________________ દિ8 સહિત સચ્ચિદાનંદ સુખની સંપત્તિ પ્રાપ્ત કરી છે. પછી શામાટે દુખ ધારણ કરે છે? તમારા પુત્ર તે શ્રીજિનેશ્વરનું શાસન તથા તમારૂં કુળ બંને ઉઘોતિત કર્યું છે. વળી તમારા જમાઈ નામથી ધુન્ય, ઉપકારથી ધન્ય, સભ્ય બુદ્ધિથી પણ ધન્ય, અનુપમ ધર્મ આચરણાથી પણ ધન્ય, દુર્જનતાના દોષથી દુષ્ટ એવા તેના બાંધએ અનેક વખત ઇર્ષ્યા કરી તે પણ પિતાના સૌજન્ય સ્વભાવથી સવિનય તેમની પ્રતિપાલન કરી તેથી પણ તેઓ ધન્ય થયા છે. તે ધન્ય મુનિના ધૈર્યની કેટલી પ્રશંસા કરીએ? જેણે ઉપદેશાદિ પુષ્ટ કારણ વગર પણ આઠે પતીઓને સાળે ત્યજી દીધી, સમસ્ત ઐહિક સુખસંદેહેને પૂરવામાં સમર્થ છતાં જડ એવા ચિંતામણિ રત્નને ત્યજી દઈને ચારિત્રરૂપ ચિંતામણિ રત્નને એક લ્હીલામાત્રમાં તેણે ગ્રહણ કર્યું. વળી જેવી રીતે ગ્રહણ કર્યું તેવી જ રીતે પ્રતિક્ષણે વધતા પરિણામવડે તેનું પરિપાલન કર્યું અને નિઃશેષ કસમૂહને હણવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી, તેથી આ ધન્ય મુનિ ધન્ય પુરૂમાં પણ ધન્યતમ છે, જે આ મુનિનું નામ સ્મરે તે પણ ધન્ય છે, જે ક્ષણે એમનું સ્વરૂપ સ્મૃતિપથમાં આવે તે ક્ષણને પણ ધન્ય છે. તેથી હે વૃધે! ઉત્સાહને સ્થાને તમે વિષાદ કેમ કરો છો? વળી પૂર્વે અનેકવાર માતા પુત્રને સંબંધ વે, પણ તે સંસારને અંત કરાવનાર નહિ નીવડવાથી વ્યર્થ ગયો છે, સાચે તે આ ભવને જ તમારે સંબંધ છે કે તમારા ગર્ભ માં આવીને શાલિભદ્ર સુરનરેદ્રાદિકથી સેવાતા મેહશત્રુનું ઉમૂલન કરીને નિર્ભય થયેલ છે. તેથી તમારે તે તેના ચારિત્રની અનુમોદના કરવાપૂર્વક અને હર્ષ સહિત બહુમાનપૂર્વક વંદન-નમન સ્તવનાદિક કરવાં, કે જેથી તમારા અર્થની પણ સિદ્ધિ થાય.” આ પ્રમાણે અભયકુમારે પિ