________________ 698 ધન્યકુમાર ચરિત્ર. ઘેર આવ્યા તે પણ અનુત્તર પુન્યને ઉદય છે. ત્રીજું-પિતાએ બીજી વખત વ્યાપાર કરવાની પ્રેરણા કરી એટલે સામાન્ય હીનજનેને ઉચિત હેડ કરીને રાજકુમારને છતી બે લાખ દ્રવ્ય મેળવીને ઘેર આવ્યા. કેઈને સ્વપ્નમાં પણ એવી શ્રદ્ધા આવે નહિ ક હેડના વ્યાપારમાં બે લાખ દ્રવ્ય મળશે. આ પણ અનુત્તર પુન્યને ઉદય જ સૂચવે છે. જેથું-પિતાએ ત્રીજીવાર વ્યાપાર કરવાની પ્રેરણા કરી ત્યારે દીન હીનજનને ઉચિત નિંદનીય મૃતકના ખાટલાને વ્યાપાર કરીને છાસઠ કરોડના મૂલ્યવા ળા રને લઈને ઘેર આવ્યા. મૃતકના ખાટલાના વ્યાપારમાં છાસઠ કરોડ મૂલ્યના રત્ન મળે તેવી કેણ સંભાવના કરે? આ પણ અનુત્તર પુન્યનો ઉદય સૂચવે છે. પાંચમું-બંધુઓ આ ઉપાર્જિત દ્રવ્ય યથેચ્છ રીતે ભોગવતા હતા છતાં ઈષ્ય કરતા હતા તે દેખીને ઘેરથી નીકળી ગયા. માર્ગમાં ક્ષુધા તથા તૃષાથી પીડાયેલા થાકી જઈને ક્ષેત્રની પાસેના વડની નીચે બેઠા. તે વખતે ક્ષેત્રપતિએ સુભાગ્યશાળી દેખીને ભેજન માટે આમંચ્યા. તેણે કહ્યું કે કોઈનું કામ કર્યા વગર હું ખાતું નથી.” ક્ષેત્રપતિએ કહ્યું કે-“જો તારે એવી પ્રતિજ્ઞા હેય તે મારે આ હળ ચલાવ. હું દેહશુદ્ધિ કરીને આવું છું; પછી ભજન કરશું.” તેમ કહીને હળ દઈને ગયા. તેમણે સાત આઠ પગલાં હળ ખેડ્યો. તેવામાં હળ અટકી ગયા. તેમણે બળ કરીને હળ ઉપાડ્યો કે તરતજ ઢંકાઈ રહેલ પથ્થર દૂર થઈ ગયા અને બા કોરૂં પડ્યું. નીચા નમીને જોયું તે ભયમાં અનેક કેટી સુવર્ણ દેખ્યું. તે ધન કાઢીને ક્ષેત્રપતિને આપ્યું પરંતુ પોતે મનમાં લેભ કર્યો નહિ અને મહા આગ્રહથી ભજન કરી ધન ત્યજી દઈને આગળ ચાલ્યા; આ પણ મેટા પુન્યવડેજ થયું છે. છછું-રાજાએ વહાણ