________________ &80 ધન્યકુમાર ચરિત્ર. પણ એક આશ્ચર્ય છે તે પણ અનુત્તર પુન્ય સૂચક છે. આઠમુંજયારે કૌશાંબીમાં ગયા ત્યારે ત્યાંના રાજાએ મણિની પરીક્ષા માટે તથા તેને મહિમા જાણવા માટે ત્રણ દિવસ સુધી પડહ વગડો, પરંતુ કેઈએ તે છ નહિ. તે તેમણે સ્પર્યો. પછી રાજા પાસે જઈને તે મણિ લઈ શાસથી પરિકમિત બુદ્ધિવડે કૌશલ્યતા તથા ચતુરાઈના અતિશયથી મણિની જાતિ, તેને પ્રભાવ તથા ફળ કહી દેખાડ્યા અને તે મણિને મહિમા પણ સમગ્ર સભ્યજને પાસે થાળમાં તાંદલ ઉપર પારેવા મૂકીને આધાર સહિત દેખાડ્યો. સર્વે સભ્ય અને રાજા પણ તે જોઇને ચમત્કાર પામ્યા. આ ઉગ્ર પુન્યને જ આવિર્ભાવ જાણ. આ આઠે અનુત્તર પુન્યના સમૂહથી થયેલા મહા આશ્ચર્યો છે. ' ' વળી બીજા પાંચ મહા આશ્ચર્યો છે, તે આ પ્રમાણે જ્યારે કૌશામ્બી નગરીની પાસે સ્થાપેલા ગામમાં પિતાના પિતા અને ત્રણે ભાઈઓને રાખીને રાજ્ય તેમને સ્વાધીન કરીને ધન્યકુમાર રાજગૃહીએ જવા માટે સૈન્ય સહિત નીકળ્યા, તે વખતે માર્ગમાં લક્ષ્મીપુર નગરમાંથી એક રાજપુત્રીએ વનમાં જઈને પિતાની બુદ્ધિના ચાતુર્થીતિશયથી રાગવડે મૃગલીને આકર્ષીને પિતાના કંઠમાંથી હાર કાઢી તેના કંઠમાં પહેરાવી દીધા હતા, અને ઘેર આવીને પ્રતિજ્ઞા કરી હતી કે જે માણસ આ મૃગલીને રાગવડ આપીને તેના કંઠમથી હાર કાઢીને મારા કંઠમાં પહેરાવશે તે મારે ભર્તાર થશે.” આ પ્રતિજ્ઞા સર્વત્ર વિદિત થઈ પરંતુ તે પૂરવાને કોઈ સમર્થ થયું નહિ. પછી ધન્યકુમારે ત્યાં આવીને વનમાં જંઈ વીણાવાદનપૂર્વક રાગવડે સમસ્ત વનમાં રહેલા હરણુઓના ટોળાને આકષીને અનેક હરણેના સમૂહવાળા યુથને ઘણા જોથી ભરેલા ચતુષ્પને રસ્તે થઈને છત્રીશ રાજ