SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ એટલું કહે કે એને એમ લાગ્યું હશે, એમ રાખો. મને શું પૂછો છો? એટલે મારી પાસે મારી વહુનો વાંક કાઢવા કોઈએ આવવું નહીં. નહીંતર મને તમારા પર વિશ્વાસ નહીં રહે. મારી પુત્રવધૂતો માંજીને પાણિયારે ઊગતા સૂરજ સામે મેલ્યું હોય એવી તાંબાના બેડાં જેવી ચોખ્ખીને ઊજળી છે. વિચારવા જેવું છે કે સગા દીકરા-દીકરી પર જેટલો વિશ્વાસ નથી એટલો વિશ્વાસ પુત્રવધૂ પર છે. છતાં તમે કહેતા હો કે સાસુ = આંસુ તો તમારી માન્યતા તમને મુબારક.” સભાઃ “પૂર્વકાળની ઘણી વાતોમાં શ્રવણ જેવા દીકરાની વાતો આવે છે. તો આજે શ્રવણ કેમ પાકતા નથી?” ગુરુજીઃ “શ્રવણ પાકતા નથી. એમાં ત્રણ વાતો છે. (1) લૉર્ડ મેકોલેનું ભણતર મા-બાપના ઉપકારોને ભૂલાવે છે. (2) મા-બાપને સંતાનો માટે સમય નથી. (3) સંતાનોનું ઘડતર કરતાં આવડતું નથી માટે શ્રવણ નથી પાકતાં.” સભાઃ “ઘડતર કેવી રીતે કરાય?” ગુરુજી: “આપણે મુકુંદરાયનાં માતુશ્રીની વાત કરી, એમની જ ઘટનાથી તમને સમજાવું. એકવાર મુકુંદરાયજી પડોશના છોકરા સાથે રમતાં રમતાં ઝગડ્યા. એમાં છોકરાને પછાડી, છાતી ઉપર ચઢી બેસી એના મોમાં ધૂળ ભરેલી. એટલે એની મા ઇ છોકરાને તેડીને ફરિયાદે આવેલી. મેં ઘરે આવીને માતુશ્રીને કીધું કે ઈ ગાળ શેનો કાઢે? ગાળ કાઢે એટલે મોંમાં ધૂળ તો ભરું જ ને? માતુશ્રીએ કીધું કે એના મોઢામાં ધૂળ ભરવાથી હવે ફરી વાર એ ગાળ નહીં કાઢે એમને લાગે છે? કે વધારે તારી હારે બાઝશે? પ્રાર્થના : 2 પ૯ પડાવ : 8
SR No.032872
Book TitlePrarthana Part 01
Original Sutra AuthorN/A
AuthorNiswarth
PublisherParmarth Pariwar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy