________________ પ્રસ્તાવના બિલ્ડીંગમાં એક ઘરે પુત્રનો જન્મ થયો. બિલ્ડીંગમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. બાજુની બિલ્ડીંગમાં યુવાનનાં લગ્ન હતાં. સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે જ, જેનાં લગ્ન હતાં તે યુવાનનું મૃત્યુ થયું. બિલ્ડીંગમાં સર્વત્રશોક છવાઇ ગયો. આ ઘટનાની વાત અમે ગુરુભગવત કરી ત્યારે ગુરુભગવંતે અમને એક પંક્તિ સમજાવી, “એક ઘરે ધવલમંગલહુવે, એક ઘરે રુબહુનાર રે, એકરામારમે કંતશું એક છેડે શયલ શણગાર રે.” દેખાતાં વિશ્વમાં રોજના પ્રાયઃ 1 સેકંડમાં ચાર મનુષ્યનો જન્મ થાય છે અને બે મનુષ્યનું મૃત્યુ થાય છે. તેથી રોજના 3,45,600 મનુષ્યનો જન્મ થાય છે, તથા 1,72,800 મનુષ્યનું મૃત્યુ થાય છે. સંસારનું કારમું સ્વરૂપ જોતાં અમે ધ્રૂજી ઊઠ્યા. ગુરુભગવંતને કારમા સંસારનો અંત કેવી રીતે લાવવો? એ પ્રશ્ન પૂછ્યો. ગુરુ ભગવંતે સંસારનો અંત લાવવા માટે અમને “પ્રાર્થનાસૂત્ર”ની સમજ આપી. ગમતાનો ગુલાલ એ ન્યાયે “પ્રાર્થના” પુસ્તક પરમાર્થ પરિવાર પ્રકાશિત કરી રહ્યો છે. પ્રાર્થના-પુસ્તકમાં જિનાજ્ઞાવિદ્ધ તથા ગુરુ ભગવંતના આશયવિરુદ્ધ નિરુપણ થયું હોય તો મિચ્છામિદુક્કડમ્.... ધ્યાન દોરવા નમ્ર વિનંતી સાથે.. પરમાર્થ પરિવાર