________________ ગુરુજી: “ના, તે કાળે પણ આગળની પ્રાર્થનાની જરૂર હતી. દા.ત. ભવે ભવે તુમ્હચલણા -ભવોભવ મને તમારું શાસન મળજો . ચોથા આરામાં પણ પૂરેપૂરો ચતુર્વિધ સંઘ મોક્ષમાં નથી જવાનો તેથી તેમને પણ જયાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી ભવોભવ પ્રભુનું શાસન મળજો એવી પ્રાર્થનાની જરૂર છે જ.” સભાઃ “પહેલી આઠ પ્રાર્થનાની અંતર્ગત પાછળની પ્રાર્થનાઓ આવી જતી હશે.” ગુરુજીઃ “બરાબર, તમે મહેનત કરો તો બધા જવાબ આવડી જાય એવી તમારી શક્તિ છે. ભારતનું બંધારણ એક ચોપડીમાં લખાઈ જાય પરંતુ બંધારણનું અર્થઘટન કરવા માટે હજારો પુસ્તકો ઓછાં પડે. એટલે ગણધર ભગવંતે 8 પ્રાર્થનામાં જે માંગ્યું હતું તે આપણા જેવા મંદ ક્ષયોપશમવાળા ન સમજી શકે એટલે વિસ્તૃત કરીને આપ્યું.” સભાઃ “પ્રથમ આઠ પ્રાર્થનામાં “ભવે ભવે તુમ્હ ચલણાણ” ભવોભવ તમારું શાસન મળજો એવી પ્રાર્થનાનો સમાવેશ ક્યાં કરવામાં આવેલ છે?” ગુરુજી: “સદ્દગુરુ જોગો..”માં આવી જાય. સદ્ગુરુ શાસનમાં જ હોય. શાસન બહાર સગુરુ છે જ નહીં તેથી ઈન્ડાયરેક્ટલી તો આ વાત આવી જતી હતી. પણ આપણે ન સમજી શકીએ તેથી અન્ડરલાઇન કરીને અર્થાત્ સેપરેટ સમજાવી હોય અથવા દ્વિબદ્ધ સુબદ્ધ એ ન્યાયે પણ લખી હોય. ગણધર ભગવંતે કરેલ આઠ પ્રાર્થનાને યથાર્થ સમજીને પૂર્વાચાર્ય ભગવંતોએ એ પ્રાર્થનાઓને આપણા બોધ માટે વિસ્તૃત કરી છે.” સભાઃ “ઉદાહરણથી સમજાવો ને!” ગુરુજી: “લૌકિક ઉદાહરણ લઈએ. વડીલો કહેતા કે ગામેગામ ઘર બાંધવા જોઈએ. આ પંક્તિનો શબ્દાર્થ થાય છે કે દરેક ગામમાં ઘર હોવું જોઈએ. ભારતમાં 6 લાખ ગામડાં છે. છ લાખ ગામમાં ઘર બાંધવા માટે પુષ્કળ પ્રાર્થનાઃ 2 24 પડાવઃ 7 કિપ