________________ નવમ પાવ, 651 મૂર્ખ છે. હું કાંઈ તે મૂખનથી, તેથી જે થવાનું હોય તે થાએ, પરંતુ હું તે અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ કારણકે જિનેશ્વરે ધર્મમાં ઉઘમનેજ મુખ્યપણે જણાવ્યું છે અને ઉદયમાં નિયત કમેની મુખ્યતા કહેલી છે, તેથી આવતી કાલે હું અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ.' આ પ્રમાણે કહી મંત્રીને રજા આપીને સંયમ લેવાની ચિં તામાં તત્પર રાજકુમાર શય્યામાં સુતો. તે વખતે પાછલી રાત્રે તેને સ્વપ્ન આવ્યું, તેમાં તેણે જોયું કે-“કઈ દિવ્યરૂપધારી દિવ્ય આભરણથી શોભતી સ્ત્રી રાજા પાસે આવીને કહેવા લાગી કે–“રાજન ! રાજયની ચિંતા કરીશ નહિ. તારૂં રાજય ન્યાયમાં એક નિષ્ટ વિરધવલને આપ્યું છે, તેથી ઉત્સાહપૂર્વક સુખે તું સંયમ ગ્રહણ કરજે. સંયમશ્રીને સહાય કરનાર આ વરમાળા તારા કં. ઠમાં હું નાખું છું.' આમ કહીને તે અદ્રશ્ય થઈ ગઈ.” પછી રાજા ઉઠીને વિચારવા લાગે કે-“આ શું? આને શું અર્થ? વિરધવળ કોણ? મેં તે તેનું નામ પણ સાંભળ્યું નથી. આ પ્રમાણે વિચારતાં પ્રભાત થયું ત્યારે મંત્રીને લાવીને મને વૃત્તાંત કહ્યો, અને પૂછયું કે-“વિરધવળ કોણ? પૂર્વે કોઈ દિવસ જા નથી ! સાંભળે નથી ! તે આપણા રાજ્યને ગ્ય છે કે નહિ તેની શી ખબર?” મંત્રીએ કહ્યું કે–અમે પણ તેને ઓળખતા નથી માટે શ્રી ગુરૂમહારાજ પાસે જઈને પૂછીએ; પછી રાજા અ૫ પરિવારને લઈને ગુરૂ પાસે ગયે, અને નમીને રાત્રીએ આવેલ સ્વમનું સ્વરૂપ કહી બતાવ્યું. પછી પૂછ્યું કે“સ્વામિન્ ! એ વિરધવળ કોણ છે? પૂર્વે અમે કોઈ દિવસ તેને જ નથી, તેમ સાંભળ્યો પણ નથી.” ત્યારે ગુરૂએ કહ્યું કે“હે રાજન !તું સંયમ માટે તૈયાર છે. જ્યારે તું દીક્ષા લેવાને