________________ ધન્ય મીર વરિત્ર. પાસેથી શાલિભદ્ર એકેક પ્રિયા ત્યજે છે તે સાંભળીને એક પ્રિયાનું ત્યજન તે કાતરપણું છે તેમ કહીને પ્રિયાની મશ્કરીની વાણી . પણ અનુકૂળ રીતે સ્વીકારી અને એક સાથે આઠે સ્ત્રીઓને તજી દીધી. અનર્ગલ સમૃદ્ધિ તૃણવત્ અવગણીને ચારિત્ર લેવામાં સ મુખ થયા તે પણ અનુત્તર ગણાયેલ છે. ચોથું હજુ પણ લેકિક તથા લેકેત્તરમાં તેઓને યશપટ વાગે છે. કારણ કે જ્યારે કેઈ ધન સંપત્તિ વિગેરે મેળવીને ફુલાય છે, ગર્વ વહન કરે છે, ત્યારે સભ્ય પુરૂષ તેને તરતજ કહે છે કે–“ તું શું ધન્ય અથવા શાલિભદ્ર જે થયું છે કે અંતરમાં આટલે બધે ગર્વ રાખે છે?” હજુ આજે પણ સર્વે વ્યાપારીઓ દીવાળીના ૫વમાં વહીપૂજન કરવાને સમયે પ્રથમ આ બંને મહાપુરૂષનાં જ નામ લખે છે અને તેમને સ્મરે છે. આ પ્રમાણે તેઓનેજ યશ પ્રવર્તે છે, બીજાને નહિ. વળી શાલિભદ્રને અંગે ચાર મેટા આશ્ચર્યો થયા છે તે આ પ્રમાણે–પ્રથમ તે નરભવમાં સ્વર્ગના ભોગ ભેગવ્યા. બીજું-ઘેર આવેલા શ્રેણિકરાજાને સુખમાંજ મગ્ન શાલિભ કરિયાણારૂપે જાણુને કરિયાણા તરીકે વખારમાં નાખવાને આદેશ કર્યો. આ પ્રમાણે લીલાશાલિપણું કને થાય છે. ત્રીજું -સુવર્ણ તથા રત્નથી ભરેલા બીજાને અલભ્ય એવા વસ્ત્રાભરણ વિગેરે હમેશાં સામાન્ય પુષ્પમાળાની જેમ નિર્માલ્યપણે ફેકી દીધા તે પણ આશ્ચર્ય છે. જેથું–જેની સામે જોઈને રાજા “આવે તેટલું જ વચનમાત્ર કહીને જરા પણ માન આપે છે તે પુરૂષ મનમાં ઘણે ફુલાય છે કે-“અહો આજે તે રાજાએ મેટા આદર સહિત 1 “ધન્નાશાલિભદ્રની અદ્ધિ હ” તેમ આજે પણ ચેપડામાં લખાય છે.