________________ 32 ધન્યાકુમાર ચરિત્ર. ઉદયથી આ સંબંધથયો છે. કરવું પણ શું? દાન ભેગા કરવામાં આ સુંદર યુગ છતાં અમારે તે દરિદ્રતામાંજ રહેવું પડે છે. વળી વધારામાં તમે મશ્કરી કરીને શા સારૂં બળતાને વધારે બાળ છે?” તેઓએ કહ્યું કે –“ના, ના, અમે જઇનેજ આવીએ છીએ.' તેના આ પ્રમાણે કહી ગયા પછી તરતજ બીજા કેઈએ આવીને પણ તે પ્રમાણે જ કહ્યું, વળી તે પ્રમાણેજ ત્રીજા પાસેથી પણ સાંભળી પુત્રાદિ સર્વ પરિવાર ત્યાં આગળ જઈને જુએ છે તે પિતાના સાંભળવા પ્રમાણેને વૃત્તાંતજ બનતે જોઈ ચકિત થઈ ગયા. તેઓ તેના પિતા પાસે જઈ કહેવા લાગ્યા કે–બાપુ! નકામે ખરચ શા માટે કરે છે ?' બ્રાહ્મણે કહ્યું કે- હે પુત્ર! મેં હમણાજ જાણ્યું કે લક્ષ્મી નરકમાં લઈ જનારી છે, માટે ઈચ્છાનુસાર ભગ ભેગ તથા દાન આપે. આટલે વખત મેં નકામે ગાળે અને તમારા આનંદમાં પણ આડખીલી જે થયે; માટે હવે તે દ્રવ્ય લે અને તમારી ઈચ્છા પ્રમાણે સુખ ભેગે. આ પ્રમાણે બેલતાં મુઠીએ મુઠીએ બ્રાહ્મણને દાન દેતા જોઈને સર્વ સગાં સંબંધી તથા બીજા શહેરીઓએ વિચાર્યું કે–ચોક આના શરીરમાં ભૂત પેઠું છે અને તેને પરિણામે જ તે આમ ધડા વગરનું બોલે છે અને પિસે ઉડાવે છે, માટે આને ઘરે લઈ જઈ કાંઈક મંત્ર તંત્રાદિ કરીને સ્વસ્થ કરીએ.” છે ત્યાર પછી બધાં ભેળા થઈને તેને ઘરે લઈ ગયા. ત્યાં તે પિતાની સ્ત્રીને પણ તે પ્રમાણેજ કહેવા લાગ્યું કે અરે મૂખિં! - આ રંક વેશ તું કાઢી નાખને સુંદર વસ્ત્ર તથા ઘરેણાં પહેર: તેણી તે ચકિત જ થઈ ગઈ કે–આવું અસંબદ્ધ તે આ શું બેલી રહ્યા છે તે વખતે કોઈ ડાહ્યા માણસે આવીને કહ્યું કે