________________ નવમ પવિ. 679 થતાં મદદગાર થાઓ.” આ પ્રમાણેનાં ધન્યકુમારનાં નિરાળ ચિત્ત બતાવનારાં વચને સાંભળીને તદ્દન નિરાશ થઈ ભદ્રામાતા પિતાને ઘરે આવ્યા. પછી ધન્યકુમાર હર્ષના સમૂહથી ભરેલા હૃદયવડે મોટા આડંબર સાથે વ્રત ગ્રહણ કરવા માટે ચાલ્યા. તે વખતે જેવી રીતે લક્ષ્મી પુન્યને, ગૃહે સૂર્યને અને સિદ્ધિઓ સત્વને અનુસરે છે તેવી રીતે તેની સર્વે પતિવ્રતા સ્ત્રીઓ પણ સ્વ વ વિભૂતિ સાથે સુખાસનમાં બેસીને ધન્યકુમારને અનુસરી–તેની સાથે દીક્ષા લેવા ચાલી. આ વાર્તા અચાનક સાંભળીને આનંદપૂર્વક વિસ્મિત થયેલા અભયકુમારાદિ સર્વે માથું ધુણાવતાં ધન્યકુમારની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે અભયકુમાર અને બીજા બુદ્ધિવંત સભાસદ શ્રેણિક મહારાજાને કહેવા લાગ્યા કે-આપ શ્રીમાને વ્રત લેવાને માટે જેમણે ઉદ્યમ કર્યો છે તેમને નિવારવા ચિગ્ય નથી, પરંતુ તેમને દીક્ષા લેવામાં સહાય કરવી તે ગ્ય છે.' તે વખતે શ્રેણિકે પિતાની પુત્રીની સ્થિતિ જાણવા માટે પૂછયું કેસે શ્રી પ્રમુખ તેની આઠ સ્ત્રીઓની શી ગતિ થશે ?" અભયકુમારે કહ્યું કે–“તે બધી પણ ધન્યકુમારને અનુસરશે.” તે સાંભળીને શ્રેણિકરાજાવિરમયપૂર્વક બોલ્યા કે-“આ સંબંધને ધન્ય છે, તેઓને સંબંધ સફળ છે. જે સ્ત્રીઓને સમૂહ મોક્ષમાર્ગમાં વિદ્મ કરનાર થાય છે, તે જ તેને સહાય કરનાર થયે એજ મોટું આશ્ચર્ય છે!” અહીં ધન્યકુમારે મેટી વિભૂતિ સહિત અખલિત રીતે દીન હીનને દાન દીધું. પછી સિંહની માફક ઉત્સાહ સહિત ઇંદ્રિયના સમૂહને વશ કરીને પ્રિયાએ સહિત તે નીકળ્યા. માર્ગમાં સર્વે પરજને આવું સાહસ તથા દુકર કાર્ય કરતા તેમને દેખીને