________________ નવમ. પીવ, 633 મોટી ભક્તિથી તેણે મને જમાડ્યો, આચમન કરીને શુદ્ધ થયા પછી તાંબુળાદિકથી મુખશુદ્ધિ કરીને ઘરને ઉપરને માળે અમે બંને બેઠા, એટલે મેં તેને પૂછયું કે–“ભે દ્વિજવર ! નહિ ઓળખાણવાળા એવા મારી શા માટે તમે બહુ ભક્તિ કરે છે ? હું તમને બીલકુલ ઓળખતે નથી.” તેણે કહ્યું કે- તે વાત વિસ્મયકારી છે અને હું તમને કહું છું તે સાંભળો - “આ શંખપુર નામે નગર છે. અહીં હું જિનધર્મમાં દ્રઢ ચિત્તવાળા થઈને રહું છું. જિનશર્મા મારું નામ છે. શ્રીમદ જિનેશ્વરની આજ્ઞાનુસાર યથાશક્તિ હું ધર્મમાં પ્રવૃત્તિ કરું છું. સદ્ગુરૂ અને સુસજજનેની સેવાથી શાસ્ત્રમાં રહેલા ઘણું રહસ્ય મેં પ્રાપ્ત કર્યા છે, મારે આજીવિકા પણ સુલભ છે. અન્યદા કુલવૃદ્ધિ કરનાર એકે પુત્ર મારે ન હોવાથી તે માટે મેં કુળદેવતાની આરાધના કરી, તેથી સેવાવડે પ્રત્યક્ષ થઈને તે બેલી કે;-“મને શા માટે આરાધી છે?' મેં કહ્યું કે–“મને પુત્ર આપ.” તેણીએ કહ્યું કે-“વત્સ ! તારે અંતરાય કર્મ નિકાચિત ઉદય છે, તેથી પુત્ર થશે નહિ.” મેં કહ્યું કે-અપુત્રીઆની શુભ ગતિ થતી નથી, તેવી શ્રદ્ધા તે સશુરૂની કૃપાથી મને નથી, સદ્ગતિ તે શુદ્ધ અધ્યવસાયથી જ થાય છે, અન્યથા થતી નથી, પરંતુ મેં અનેક ઉત્તમ મહાપુરૂષોની સેવાવડે તેમનું ચિત્ત પ્રસન્ન કરીને ઘણું ચમત્કાર ઉપજાવે તેવી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે, તેનો મારા મૃત્યુ બાદ નાશ થશે, તે કારણથી મને બહુ ખેદ થાય છે.” તે સાંભળીને તેણે કહ્યું કે—“ કમલપુરને રહેવાસી ધનસાગર શ્રેછી વહાણ ભાંગવાથી આજથી નવમે દિવસે અહીંના સમુદ્રને કાંઠે નીકળશે. તેને તારે ઘેર લાવે અને નિશંક રીતે તારે બધી વિઘાઓ તેને આપવી. તે તેને માટે લાયક છે, જે વાત કે શબ્દ