો. તેના પિતાએ કહ્યું કે ભ્રમરની જેમ ભમતાં મુનિ કેવી રીતે શોધવા? તું ઓળખીશ કેવી રીતે ? માટે કોઈ બીજા મનગમતા વરને વરવું ડહાપણભર્યું છે. શ્રીમતીએ કહ્યું કે પિતાજી, આપ કેમ ભૂલી જાવ છો કે ઉત્તમ રાજાઓ અને સર્જનો એકવાર બોલેલું અવશ્ય પાળે છે. અને કન્યા તો એક જ વાર કોઈને વરે છે. તમે પૂછો છો કે તેમને કેવી રીતે ઓળખીશ? હું તેમના પગ જોઈને તરત ઓળખી લઈશ. કેવા ઘાટીલા, ભરાવદાર અને સુડોળ પગ હતા! આવા પગતો હજુ સુધી કોઈના જોયા નથી. આના માટે થઈને 12 વર્ષ સુધી સાધુઓને વહોરાવવા લાગી. 12-12 વર્ષનાં વહાણાં વાઈ ગયાં. તે મુનિના વાવડ પણ ન મળ્યા. છતાં અડગ વિશ્વાસ અને ઊંડી ધીરતા લઈ તે વાટ જોતી રહી. એક દિવસ આકસ્મિક રીતે તે જ મુનિ શ્રીમતીને ત્યાં આવી ગયા. મૂળ વાત, અહીં કર્મ માનવું જ પડે. મર્યાદા ચૂક્યા નથી.” સભાઃ “રોજ રોજ પેપરોમાં બાવાઓનાં પરાક્રમો આવે છે. આવામાં કોઈ પૂછે કે દીક્ષા લેવાય કે નહીં, તો શું સલાહ અપાય?” ગુરુજી: “માર્ગાનુસારી તો એક જ વાત કરે. ભગવાને બતાવેલી મર્યાદાઓના પાલનથી હિત શક્ય છે. એ મર્યાદાઓ ચૂકો તો પ્રશ્ન આવે. બીજું નિકાચિત કર્મનો ઉદય થાયતો પ્રશ્ન આવે. નિકાચિત કર્મ આત્મા ઉપર છે કે નહીં એ તો આપણે કહી ન શકીએ. તેથી નિકાચિત કર્મને આગળ કરીને દીક્ષા અટકાવાય નહીં. પણ, જેનામાં માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તે વિચારશે કે સાધુપણામાં કેટલાં ધતિંગ ચાલે છે, કેટલાં કૌભાંડો, ઝઘડાઓ, ઇર્ષ્યા બધું પ્રાર્થના : 1 પડાવઃ 4