________________ ધન્યકુમાર ચરિત્ર. છે. મરણના ભયથી અત્યંત ભયભીત થયેલ ચારને જેમ મિષ્ટાન્ન પ્રિય લાગતું નથી તેમ આગમાદિદ્વારા પૌગલિક સુખના આ સ્વાદના કડવા ફળરૂપે મળતું નરક–નિગોદાદિ દુઃખ જે જાણે છે તેને સાંસારિક સુખપ્રિય લાગતું નથી, પરંતુ તેને વૈરાગ્યને ઉદય થાય છે. કહ્યું છે કે - मधुरं, रसमाप्य स्यन्दते, रसनायां रसलोभिनां जलम् / परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशि जलम् // 1 // . “રસનાના રસના લેભીને મધુર સ્વાદવાળી વસ્તુ દેખીને મુખમાંથી પાણી છુટે છે તેવી જ રીતે વિરક્ત જીવને તેનાં માઠાં વિપાકને વિચાર આવવાથી આંખમાંથી પાણી છુટે છે.” . આ પ્રમાણેની શ્રી વીર ભગવંતની ઉત્તમ પ્રભાવશાળી દેશના સાંભળીને શાલિભદ્રને સંવેગને રંગ દ્વિગુણ ઉલ્લસિત થયે. પછી પ્રભુને નમીને, વેગથી પિતાને ઘેર આવી, વાહનમાંથી ઉતરી ધરને ઉપરને માળે જઈ જયાં તેની માતા હતી ત્યાં આવીને તે કહેવા લાગ્યા કે–“માતા ! આજે હું વીર ભગવંતને વંદન કરવા ગયે હતા; ત્યાંમેં ધર્મદેશના સાંભળી, તે દેશના મને રૂચિ છે. માતા એ કહ્યું કે-“તું ધન્ય છે. હે પુત્ર! તું કૃતપુણ્ય છે ! શ્રીમત જગત નાથને તું વાંદવા ગમે તે બહુ સારું કર્યું.” પછી શાલિભદ્રે કહ્યું કે - “માતા ! તે દેશના સાંભળીને મારી અનાદિ ભવની ભ્રાંતિ નાશ પામી છે; ચતુર્ગતિરૂપ સંસારમાં ભટકવાની પ્રવૃત્તિના હેતુએ મેં જાણ્યા છે, વિષયો પરમ અનર્થ દેવાવાળા છે તે સ્પષ્ટપણ મેં જાણ્યું છે. જન્મ જરા-મરણ–રોગ-શેક વિગેરેથી ભરેલા આ સંસારને મેં સારી રીતે ઓળખે છે, તેથી હવે આ સંસાર ઉપર મને બીલકુલ પ્રેમ રહ્યો નથી. જ્યારે આવે ત્યારે સુંદર લાગતા કામભેગે અનંત કાળ સુધી દુઃખ આપવાના