________________ પ૨ ધન્યકુમાર ચરિત્ર. કરનાર તેજ વિનાનો હેવા છતાં પૂજાવાને લાયક બને છે. ગુણ ઉપરના રાગ તથા ષ ઉપર બે મુનિઓનું દષ્ટાંત છે તે સાંભળો. ગુણના રાગ અને દ્વેષ ઉપર ચામલમુનિનું દષ્ટાંત. * પૂર્વે ઇન્દ્રિયને નિગ્રહ કરનાર, તપથી કૃશ થઈ ગયેલા શરીર વાળા, જ્ઞાનરૂપી સમુદ્ર તરી ગયેલા તથા ભવને ભય જેમને ઉત્પન્ન થયે છે તેવા એક મહામુનિ થઈ ગયેલ છે. એક વખત ઇર્યાસમિતિ પાળતા, કપટ રહિત મનવાળા અને હમેશાં પ્રમાદ રહિત એવા તે મુનિ ભિક્ષા માટે એક સ્ત્રીના ઘરમાં ગયા. તે સ્ત્રીના હાવભાવ, વિભ્રમ, કટાક્ષ વિગેરે વિલાસ જોયા છતાં અક્ષુબ્ધ મનવાળા તે મુનિએ કાચબાની માફક ઇન્દ્રિયે ગોપવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. પછી રાગ રહિત એવા તે મુનિ મહારાજા પિતાની ગંભીર વાણીથી કલ્પવૃક્ષ સમાન ધર્મલાભ આપીને યોગ્ય સ્થળે ઉભા રહ્યા. હવે ઘરમાંથી તે યુવાન સ્ત્રી ઋષિરાજને આવેલા જોઈને ધર્મબુદ્ધિથી નિષ્કપટપણે ભેજન હાથમાં લઈને બહાર આવી, તેટલામાં તે તે મુનિરાજ આહાર લીધા વગરજ અન્ય સ્થાને ચાલ્યા ગયા. તે શ્રદ્ધાવાન સ્ત્રી મુનિરાજ ગોચરી લીધા સિવાય ગયા તેથી બહુ નાસીપાસ થઈ અને પિતાના ભાગ્યની નિન્દાપૂર્વક ખેદ કરવા લાગી. થડાજ વખત પછી ત્યાં ભાગ્યેગે એક ગુણ ઉપર રાગવાળા છતાં ફક્ત મુનિષધારી સાધુના ગુણ રહિત મુનિ આવ્યા. પેલી શ્રાવિકા તેમને આવેલ જોઈને હાથમાં પહેરાવવા ગ્યચીજો લઈ વહેરાવવા આવી. મુનિએ પણ તે વસ્તુઓને સ્વીકાર કર્યો. હવે તે શ્રાવિકા પહેલા તથા બીજા સાધુ વચ્ચે આ તફાવત જોઈને બેલી - હે મુનિરાજ ! જે તમને ગુસ્સે ન ચડે તે એક