________________ ત્રીજી પ્રાર્થના- “ઇષ્ટફલસિદ્ધિ” કોઈ જીવને ‘ભવનિબેઓ“, મગ્ગાણુસારિઆ આવી ગયા છે પછી પણ ઇચ્છાઓ તો રહેવાની જ છે. સંસારી જીવ ઇચ્છા વગરનો ન હોય. ઇચ્છા બે પ્રકારની છેઃ આત્મિક ઇચ્છા અને ભૌતિક ઇચ્છા. ઇષ્ટફલસિદ્ધિમાં આત્મિક ઇચ્છા નથી લેવાની પણ ભૌતિક ઇચ્છા લેવાની છે. ભૌતિક ઇચ્છા બે પ્રકારની છેઃ (1) ધર્મ અવિરોધી (2) વાસનાપૂર્તિ કરે તેવી. અર્થાત્ સૃષ્ટસિદ્ધિઃ વિરોધિત્ન निष्पत्ति. ભવનિર્વેદમાં અને મગ્ગાણુસારિઆ પામેલા જીવના આત્મા ઉપર પણ પાપકર્મ લાગેલાં છે. તેથી જીવની ધર્મસાધનાને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પાપકર્મ ડિસ્ટર્બ ન કરે, એના માટે ત્રીજી પ્રાર્થના ઇષ્ટફલસિદ્ધિ.” લોગ-વિરુદ્ધચ્ચાઓ આત્મવિકાસ માટે હૃદયની કોમળતાઓ જરૂરી છે. આથી જ પોતાના આત્માની જેમ બીજાનો વિચાર પણ એ રીતે રાખવાનો છે કે આપણા નિમિત્તે એને ચિત્તસંક્લેશ ન થાય. આપણે એવી બેપરવાઈ ન કરાય યા કઠોરતા ન રખાય કે જેથી આપણી મનમાની પ્રવૃત્તિના કારણે બીજાઓને સંક્લેશ થાય. આ દોષ ટાળવા માટે લોક-વિરુદ્ધ આચરણનો ત્યાગ કરવાનો છે. સભાઃ “લોકવિરુદ્ધમાં શું આવે?” ગુરુજી: “નિંદા, દ્રોહ, કોઈનાં નાણાં પાછાં ન આપવાં વગેરે.. તમે જેની નિંદા કરી તેને સંક્લેશ થતાં કર્મ બંધાય છે અને આગળ જતાં ધરમ તરફ દુર્ભાવવાળા બને છે. તેથી ભવાંતરમાં પણ એને બોધિ, ધર્મપ્રાપ્તિદુર્લભ બને છે. પ્રાર્થના : 2 પડાવ : 6