________________ પાછા વળી ગયા. સીતાની ઈર્ષ્યાથી આ વાત દાસીઓ દ્વારા શોક્યોએ લોકમાં ફેલાવી. તેથી લોક પણ સીતાની નિંદા કરવા લાગ્યું. ખરેખર સીતાની ઇર્ષ્યાથી શોક્યોને શું ફાયદો થયો? રામે સીતાનો ત્યાગ કર્યો તેથી ત્રણ ખંડનો સ્વામી લક્ષ્મણ રડે છે. રામ દુઃખી, સતી સીતાને પતિનો વિયોગ. શું ફાયદો થયો?” સભાઃ “અહીં સીતાજીની ભૂલ ન હતી છતાં શોક્યોએ ખોટી વાત કરી એ ભૂલ. પણ ખરેખર કોઈ કંજૂસ હોય એને તો આ કંજૂસ એમ કહેવાય ને?એમાં તો પાપ ન લાગે ને?” ગુરુજી: “દશવૈકાલિક નામા આગમમાં દશમું “સભિક્ષુ” અધ્યયન છે. એમાં લખ્યું છે કે " પરં વાલિ મયં સુરીજો” જે બીજાને કોઈ દિવસ એમ ન કહે કે આ કુશીલ, હલકો, દુરાચારી, અભિમાની, નિર્દય, માયાવી, જૂઠો, લબાડ વગેરે છે. એવું ન કહેતે ભિક્ષુ છે. કંજૂસને પણ કંજૂસ કહે તો તેને દ્વેષ થાય તેથી “નેત્ર પેન્ન ન તો વજ્ઞા?’ જેનાથી બીજાને ક્રોધ થાય તેવાં વચનો કહેવાં નહીં.” સભાઃ “એક વ્યક્તિ અમારા ધ્યાનમાં છે. અબજોપતિ છે છતાં મૈયા પાસે શાક પણ રાત્રે સૌથી છેલ્લે વધ્યું હોય તેવું લેવા આવે. કપડાં પણ જ્યાં સેલ લાગ્યું હોય ત્યાંથી લે. દીવાળીનું બોનસ વોચમેનને પાંચ રૂપિયા જ આપે. આવી વ્યક્તિની નિંદા થઈ જાય છે, તો શું કરવું?” ગુરુજી: સમજો કે કોઈ વ્યક્તિ અત્યંત કંજૂસ છે, તો એ એનો દુર્ગુણ છે. એવી વ્યક્તિની નિંદા ન થઈ જાય માટે, 14 પૂર્વધર શય્યભવસૂરિ મ.સા.આપણને દવા આપે છે “નાળિયે પત્તેય પુન્ન-પાવ” તમારે વિચારવાનું છે કે પોતાના કરેલા પુણ્ય-પાપ દરેક પોતે ભોગવે છે. કોઈ માણસ બળતો અંગારો હાથમાં લે તો એ પોતે બળશે. હું કાંઈ બળવાનો પ્રાર્થના : 2 પડાવ : 6