________________ ધન્યકુમાર ચરિત્ર. પાસેથી વધારે લેવું તે કાંઈ ઠીક નહિ. આજ સુધીમાં તેના ઉપર લગભગ એક લાખથી કાંઇક વિશેષ ખર્ચ થયે છે, પણ તમારે જુએ છે તે ફક્ત એક લાખ સેનૈયા આપીને ખુશીથી લઈ જાઓ.’ * રાજપુને ધન્યકુમારે માંગેલ કિસ્મત આપી ઘેટે ખરીદી લીધે. જયારે કઈ પણ ચીજ વેચવાની હોય છે ત્યારે વ્યાપારીઓ પિતાની ઈચ્છા પ્રમાણે તેની વધારે કિસ્મત કરે છે અને ઘરાક પિતાની અતિશય ઈચ્છાને લીધે ગમે તેટલું દ્રવ્ય આપીને પણ લેવા તૈયાર થઈ જાય છે. A હવે ધન્યકુમાર પિતાને મળેલ નફે લઈને ઘરે ગયે. પહેલાં કરતાં બેવડે લાભ થવાથી તેની કીર્તિ તથા યશ વૃદ્ધિ પામ્યા. સગાંવહાલાં સંતોષપૂર્વક તેની પાસે જઈ તેના વખાણ કરવા લાગ્યા. “ઉગતા સૂર્યને દુનિયા આખી ક્યાં નથી નમતી ?' ધન્યકુમારની સ્તુતિ સાંભળી તેના મેટા ત્રણે ભાઈઓના મોડાં ઈર્ષ્યાથી કાળાં મસ જેવા થઈ ગયા. તે ત્રણેને તેના પિતા આ પ્રમાણે હિતવચન કહેવા લાગ્યા કે હે પુત્ર! સુજનતાના–સારાના વખાણ કરવા તે અભ્યદયની નિશાની છે અને દુર્જનતા–ઈર્ષ્યા પ્રમુખ તે આપત્તિનું સ્થાન છે, માટે સાચું ખોટું સમજનારા માણસે એ સુજનતાને અંગીકાર કરે ઘટે છે. મૂઢ માણસે બીજાને અભ્યદય જોઈ ન શકવાથીજ લેકમાં અપકીર્તિ પામે છે. ચંદ્રને દ્રોહ કરનાર રાહુને શું સમજુ લેકે ક્રૂર નથી કહેતા ? આ દુનિયામાં પૈસે મળે ન મળે તે તે કર્મ ઉપર આધાર રાખે છે. પૈસાદારની ઈચ્છા ફળતી નથી, પણ ભાગ્યે જ ફળે છે, માટે આવી રીતે દુઃખી થવાની હાંઈ જરૂર નથી. સાંભળે–